મે 2023માં હ્યુન્ડાઈ કાર ડિસ્કાઉન્ટઃ દેશની અગ્રણી કાર મેન્યુફેક્ચર્સ કંપની હ્યુન્ડાઈએ મે મહિના માટે તેના માસિક ડિસ્કાઉન્ટ અને ઑફર સ્કીમની ઘોષણા કરી છે. કંપની આ મહિને Hyundai Grand i10 Nios, Aura, i20, i20 N Line અને Kona EV પર ભારે કેશ ડિસ્કાઉન્ટ અને વધારાનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. આ મહિને કંપનીની નવી કાર ખરીદનારા ગ્રાહકો ડિસ્કાઉન્ટ અને ઑફર્સનો લાભ ઉઠાવી શકે છે.
Hyundai Grand i10 Nios
Grand i10 Nios કંપનીની લોકપ્રિય હેચબેક કાર છે. આ મહિને Hyundaiની Grand i10 Niosને 25,000 રૂપિયા સુધીના કેશ ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકાય છે. ઉપરાંત કંપની 10,000 રૂપિયાનું વધારાનું ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે. POI અથવા કોર્પોરેટ કસ્ટમર્સને વધુ રૂ. 3,000 ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તમામ ડિસ્કાઉન્ટ સ્કીમ્સ અને ઑફર્સને જોડીને તમે મે મહિનામાં Hyundai Grand i10 Niosની ખરીદી પર કુલ રૂ. 38,000 સુધીની ડિસ્કાઉન્ સ્વરૂપે બચત કરી શકો છો.
Hyundai Aura

Hyundai Aura એક કોમ્પેક્ટ સેડાન છે. કંપની આ મોડલ પર 20,000 રૂપિયા સુધીનું કેશ ડિસ્કાઉન્ટ, 10,000 રૂપિયાનું એક્સચેન્જ ડિસ્કાઉન્ટ આપી રહી છે. POI અથવા કોર્પોરેટ કસ્ટમરો 3,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. એકંદરે, તમે આ મહિને Hyundai Aura CNGની ખરીદી પર રૂ. 33,000 સુધીનો લાભ મેળવી શકો છો. અન્ય વેરિઅન્ટ પર 23,000 રૂપિયા સુધીના ડિસ્કાઉન્ટનો ફાયદો મેળવી શકાય છે.
Hyundai i20 और i20 N Line

Hyundai i20 એ પ્રીમિયમ હેચબેક કાર છે. આ મોડલના Magna અને Sportz વેરિયન્ટ પર 10,000 રૂપિયા સુધીનું કેશ ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે. એક્સચેન્જ ઑફર હેઠળ ગ્રાહકો જૂની કારના બદલામાં 10,000 રૂપિયા સુધીનું વધારાનું ડિસ્કાઉન્ટ પણ મેળવી શકે છે. આ મહિને Hyundai i20 ખરીદીને તમે કેશ અને વધારાના ડિસ્કાઉન્ટ સહિત કુલ રૂ. 20,000નો ફાયદો મેળવી શકો છે. i20 સિરીઝની સૌથી બેસ્ટ પર્ફોર્મન્સ આપનારી કાર i20 N Line પર મે મહિનામાં રૂ. 15,000 સુધીનું કેશ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
આ પણ વાંચોઃ ટાટા નેક્સન થી હ્યુન્ડાઇ વેન્યુ – સનરૂફવાળી સૌથી સસ્તી ટોપ-5 બેસ્ટ કાર
Hyundai Kona EV
Hyundai Kona એ એક ઇલેક્ટ્રિક SUV કાર છે. ચાલુ મહિને આ ઈ-કાર પર 50,000 રૂપિયા સુધીનું કેશ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જો કે, POI અથવા કોર્પોરેટ ગ્રાહકો માટે કોઈ એક્સચેન્જ સ્કીમ અથવા વધારાનું ડિસ્કાઉન્ટ નથી. હ્યુન્ડાઈ મે 2023માં વેન્યુ, વેન્યુ એન લાઈન, ક્રેટા, વર્ના, અલ્કાઝર અને ટક્સન મોડલ પર કોઈ ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી નથી.
Disclaimer : આ આર્ટિકલ ફાઇનાન્સિયલ એક્સપ્રેસ પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો.