/indian-express-gujarati/media/media_files/2026/03/06/richest-people-in-asia-2026-03-06-17-40-35.jpg)
મુકેશ અંબાણીએ ભારતના સૌથી ધનિક વ્યક્તિ અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ તરીકેનું પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. Photograph: (સોશિયલ મીડિયા)
Hurun Rich List 2026: ભારતમાં અબજોપતિઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ 2026 મુજબ, દેશમાં હવે 308 અબજોપતિઓ છે, જેથી ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે પહોંચી ગયું છે. ભારત હવે ચીન અને યુનાઇટેડ સ્ટેટ્સ અમેરિકા પછી વિશ્વના સૌથી મોટા સંપત્તિ સર્જન કેન્દ્રોમાં સામેલ થઈ ગયું છે.
વૈશ્વિક સ્તરે અબજોપતિઓની સંખ્યા પહેલીવાર 4,000 ના આંકડાને વટાવી ગઈ છે, જે ગયા વર્ષ કરતા 578 નો વધારો દર્શાવે છે. જે હવે 4020 લોકો સુધી પહોંચી ગઈ છે.
રિપોર્ટ અનુસાર, ચીન 1110 અબજોપતિઓ સાથે યાદીમાં સૌથી ઉપર છે ત્યારબાદ અમેરિકા 1,000 સાથે બીજા ક્રમ પર છે. ભારતના 308 અબજોપતિઓ જર્મની, યુનાઇટેડ કિંગડમ અને સ્વિટ્ઝર્લૅન્ડ જેવા દેશો કરતાં આગળ ત્રીજા નંબર પર છે.
24 નવા અબજોપતિઓ
ભારતમાં આ વર્ષે 24 નવા અબજોપતિઓ ઉમેરાયા છે, જ્યારે દેશમાં 57 નવા લોકો પણ ઉમેરાયા છે, જે હેલ્થ કેર, ઔદ્યોગિક ઉત્પાદનો અને કંજ્યુમર ગુડ્સ જેવા ક્ષેત્રોમાં મજબૂત સંપત્તિ સર્જન દર્શાવે છે. અહેવાલમાં જણાવાયું છે કે ભારતીય અબજોપતિઓની કુલ સંપત્તિ વધીને ₹112.6 લાખ કરોડ થઈ છે, જે વાર્ષિક ધોરણે લગભગ 10% નો વધારો દર્શાવે છે.
ગુજરાતમાં મોટા વહીવટી ફેરબદલ, 37 IPS અધિકારીઓની બદલી; રાજ્યને મળ્યા નવા IB વડા
ભારતના 10 સૌથી ધનિક લોકો
| રેન્ક | નામ | સંપત્તિ (લાખ કરોડ રૂપિયામાં) | વર્ષ-દર-વર્ષ ફેરફારો | કંપની |
| 1 | મુકેશ અંબાણી અને પરિવાર | 9.8 | 0.09 | રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ |
| 2 | ગૌતમ અદાણી અને પરિવાર | 7.5 | -14% | અદાણી |
| 3 | રોશની નાદર મલ્હોત્રા અને પરિવાર | 3.2 | -10% | એચસીએલ ટેક્નોલોજીસ |
| 4 | સાયરસ એસ પૂનાવાલા અને પરિવાર | 3 | 0.44 | સીરમ ઇન્સ્ટિટ્યૂટ |
| 5 | કુમાર મંગલમ બિરલા અને પરિવાર | 2.5 | 0.22 | આદિત્ય બિરલા |
| 6 | દિલીપ સંઘવી અને પરિવાર | 2.3 | -10% | સન ફાર્માસ્યુટિકલ |
| 6 | અઝીમ પ્રેમજી અને પરિવાર | 2.3 | 0.01 | વિપ્રો |
| 8 | નીરજ બજાજ અને પરિવાર | 2.2 | 0.26 | બજાજ ઓટો |
| 8 | અશોક પી. હિન્દુજા અને પરિવાર | 2.2 | નવુ | હિન્દુજા |
| 10 | રાધાકિશન દમાની અને પરિવાર | 1.5 | 0.06 | એવેન્યુ સુપરમાર્ટ્સ |
મુકેશ અંબાણીએ ભારતના સૌથી ધનિક વ્યક્તિ અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ તરીકેનું પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે, તેમની સંપત્તિ ગયા વર્ષની સરખામણીમાં 9% વધીને ₹9.8 લાખ કરોડ થઈ છે. ગૌતમ અદાણીની સંપત્તિમાં 14% ઘટાડો થયો હોવા છતાં ₹7.5 લાખ કરોડની કુલ સંપત્તિ સાથે બીજા ક્રમના સૌથી ધનિક ભારતીય રહ્યા છે.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us