scorecardresearch

રેલવે 120 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન બનાવવા નવી ફેક્ટરી સ્થાપશે, કેન્દ્રે 600 કરોડ મંજૂર કર્યા

Railways vande bharat trains: ભારતીય રેલવે આગામી ઓગસ્ટ 2023 સુધીમાં 120 અદ્યતન વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોનું ઉત્પાદન શરૂ કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે.

Vande Bharat Express trains
હાલ, દેશબરમાં વિવિધ રૂટો પર 14 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દોડી રહી છે.

ભારતીય રેલવે આગામી ઓગસ્ટ 2023 સુધીમાં 120 અદ્યતન વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોનું ઉત્પાદન શરૂ કરશે. આ નવી એડવાન્સ સેમી-હાઈ સ્પીડ ટ્રેન બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહ્યા છે. કેન્દ્ર સરકારે લાતુરમાં કોચ ફેક્ટરી સ્થાપવા અને વહેલી તકે કામગીરી શરૂ કરવા માટે 600 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.

120 અદ્યતન વંદે ભારત એક્સપ્રેસના કરારની વિગતો:-

તાજેતરમાં 120 એડવાન્સ ન્યુ એજની ટ્રેનો માટેના ટેન્ડરની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે અને ટૂંક સમયમાં કરારને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. રશિયા અને ઇન્ડિયન રેલ વિકાસ નિગમ લિમિટેડ (RVNL)ના કન્સોર્ટિયમ સાથે કરારની પ્રક્રિયા ચાલી રહી છે.

રવિવારે કેન્દ્રીય રેલ્વે રાજ્ય મંત્રી રાવસાહેબ દાનવેએ ફેક્ટરીનું નિરીક્ષણ કર્યું અને વરિષ્ઠ રેલ્વે અધિકારીઓ સાથે આ પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરી.

આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં 400 નવી બ્લુ અને વ્હાઇટ કલરની ટ્રેનો શરૂ કરવાની યોજના જાહેરાત કરી હતી. આ પ્રોજેક્ટને સફળ બનાવવા અને માંગને પહોંચી વળવા માટે રેલવે વિભાગે નાણાકીય વર્ષ 2023-24માં તેની ત્રણ ફેક્ટરીઓમાં આ નવી અતિ આધુનિક ટ્રેનનું નિર્માણ કરવાનું નક્કી કર્યું છે.

આ ટ્રેનો ચેન્નાઈ સ્થિત ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF), રાયબરેલી સ્થિત મોર્ડન કોચ ફેક્ટરી અને લાતુર સ્થિત રેલ કોચ ફેક્ટરીમાં બનશે. રેલવે મંત્રાલયે નાણાકીય વર્ષ 2023-24માં કુલ 67 ટ્રેનો અથવા 1,072 કોચ બનાવવાની યોજના બનાવી છે.

તાજેતરમાં રેલવે પરની સંસદીય સ્થાયી સમિતિએ વંદે ભારત એક્સપ્રેસના મેન્યુફેક્ચરિંગ અંગે ચિંતા વ્યક્ત કરી છે. સંસદના બંને ગૃહોમાં રજૂ કરાયેલા એક અહેવાલમાં સમિતિએ રેલવેના લક્ષ્યાંક અને રેલ મુસાફરોની આકાંક્ષાઓને પહોંચી વળવા ઉત્પાદન કાર્ય વધારવાની સલાહ આપી છે.

આ પણ વાંચો- વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સરેરાશ કેટલી સ્પીડમાં દોડે છે? દરેક રૂટ પર સ્પીડ અલગ-અલગ કેમ? RTIમાં થયો ખુલાસો

હાલ કેટલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દોડે છે?

હાલ દેશભરમાં કુલ 14 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો વિવિધ રૂટ પર દોડી રહી છે જેમાં – નવી દિલ્હી વારાણસી, નવી દિલ્હી શ્રી વૈષ્ણો દેવી માતા કટરા, ગાંધીનગર અમદાવાદ – મુંબઈ સેન્ટ્રલ, અંબ અંદૌરા – નવી દિલ્હી, મૈસુર – પુરાતચી થલાઈવર ડો. એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ, નાગપુર – બિલાસપુર, હાવડા – ન્યુ જલપાઈગુડી, સિકંદરાબાદ – વિશાખાપટ્ટનમ, મુંબઈ – સાંઈનગર શિરડી, મુંબઈ – સોલાપુર, હઝરત નિઝામુદ્દીન – રાણી કમલાપતિ, સિકંદરાબાદ-તિરુપતિ, ચેન્નાઈ-કોઈમ્બતુર અને અજમેર-દિલ્હી કેન્ટ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દોડી રહી છે.

Disclaimer :- આ આર્ટિકલ Financial Express પરથી અનુવાદિત છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.

Web Title: Indian railways 120 vande bharat express production latur rail coach factory

Best of Express