સોનાના ભાવ સતત ઐતિહાસિક ઉંચી સપાટીએ પહોંચતા તેની માંગમાં મોટો ઘટાડો નોંધાયો છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC)ના રિપોર્ટ અનુસાર ભારતમાં જાન્યુઆરીથી માર્ચ 2023ના ત્રિમાસિક દરમિયાન સોનાની માંગ 17 ટકા વધીને 112.5 ટન થઇ છે. સોનાની માંગ ઘટવાનું મુખ્ય કારણ રેકોર્ડ ઉંચા ભાવ છે. નોંધનિય છે કે, વર્ષ 2022ના માર્ચ ક્વાર્ટર દરમિયાન ભારતમા સોનાની માંગ 135.5 લાખ ટન રહી હતી.
સોનાના દાગીનાની માંગ ઘટી
સોનાના ભાવ સતત ઐતિહાસિક ઉંચાઇએ પહોંચતા લોકો સામે પીળી કિંમતી ધાતુની ખરીદી મુશ્કેલ બની રહી છે અને તેની સીધી અસર દાગીનાના વેચાણ પર થઇ રહી છે. જાન્યુઆરી માર્ચ ત્રિમાસિક દરમિયાન ભારતમાં સોનાના દાગીનાની માંગ ઘટીને 78 ટન રહી છે, જે છેલ્લા 6 વર્ષમાં સૌથી ઓછી સોનાની માંગ. છે. ઉલ્લેખનિય છે કે, વર્ષ 2022ના માર્ચ ક્વાર્ટરમાં 94.2 લાખ ટનના સોનાના દાગીના વેચાયા હતા.
ભારતીયોએ માર્ચ ક્વાર્ટર દરમિયાન છ વર્ષમાં સૌથી ઓછું સોનું ખરીદ્યું
વર્ષ 2023ના જાન્યુઆરીથી માર્ચ ક્વાર્ટર દરમિયાન ભારતીયો દ્વારા કુલ 56,220 કરોડ રૂપિયાનું સોનું ખરીદવામાં આવ્યું છે, જો કે આ ખરીદી વાર્ષિક તુલનાએ 9 ટકા ઘટી છે. વર્ષ 2022ના સમાન ત્રિમાસિકમાં ભારતીયોએ 61540 કરોડ રૂપિયાનું સોનું ખરીદ્યું હતુ. સોનાના ભાવ ઉંચાઇએ પહોંચવા છતાં પીળી કિંમતી ધાતુનું કુલ ખરીદ મૂલ્ય ઘટ્યું છે કારણ ભારતમાં સોનાની કુલ માંગમાં 17 ટકાનો ઘટાડો નોંધાયો છે.

જો સોનાની દાગીનાની વાત કરીયે તો ભારતીયોએ માર્ચ ક્વાર્ટરમાં 39000 કરોડ રૂપિયાના દાગીના ખરીદ્યા છે, જ્યારે વર્ષ પૂર્વેના સમાન ત્રિમાસિકમાં 42800 કરોડ રૂપિયાની મૂલ્યના દાગીના ખરીદવામાં આવ્યા હતા.
WGCના ભારતના રિજનલ સીઈઓ સોમસુંદરમ પીઆર એ જણાવ્યું કે, ” વર્ષ 2010થી અત્યાર સુધીમાં મહામારીના વર્ષોને બાદ કરતા આ ચોથી વખત છે જ્યારે પ્રથમ ક્વાર્ટરમાં સોનાના દાગીનાની માંગ 100 ટનથી ઓછી રહી છે.”
આ પણ વાંચોઃ સોનું ઓલટાઇમ હાઇ, 10 ગ્રામનો ભાવ 63500 રૂપિયા થયો; ચાંદીમાં 1500નો ઉછાળો
સોનાના ભાવ 19 ટકા વધ્યા
તેમણે ઉમેર્યું કે, “વૈશ્વિક પરિબળો, મુખ્યત્વે યુએસ ફેડ રેટમાં વૃદ્ધિ , ડોલરના મૂલ્યમાં વધારો અને રૂપિયાના મૂલ્યમાં ધોવાણને કારણે સોનાના ભાવ મોટાભાગે પ્રતિ 10 ગ્રામ 60,000 રૂપિયાથી ઉપર રહ્યા હતા, જે ગયા વર્ષની સરખામણીમાં લગભગ 19 ટકા ઉંચા ભાવ હતા. વેપારીઓ જણાવે છે કે, લોકોએ સોનાની ખરીદી જૂના સોનાના રિસાયક્લિંગ અને ઓછા ગ્રામ કરી છે.”