Arattai vs WhatsApp: ડિજિટલ કોમ્યુનિકેશનના યુગમાં ભારતે પોતાની ઓળખ સ્થાપિત કરવા તરફ પગલાં ભર્યા છે. આ સંદર્ભમાં ઝોહો એ એક સ્વદેશી મેસેન્જર એપ અરાતાઈ (Arattai) વિકસાવી છે જેને ભારતમાં વોટ્સએપના વિકલ્પ તરીકે જોવામાં આવી રહી છે. વોટ્સએપ જેવા વૈશ્વિક પ્લેટફોર્મને પડકારતી આ એપ યુઝર્સને કેટલીક એવી સુવિધાઓ પ્રદાન કરે છે જે હાલમાં વોટ્સએપમાં નથી.
મોબાઇલ નંબર વિના ચેટિંગ
Arattaiની સૌથી મહત્વપૂર્ણ વિશેષતા એ છે કે તે તમને તમારો મોબાઇલ નંબર શેર કર્યા વિના ચેટ કરવાની મંજૂરી આપે છે. યુઝર્સ ફક્ત પોતાના નામનું યૂનિક યૂઝરનેમ બનાવીને અજાણી વ્યક્તિ સાથે વાતચીત શરૂ કરી શકે છે. ફોટા, વીડિયોઝ, દસ્તાવેજો અને સ્થાન શેર કરવાનું પણ સરળ છે. આ સુવિધા હાલમાં વોટ્સએપ પર ઉપલબ્ધ નથી.
મીટિંગ ફીચર
યુઝર્સ Arattaiમાં સમર્પિત મીટિંગ્સ બનાવી શકે છે. આ વીડિયો અને ઑડિઓ કૉલ્સથી અલગ છે અને તેનો ઉપયોગ બિઝનેસ મીટિંગ્સ અથવા ગ્રુપ ચર્ચાઓ માટે થઈ શકે છે. જ્યારે વોટ્સએપ ફક્ત કોલ લિંક્સ અથવા મીટિંગ્સ માટે શેડ્યૂલ ઓફર કરે છે.
Mentions અને Notifications
અરાતાઈનું Mentions ફીચર વપરાશકર્તાઓને બતાવે છે કે કઈ ચેટમાં તેમને Mentions કરવામાં આવ્યા છે. આ સુવિધા ખાસ કરીને વ્યસ્ત ચેટ ગ્રુપો માટે ઉપયોગી છે. WhatsApp માં Mentions જોવા માટે ખાસ વિકલ્પ નથી.
આ પણ વાંચો: 2025 મહિન્દ્રા થાર લોંચ; જાણો કિંમત, ફિચર્સ અને નવા મોડેલમાં શું છે ખાસ
પોકેટ
Arattaiનું પોકેટ ફિચર મહત્વપૂર્ણ સંદેશાઓ, મીડિયા અને નોંધોને ક્લાઉડમાં સુરક્ષિત રીતે સંગ્રહિત કરે છે. વપરાશકર્તાઓ પછીથી કોઈપણ ઉપકરણથી તેને સરળતાથી ઍક્સેસ કરી શકે છે. WhatsApp માં સંદેશાઓ અથવા મીડિયા માટે સુરક્ષિત સ્ટોરેજ નથી.
વધુ સારા ગોપનીયતા નિયંત્રણો
Arattai ઘણા ગોપનીયતા વિકલ્પો પ્રદાન કરે છે—જેમ કે સાલ્ટ સીન અને ઓનલાઈન સ્ટેટસ છુપાવવું, અને ગ્રુપોમાં ઉમેરવા અથવા કૉલ કરવા માટે પરવાનગીઓ સેટ કરવી. સૌથી નોંધપાત્ર સુવિધા યુઝરનેમ સુવિધા છે, જે વપરાશકર્તાઓને તેમનો નંબર જાહેર કર્યા વિના તેમની સંપર્ક વિગતો શેર કરવાની મંજૂરી આપે છે. આ વિકલ્પ WhatsApp પર ઉપલબ્ધ નથી.