scorecardresearch

ITR filing for AY 2023-24: ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવા ITR-1 અને ITR-4ના ઑફલાઇન ફોર્મ જારી, છેલ્લી તારીખ કઇ છે જાણો

ITR filing for AY 2023-24: નાણાકીય વર્ષ 2022-23નું આઇટી રિટર્ન ફાઇલ કરવાનું શરૂ થઈ ગયું છે. આવકવેરા વિભાગે આજે ITR-1 (સહજ) અને ITR-4 (સુગમ) ફાઇલ કરવા માટે ઑફલાઇન એક્સેલ- બેઝ્ડ યુટિલિટીઝ સક્ષમ કરી છે.

income tax return
આકારણી વર્ષ 2023-24 માટે ITR ફાઇલિંગ શરૂ થઈ ગયું છે. (પ્રતિકાત્મક ફોટો)

ITR filing for AY 2023-24: આવકવેરા વિભાગે નાણાકીય વર્ષ 2022-23માં કરેલી આવક માટે ઑફલાઇન ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલિંગ શરૂ કરી દીધુંયું છે. IT વિભાગે આજે ઑફલાઇન ITR-1 (સહજ) અને ITR-4 (સુગમ) ફોર્મ જારી કર્યા છે. આઇટી વિભાગે કરદાતાઓ માટે ITR ફાઇલ કરવા માટે ઑફલાઇન એક્સેલ-આધારિત યુટિલિટીઝ (Excel-based utility) પણ સક્ષમ બનાવી છે. કરદાતાઓ તેમનું ઇન્કમ ટેક્સ ઈ-ફાઈલિંગ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકે છે અને તે જ યુટિલીઝનો ઉપયોગ કરીને ટેક્સ રિટર્ન ફાઇલ કરી શકે છે. આકારણી વર્ષ 2023-24 માટે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ છે.

IT વિભાગનું શું કહેવું છે?

IT વિભાગે એક નોટિફિકેશનમાં જણાવ્યું છે કે, “આકારણી વર્ષ 2023-24 માટે ITR-1 અને ITR-4 માટે એક્સેલ યુટિલિટી સક્ષમ કરવામાં આવી છે.” વિભાગે કહ્યું છે કે આ સંબંધિત વધુ માહિતી ટૂંક સમયમાં કરદાતાઓને ઈ-ફાઈલિંગ પોર્ટલ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. કરદાતાઓ આવકવેરા વિભાગની વેબસાઈટ પર જઈને વધુ માહિતી મેળવી શકે છે. જો કે, વિભાગે હજુ સુધી ITR-1 અને ITR-4 માટે JSON યુટિલિટી બહાર પાડી નથી.

ITR-1 અને ITR-4 શું છે?

ITR-1 એવી વ્યક્તિઓ માટે છે જેમની કુલ આવક 50 લાખ રૂપિયા સુધી છે. તેમાં પગાર, ઘરની મિલકત, વ્યાજમાંથી મળેલી આવક અને રૂ. 5000 સુધીની કૃષિ આવકનો પણ સમાવેશ થાય છે. ઉપરાંત ITR-4 તેવી વ્યક્તિઓ, હિંદુ અવિભાજિત પરિવારો (HUF) અને પેઢીઓ માટે છે, જેમની કુલ આવક 50 લાખ રૂપિયા સુધીની છે. આમાં બિઝનેસ અને નોકરીમાંથી પ્રાપ્ત આવકનો પણ સમાવેશ થાય છે. તેની ગણતરી કલમ 44AD, 44ADA અથવા 44AE અને 5000 રૂપિયા સુધીની કૃષિ આવક હેઠળ કરવામાં આવે છે.

એક્સેલ-બેઝ્ડ યુટિલિટીઝ શું છે?

ઇન્કમ ટેક્સ રિટર્ન ફોર્મ્સની એક્સેલ- બેઝ્ડ યુટિલિટીઝ કરદાતાઓને તેમના રિટર્ન ઇલેક્ટ્રોનિક રીતે ફાઇલ કરવામાં સક્ષમ બનાવે છે. કરદાતાઓ આ યુટિલિટી ડાઉનલોડ કરીને, એક્સેલમાં મેક્રોને સક્ષમ કરીને અને યુટિલિટીનો ઉપયોગ કરવા માટેની આવશ્યકતાઓને સમજીને અસરકારક રીતે તેમનું ઇન્કમ ટેક્સ ફાઇલ કરી શકે છે. કોઈપણ ટેકનિકલ મુશ્કેલી માટે કરદાતાઓ CBDTની ITR યુટિલિટી કસ્ટમ સર્વિસ અથવા ટેક્સ પ્રોફેશનલની મદદ લઈ શકે છે.

ITR-1 (સહજ) એક્સેલ યુટિલિટી

ITR-1 (સહજ) એક્સેલ યુટિલિટી એવી વ્યક્તિઓ માટે છે જેમની કુલ આવક 50 લાખ રૂપિયા સુધીની હોય છે, જેમાં પગારની આવક, ઘરનું ભાડું, વ્યાજ વગેરે જેવા અન્ય સ્ત્રોતોમાંથી થતી આવક અને 5000 રૂપિયા સુધીની કૃષિ આવકનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ પગારદાર કરદાતાને ફોર્મ-16 ક્યારે મળશે? વર્ષ 2022-23નું આઇટી રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ કઇ?

ITR-4 (સુગમ) એક્સેલ યુટિલિટી

ITR-4 (સુગમ) એક્સેલ યુટિલિટી વ્યક્તિગત, એચયુએફ અને ફર્મ્સ (એલએલપી સિવાય) માટે છે, જેમની કુલ આવક 50 લાખ રૂપિયા સુધીની છે. જેમાં બિઝનેસ અને નોકરીમાંથી થતી આવક હોય, કલમ 44AD, 44ADA અથવા 44AE અને 5000 રૂપિયા સુધીની કૃષિ આવક હોય.

Disclaimer: આ આર્ટિકલ Financial Express પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો

Web Title: Income tax return filing ay 2023 24 itr 1 itr 4 cbdt

Best of Express