31 માર્ચ પહેલા ભૂલ્યા વગર પતાવી લો ઇન્કમ ટેક્સ સંબંધિત આ 5 કામકાજ, નહીંતર ચૂકવવો પડશે દંડ

ITR PAN- Aadhaar link : 31 માર્ચ સમાપ્ત થાય તેની પહેલા તમે ઇન્કમ ટેક્સ, પાન-આધાર લિંક સહિત આવકવેરા સંબંધિત મહત્વપૂર્ણ 5 કામગીરી ભૂલ્યા વગર પતાવી લેજો, નહીંતર ત્યારબાદ મુશ્કેલીમાં મુકાશો.

ITR PAN- Aadhaar link : 31 માર્ચ સમાપ્ત થાય તેની પહેલા તમે ઇન્કમ ટેક્સ, પાન-આધાર લિંક સહિત આવકવેરા સંબંધિત મહત્વપૂર્ણ 5 કામગીરી ભૂલ્યા વગર પતાવી લેજો, નહીંતર ત્યારબાદ મુશ્કેલીમાં મુકાશો.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Income tax return

31 માર્ચ, 2023 પહેલા ઇન્કમ ટેક્સ સંબંધિત 5 મહત્વપૂર્ણ કામકાજ ભુલ્યા વગર પતાવી લો.

નાણાકીય વર્ષ 2022-23 સમાપ્ત થવામાં લગભગ એક સપ્તાહ બાકી છે. જો તમે હજુ સુધી ટેક્સ અને રોકાણ સંબંધિત કેટલાક મહત્વપૂર્ણ કામકાજ પતાવ્યું નથી, તો છેલ્લી તારીખે ભાગદોડ અને દંડથી બચવા માટે તેને બને તેટલા વહેલા પતાવી લો. નવું નાણાકીય વર્ષ (2023-24) 1 એપ્રિલ 2023થી શરૂ થશે. પરંતુ કેટલાક કામકાજ એવા છે જે નાણાકીય વર્ષ 2022-23 સમાપ્ત થાય તેની પહેલા જ પુરા કરવા જરૂરી છે. મોટાભાગના કરદાતાઓ સામાન્ય રીતે ટેક્સ સંબંધિત તમામ કામગીરી પતાવી દેતા હોય છે, તેમજ છતાં લોકો સમયના અભાવે અને આળસના લીધે સમયસર કામગીરી પુરી કરતા નથી. અમે તમને ટેક્સ સંબંધિત મહત્વપૂર્ણ 5 કામકાજ વિશે વિશે જણાવી રહ્યા છીએ જે 31 માર્ચ પહેલા પતાવી દેવા જરૂર છે.

Advertisment

વીમા પોલિસીનe ઉંચા પ્રીમિયમ પર કર મુક્તિ મેળવો

જો તમે 5 લાખ રૂપિયાથી વધારે વાર્ષિક પ્રીમિયમવાળી વીમા પૉલિસી લીધી હોય, તો તમને 1 એપ્રિલ પછી પાકતી રકમ પર કોઈ ટેક્સ રિબેટ મળશે નહીં. બજેટ 2023માં કરવામાં આવેલી જાહેરાત અનુસાર, હવેથી 5 લાખ રૂપિયાથી વધારે વાર્ષિક પ્રીમિયમ વાળી ઇન્સ્યોરન્સ પોલિસીને નવા નાણાકીય વર્ષમાં કરપાત્ર માનવામાં આવશે. પરંતુ જો 31 માર્ચ 2023 સુધી સંપૂર્ણ પ્રીમિયમ ચૂકવીને તમે ટેક્સની બચત કરી શકો છો. અલબત્ત, આ નિયમ યુનિટ લિંક્ડ ઇન્સ્યોરન્સ પોલિસીમાં લાગુ થશે નહીં.

ફોર્મ- 12BB જમા કરવો

જો તમે પગારદાર કર્મચારી છો, તો તમારે નાણાંકીય વર્ષ 2022-23 માટે તમારી કંપની પાસે ફોર્મ - 12BB જમા કરાવવું પડશે. આમ કરવાથી તમે રોકાણ અને ખર્ચ પર ટેક્સ ક્લેમ કરી શકો છો. ફોર્મ- 12BB માં તમે તમારા હોમ રેન્ટ એલાઉન્સ, લોંગ ટર્મ કેપિટલ, હોમ લોનના વ્યાજની ચૂકવણી વગેરે જેવી જાણકારી આપવાની હોય છે.

પાન - આધાર કાર્ક લિંક (PAN - Aadhaar card link)

PAN કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ પણ 31 માર્ચ છે. દેશમાં હજી પણ લગભગ 20 ટકા PAN કાર્ડ ધારકોએ તેમના આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરાવ્યા નથી. જો તમે હજુ સુધી PAN - આધારને લિંક કર્યા નથી, તો તમે 1000 રૂપિયા ફી ચૂકવીને 31 માર્ચ, 2023 સુધીમાં પાન-આધાર કાર્ડને લિંક કરી શકો છો. જો તમે પાન - આધાર કાર્ડને લિંક નહીં કરાવો તો 1 એપ્રિલથી તમારું PAN અમાન્ય થઈ જશે.

Advertisment

એડવાન્સ ટેક્સની ચૂકવણી

જે કરદાતાઓ TDS/TCS અને MAT ડિડક્ટ કર્યા બાદ 10,000 રૂપિયાથી વધારે કરવેરો ચૂકવે છે, તેમને ચાર હપ્તામાં એડવાન્સ ટેક્સ ચૂકવવો જરૂરી છે. કરદાતાઓએ 15 માર્ચ, 2023 સુધીમાં 2022-23 માટે એડવાન્સ ટેક્સ ચૂકવવો જરૂરી હતો. જો તમે 15 માર્ચ સુધીમાં એડવાન્સ ટેક્સ નથી ભર્યો તો 31 માર્ચ સુધીમાં ટેક્સ પેમેન્ટ કરી દો. આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર એડવાન્સ ટેક્સ ન ભરવા પર તોતિંગ વ્યાજ ચૂકવવું પડી શકે છે.

ટેક્સ સેવિંગ ઇન્વેસ્ટમેન્ટ કરવાની છેલ્લી તક

જો તમે નાણાકીય વર્ષ 2022-23 માટે ટેક્સ બચાવવા માંગો છો, તો રોકાણ કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ છે. તમે આવકવેરા કાયદાની કલમ 80C અને 80D હેઠળ કરકપાતનો લાભ આપતી સેવિંગ્સ સ્કીમમાં રોકાણકરીને 1.5 લાખ રૂપિયા સુધીની કરકપાતનો લાભ ઉઠાવી શકો છો.

આ પણ વાંચોઃ રેન્ટ નાઉ પે લેટર : ભાડાના મકાનમાં રહેતા લોકો માટે ખાસ ઓફર, EMIમાં ભાડુ ચૂકવવાની પણ સુવિધા મળશે

અપડેટેડ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરો

આકારણી વર્ષ 2020-21ની માટે અપડેટેડ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ, 2023 છે. ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની આ છેલ્લી તક છે. જો તમારે વધારે ટેક્સ ચૂકવવાથી બચવું છે તો વર્ષ 2021-22 અને 2022-23ની માટે અપડેટેડ ITRને 31 માર્ચ 2023 સુધી પણ ફાઇલ કરી શકો છો.

ટ્રેન્ડિંગ ન્યૂઝ બિઝનેસ Investment શેર બજાર