ફોનમાં આ વસ્તુ દેખાય તો સાવધાન! કોઈ તમારા ફોનની સ્ક્રિનને કરી રહ્યું છે રેકોર્ડ

જો કોઈ સ્પાઇવેર દ્વારા તમારા ફોનની સ્ક્રિનને રેકોર્ડ કરી રહ્યું છે તો તમને તેની જાણકારી મળી જશે. આ માટે તમારે કેટલીક વાતોનું ધ્યાન રાખવાનું રહેશે

જો કોઈ સ્પાઇવેર દ્વારા તમારા ફોનની સ્ક્રિનને રેકોર્ડ કરી રહ્યું છે તો તમને તેની જાણકારી મળી જશે. આ માટે તમારે કેટલીક વાતોનું ધ્યાન રાખવાનું રહેશે

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
mobile hack checking, mobile hack checking in Gujarati,

જો તમારા ફોનની સ્ક્રિનને કોઈ રેકોર્ડ કરી રહ્યું હોય તો તેને કેવી રીતે બંધ કરવું. (તસવીર: Freepik)

હાલના સમયના દરેકને પોતાની પ્રાઇવસીની ચિંતા છે. તમે મોબાઈલ ફોનનો ઉપયોગ કરો છો તો તેનાથી પણ ડર લાગે કે કોઈ તમારી પ્રાઇવસીનું હનન તો નથી કરી રહ્યુ ને? ઘણી વાર એવું થઈ શકે છે કે તમારા ફોનમાં કોઈ એવી એપ ડાઉનલોડ થઈ જાય જે તમારી સ્ક્રિનને રેકોર્ડ કરતી હોય અથવા પછી કોઈ સ્પાઇવેર તમારા ફોનમાં ઇન્સ્ટોલ થઈ ગયો હોય.

Advertisment

જો તમારા ફોનની સ્ક્રિનને કોઈ રેકોર્ડ કરી રહ્યું હોય તો તેને કેવી રીતે બંધ કરવું, તેના વિશે તમને જાણકારી હોવી જોઈએ. આવામાં આવો અમે તમને તેના વિશે જણાવીએ. તમારા સ્માર્ટફોનમાં ઘણા એવા ફિચર્સ છે, જે તમારા ફોનના હેક થવા અથવા પછી સ્પાઇવેરના હોવાની જાણકારી આપે છે. આવું જ એર ફિચર સ્ક્રિન રેકોર્ડિંગ છે.

કેમેરાનું નિશાન નજર આવશે

જો કોઈ સ્પાઇવેર દ્વારા તમારા ફોનની સ્ક્રિનને રેકોર્ડ કરી રહ્યું છે તો તમને તેની જાણકારી મળી જશે. આ માટે તમારે કેટલીક વાતોનું ધ્યાન રાખવાનું રહેશે. તમારા સ્માર્ટફોનમાં જેમ કમેરા અને માઇક ઓન થવા પર ગ્રીન લાઇટ આવે છે, તે પ્રકારે જ સ્ક્રિન રકોર્ડિંગ થવા પર બ્રેકેટમાં કેમેરો નજર આવે છે.

આ પણ વાંચો: બાબા રામદેવની પતંજલિએ માત્ર 14000 માં ઈલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યું? જાણો હકીકત

Advertisment

સામાન્ય રીતે આ નોટિફિકેશન લાઇટ વ્હાઇટ કલરની હોય છે. ફોનની સ્ક્રિન રેકોર્ડિંગ કરવા પર આવું સાઇન તમને દેખાશે. જો તમે પોતે સ્ક્રિન રેકોર્ડિંગ ઓન કર્યું નથી અને તે સાઇન દેખાઇ રહ્યું છે તો સમજી જવું કે કોઈ સ્પાઇવેર તમારી સ્ક્રિન રેકોર્ડિંગ કરી રહ્યું છે.

હટાવવા માટે આ સ્ટેપ ફોલો કરો

આ માટે તમારે ચિંતા કરવાની જરૂર નથી. ફોનમાં રહેલા સ્પાઇવેરને નિકાળવા માટે સૌથી પહેલા સેટિંગમાં જઈને Apps માં જાવ અને જુઓ કે કોઈ એવી એપ તો નથી, જે તમે પોતે ડાઉનલોડ કરી નથી. પરંતુ તમારા સેટિંગમાં જોવા મળી રહી છે. જો આવી કોઈ એપ જોવા મળે છે તો તેને રિમૂવ કરી દો.

એપને ડિલીટ કરો

આ સિવાય તમે એપને આપવામાં આવેલી પરમિશનને પણ ચેક કરી શકો છો કે કઈ એપ તમારી સ્ક્રિનને રેકોર્ડ કરી રહી છે. આવી એપને તાત્કાલિક ડિલીટ કરી દો. આપ ડિલીટ ના થવાની પરિસ્થિતિમાં તમે ફેક્ટ્રી રિસેટ પણ કરી શકો છો. જો અહીંથી પણ એપ રિમૂવ નથી થઈ રહી તો પછી સર્વિસ સેન્ટરમાં દેખાડો.

ટેકનોલોજી ટેક્સ સ્માર્ટફોન