/indian-express-gujarati/media/media_files/2026/03/06/petrol-diesel-price-2026-03-06-16-33-04.jpg)
Petrol Diesel Price : પેટ્રોલ ડીઝલના ભાવ. Photograph: (Freepik)
Israel Iran War: ઈઝરાયલ ઈરાન યુદ્ધથી ક્રૂડ ઓઇલના ભાવ ભડકે બળ્યા બાદ ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધવાની દહેશત હતી. જો કે હાલ ભારત માટે રાહતના સમાચાર આવૃયા છે. મિડલ ઇસ્ટ ક્રાઇસિસ વચ્ચે ભારતે તેનો ઉર્જા પુરવઠો સુરક્ષિત કરવા માટે એક મોટું પગલું ભર્યું છે. અમેરિકા તરફથી 30 દિવસની ખાસ છુટછાટ મળ્યા બાદ ભારતીય રિફાઇનરોએ દરિયામાં ફસાયેલા લગભગ 15 મિલિયન બેરલ રશિયન ક્રૂડ ઓઇલની ખરીદી ફરી શરૂ કરી છે.
મધ્ય પૂર્વમાં ઓઇલની સપ્લાયમાં વિક્ષેપ પડ્યા બાદ ભારતીય રિફાઇનરીઓ આ પગલું ભર્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે ભારતને દરિયામાં ફસાયેલા રશિયન ઓઈલ કાર્ગો ખરીદવાની મંજૂરી આપવા માટે 30 દિવસનું લાઇસન્સ જારી કર્યા પછી, રિફાઇનરીઓએ તેમની ખરીદી વધારી દીધી છે.
રશિયન તેલના ટોચના ખરીદદારોમાંના એક ભારતે અમેરિકાના દબાણને પગલે રશિયન ઓઈલની ખરીદીમાં ઘટાડો કર્યો હતો. રશિયન ક્રૂડ ઓઇલની ભારતની આયાત ફેબ્રુઆરીમાં ઘટીને 10.4 લાખ બેરલ પ્રતિ દિવસ થઈ ગઈ છે, જે નવેમ્બર 2022 પછી સૌથી નીચી સપાટી છે.
અમેરિકા એ ભારતીય માલસામાન પરના ટેરિફમાં ઘટાડાને ભારત દ્વારા રશિયન ક્રૂડ ઓઇલની ખરીદી ઘટાડવા સાથે જોડ્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે આ કારણે રશિયન ઓઇલના ઘણા જહાજો દરિયામાં ફસાઈ ગયા હતા. પશ્ચિમ એશિયામાં સપ્લાય વિક્ષેપ વચ્ચે ભારત હવે તેની ખરીદીને સમાયોજિત કરી રહ્યું છે. સ્થાનિક સ્તરે ઇંધણના અવિરત પુરવઠાની ખાતરી કરવા માટે ભારતીય રિફાઇનરીઓ હવે દરિયામાં રશિયન કાર્ગો અને અન્ય સ્ત્રોતોમાંથી ખરીદીને સંતુલિત કરી રહી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં રશિયન તેલના એક ડઝનથી વધુ ટેન્કર હાજર છે. આ સિવાય સિંગાપોર નજીક અન્ય આઠ જહાજો તૈનાત છે જે થોડા દિવસોમાં ભારત પહોંચી શકે છે. કોમોડિટી ટ્રેડિંગ એનાલિસ્ટ કેપ્લરના સુમિત રિટોલિયાએ જણાવ્યું હતું કે, આ છૂટછાટ પછી રિફાઇનરીઓ ઝડપથી ખરીદી શરૂ કરી શકે છે, જેના કારણે નજીકના ભવિષ્યમાં રશિયન તેલની આયાત દરરોજ 16 થી 20 લાખ બેરલ સુધી પહોંચી શકે છે.
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/03/02/crude-oil-price-2026-03-02-10-29-01.jpg)
અમેરિકાના નાણામંત્રી સ્કોટ બેસેન્ટે ગુરુવારે આ જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે આ નિર્ણય સભાન હતો અને તેનો હેતુ ફક્ત દરિયામાં પહેલેથી જ ફસાયેલા ક્રૂડ ઓઇલના વેપારને અધિકૃત કરવાનો હતો જે રશિયન સરકારને કોઈ મોટો નાણાકીય લાભ આપશે નહીં.
ભારત પાસે 25 દિવસ ચાલે એટલો ક્રૂડ ઓઇલનો જથ્થો
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતની ઉર્જા સુરક્ષાને લઈ સરકારે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત પાસે હાલમાં 25 દિવસનો કાચા તેલ (ક્રૂડ ઓયલ)નો ભંડાર છે. આ સિવાય 25 દિવસનો પેટ્રોલ અને ડીઝલનો સ્ટોક ઉપલબ્ધ છે. કૂલ મળીને દેશમાં લગભગ 8 અઠવાડિયાનો કાચા તેલ અને પેટ્રોલિયમ ઉત્પાદનનો ભંડાર છે. વધુ વાંચવા અહીં ક્લિક કરો.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us