26 જાન્યુઆરી પછી ભારત-યુરોપ ટ્રેડ ડીલ થઇ શકે છે ફાઇનલ, રિપોર્ટમાં ખુલાસો

India-EU FTA : ભારત-યુરોપિયન યુનિયન ટ્રેડ ડીલને આવતા સપ્તાહ સુધીમાં અંતિમ સ્વરૂપ આપવામાં આવી શકે છે. આનાથી યુરોપિયન કાર અને વાઇન પર ઓછા ટેરિફ અને ભારતીય ઇલેક્ટ્રોનિક્સ, કાપડ અને કેમિકલ્સ માટે એક મોટા માર્કેટનો માર્ગ મોકળો થશે

India-EU FTA : ભારત-યુરોપિયન યુનિયન ટ્રેડ ડીલને આવતા સપ્તાહ સુધીમાં અંતિમ સ્વરૂપ આપવામાં આવી શકે છે. આનાથી યુરોપિયન કાર અને વાઇન પર ઓછા ટેરિફ અને ભારતીય ઇલેક્ટ્રોનિક્સ, કાપડ અને કેમિકલ્સ માટે એક મોટા માર્કેટનો માર્ગ મોકળો થશે

author-image
Ashish Goyal
New Update
India-EU FTA

India-EU FTA : ભારત-યુરોપિયન યુનિયન ટ્રેડ ડીલને આવતા સપ્તાહ સુધીમાં અંતિમ સ્વરૂપ આપવામાં આવી શકે છે Photograph: (Financialexpress)

India-EU FTA : ભારત-યુરોપિયન યુનિયન ટ્રેડ ડીલને આવતા સપ્તાહ સુધીમાં અંતિમ સ્વરૂપ આપવામાં આવી શકે છે. આનાથી યુરોપિયન કાર અને વાઇન પર ઓછા ટેરિફ અને ભારતીય ઇલેક્ટ્રોનિક્સ, કાપડ અને કેમિકલ્સ માટે એક મોટા માર્કેટનો માર્ગ મોકળો થશે. આ મુક્ત વેપાર કરારથી દ્વિપક્ષીય વેપારમાં નોંધપાત્ર વધારો થશે અને યુએસ ટેરિફથી અસરગ્રસ્ત ભારતીય નિકાસને વેગ મળશે.

Advertisment

રોઇટર્સના એક અહેવાલમાં સરકારી સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે બંને દેશો મંગળવારે લાંબી વાતચીતના અંતની જાહેરાત કરી શકે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન સાથેની બેઠક પછી આ જાહેરાત કરવામાં આવી છે. ત્રણેય નેતાઓ 25 થી 28 જાન્યુઆરી દરમિયાન પોતાની ભારતની મુલાકાત દરમિયાન ભારત-યુરોપિયન યુનિયન સમિટની સહ-અધ્યક્ષતા કરશે.

આગળ શું?

વાટાઘાટો પૂર્ણ થયા પછી વેપાર કરારને ઔપચારિક બનાવવામાં આવશે ત્યારબાદ તેને યુરોપિયન સંસદ દ્વારા તેની પૃષ્ટી કરવામાં આવશે. કરાર અમલમાં આવવામાં આ પ્રક્રિયામાં ઓછામાં ઓછું એક વર્ષનો સમય લાગે તેવી સંભાવના છે. નવ વર્ષના ગાળા પછી 2022 માં વાતચીત ફરી શરૂ થઈ હતી અને વધતા વેપાર તણાવ વચ્ચે ગયા વર્ષે વેગ પકડ્યો હતો.

વોન ડેર લેયેને દાવોસમાં ચાલી રહેલા વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દરમિયાન પ્રગતિનો સંકેત આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે યુરોપિયન યુનિયન અંતિમ કરારની નજીક છે. તેમણે એ પણ સ્વીકાર્યું કે હજી વધુ કામ કરવાનું બાકી છે. આ અઠવાડિયાની શરૂઆતમાં યુરોપિયન યુનિયનના સાંસદોએ યુરોપિયન યુનિયન-દક્ષિણ અમેરિકા પેક્ટને બ્લોકના ટોપ કોર્ટમાં પડકારવા માટે મત આપ્યો હતો, જે બતાવે છે કે સંસદીય અવરોધો કેવી રીતે વિલંબ કરી શકે છે અથવા બહાલી આપવાનું મુશ્કેલ બનાવી શકે છે.

Advertisment

આ પણ વાંચો - ડોનાલ્ડ ટ્રમ્પે બોર્ડ ઓફ પીસ લોન્ચ કર્યું, પાકિસ્તાન-સાઉદી સહિત ઘણા દેશો તેમાં સામેલ થયા

ઇન્વેસ્ટમેન્ટ પ્રોટેક્શન અને જ્યોગ્રાફિકલ ઇંડિકેશન્સ (જીઆઇ) પર અલગથી વાતચીત કરવામાં આવી રહી છે, જે એફટીએનું ફોક્સ માલ, સેવાઓ અને વેપાર નિયમો સુધી મર્યાદિત કરે છે.

ચાર વર્ષમાં નવ ટ્રેડ એગ્રિમેન્ટ

નવી દિલ્હીએ બજારની પહોંચ સુરક્ષિત કરવા માટે સખત પ્રયાસ કર્યો છે કારણ કે હાલના વર્ષોમાં વૈશ્વિક વેપાર વધુ સંરક્ષણવાદી બની રહ્યો છે.  ભારત-યુકે મુક્ત વેપાર કરારને ગયા વર્ષે જુલાઈમાં અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું અને લગભગ 99% ભારતીય માલ પરના ટેરિફને દૂર કરવામાં આવ્યો હતો.

નવી દિલ્હીએ ગયા મહિને ઓમાન સાથે એક મોટી આર્થિક ભાગીદારી કરાર પર પણ હસ્તાક્ષર કર્યા હતા. આનાથી કાપડ અને રત્નો જેવી ભારતીય નિકાસના 98% ને ડ્યુટી ફ્રી ઍક્સેસ મળી છે. તે 2026ની શરૂઆતમાં અમલમાં આવવાની ધારણા છે.

દેશ બિઝનેસ