મધ્ય પૂર્વના તણાવ વચ્ચે ભારત પાસે 8 અઠવાડિયાનો તેલ ભંડાર, ઊર્જા સુરક્ષા મજબૂત

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતની ઉર્જા સુરક્ષાને લઈ સરકારે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત પાસે હાલમાં 25 દિવસનો કાચા તેલ (ક્રૂડ ઓયલ)નો ભંડાર છે.

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતની ઉર્જા સુરક્ષાને લઈ સરકારે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત પાસે હાલમાં 25 દિવસનો કાચા તેલ (ક્રૂડ ઓયલ)નો ભંડાર છે.

author-image
Rakesh Parmar
New Update
India oil reserves

ભારત પાસે હાલમાં 25 દિવસનો કાચા તેલ (ક્રૂડ ઓયલ)નો ભંડાર છે. Photograph: (પ્રતિકાત્મક તસવીર - જનસત્તા)

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતની ઉર્જા સુરક્ષાને લઈ સરકારે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત પાસે હાલમાં 25 દિવસનો કાચા તેલ (ક્રૂડ ઓયલ)નો ભંડાર છે. આ સિવાય 25 દિવસનો પેટ્રોલ અને ડીઝલનો સ્ટોક ઉપલબ્ધ છે. કૂલ મળીને દેશમાં લગભગ 8 અઠવાડિયાનો કાચા તેલ અને પેટ્રોલિયમ ઉત્પાદનનો ભંડાર છે.

Advertisment

સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતના કાચા તેલનો માત્ર 40 ટકા હિસ્સો હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા આવે છે. બાકીના 60 ટકા અન્ય સ્ત્રોતોમાંથી આયાત કરવામાં આવે છે. આ કોઈપણ એક માર્ગને પુરવઠા પર સંપૂર્ણપણે પ્રભુત્વ મેળવવાથી અટકાવે છે. ભારત તેના અગાઉના કરારો મુજબ રશિયા પાસેથી કાચા તેલની આયાત કરવાનું ચાલુ રાખી રહ્યું છે. સરકારે એમ પણ જણાવ્યું છે કે દેશ LPG અને LNGના સંદર્ભમાં આરામદાયક સ્થિતિમાં છે. સરકાર મધ્ય પૂર્વમાં બદલાતી પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે અને જરૂર પડ્યે જરૂરી પગલાં લેશે.

પીએમ મોદીએ ઓમાનના સુલતાન અને કુવૈતના શેખ સાથે વાત કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ઓમાનના સુલતાન હૈથમ બિન તારિક અને કુવૈતના ક્રાઉન પ્રિન્સ શેખ સબાહ અલ-ખાલિદ અલ-હમદ અલ-મુબારક અલ-સબાહ સાથે વાત કરી અને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે તેમના દેશો પર થયેલા હુમલાઓ અંગે ચિંતા વ્યક્ત કરી. અધિકારીઓએ આ જાણકારી આપી હતી. ટેલિફોન પર થયેલી વાતચીત દરમિયાન, પ્રધાનમંત્રી મોદીએ ત્યાં રહેતા ભારતીય સમુદાયના કલ્યાણ અને સલામતી અંગે પણ ચર્ચા કરી.

એક અધિકારીએ જણાવ્યું કે, "વડાપ્રધાનએ મંગળવારે બપોરે ગલ્ફ ક્ષેત્રના બે મહત્વપૂર્ણ નેતાઓ સાથે વાત કરી હતી. તેમણે ઓમાનના સુલતાન હૈથમ બિન તારિક અને કુવૈતના ક્રાઉન પ્રિન્સ શેખ સબાહ અલ-ખાલિદ અલ-હમદ અલ-મુબારક અલ-સબાહ સાથે ફોન પર વાત કરી હતી." બંને નેતાઓ સાથેની વાતચીત દરમિયાન પીએમ મોદીએ તેમના દેશોમાં થયેલા હુમલાઓ અંગે ચિંતા વ્યક્ત કરી અને ત્યાં રહેતા ભારતીય સમુદાયના કલ્યાણ અને સલામતી અંગે ચર્ચા કરી. આ ફોન વાતચીત અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાન સામે શરૂ કરાયેલા સંયુક્ત હુમલા પછી થઈ હતી.

Advertisment
પેટ્રોલ india ઈરાન ઈઝરાયલ યુદ્ધ