ધાંસુ ગેમિંગ ફીચર્સ સાથે પાવરફુલ 5G સ્માર્ટફોન ભારતમાં લોન્ચ, મજબૂત ડિસ્પ્લે અને 6500mAh બેટરી

Infinix NOTE Edge 5G Specification And Features : ઇન્ફિનિક્સ નોટ એજ 5જી સ્માર્ટફોન ભારતમાં 50એમપી કેમેરા, 6500mAh બેટરી, 3D કર્વ્ડ AMOLED સ્ક્રીન અને ગેમિંગ ફીચર્સ સેટ સાથે લોન્ચ થયો છે. આ મોબાઇલ ફોનની ખરીદી પર ₹ 2000નું ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે.

Infinix NOTE Edge 5G Specification And Features : ઇન્ફિનિક્સ નોટ એજ 5જી સ્માર્ટફોન ભારતમાં 50એમપી કેમેરા, 6500mAh બેટરી, 3D કર્વ્ડ AMOLED સ્ક્રીન અને ગેમિંગ ફીચર્સ સેટ સાથે લોન્ચ થયો છે. આ મોબાઇલ ફોનની ખરીદી પર ₹ 2000નું ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે.

author-image
Ajay Saroya
New Update
Infinix NOTE Edge 5G Launch

Infinix NOTE Edge 5G Launch Price : ઇન્ફિનિક્સ નોટ એજ 5જી સ્માર્ટફોન 6500mAh બેટરી અને ગેમિંગ ફીચર્સ સાથે લોન્ચ થયો છે. Photograph: (Infinix)

Infinix NOTE Edge 5G Launch In India : ઇન્ફિનિક્સ કંપનીએ ભારતમાં લેસેટ્સટ Edge સિરીઝીનો સ્માર્ટફોન ઇન્ફિનિક્સ નોટ એજ 5જી લોન્ચ કર્યો છે. Infinix NOTE Edge 5G ફોનમાં અલ્ટ્રા સ્લિમ ચેસિસમાં પાવરફુલ બેટરી અને શાનદાર ડિસ્પ્લે ટેકનોલોજી આપી છે. સાથે જ આ સ્માર્ટફોનમાં MediaTek Dimensity 7100 ચિપસેટ મળે છે, જે ભારતનો પ્રથમ સ્માર્ટફોન છે, જેમા ખાસ પ્રોસેસરનો ઉપયોગ કરાયો છે અને તેનો AnTuTu બેન્ચમાર્ક સ્કોર પર 7,50,000 થી વધુ છે.

Advertisment

ગેમ કરવા માટે ખાસ ફીચર્સ

ઇન્ફિનિક્સ નોટ એજ 5જી ફોન ગેમ કરવા માટે 90FPS સુધી સપોર્ટ કરે છે. તેમા AI Powers Your Play નામનું એક AI ડ્રિ્વન ગેમિંગ ફીચર્સ સેટ આવે છે. જેનાથી પર્ફોર્મન્સ મોડ, મેજિક વોઇસ ચેન્જર, નેટવર્ક એન્હાસમેન્ટ અને બાઇપાસ ચાર્જિંગ જેવા ખાસ ફીચર્સ મળે છે. 

Infinix NOTE Edge 5G ફીચર્સ

ઇન્ફિનિક્સ નોટ એજ 5જી સ્માર્ટફોનના ફ્રન્ટમાં 6.78 ઇંચની 1.5K રિઝોલ્યુશન ધરાવતું 3D કર્વ્ડ ડિસ્પ્લે મળે છે. ફોન 4500 નિટ્સ સુધી પીક બ્રાઇટનેસ અને 1.87mm નો અલ્ટ્રા નેરો સિમેટ્રિકલ બેઝેલ્સ સાથે આવે છે. ડ્યુરેબિલિટી માટે ફોનમાં કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 7i પ્રોટેક્શન તેમજ ડસ્ટ અને વોટર પ્રુફ ક્ષમતા માટે IP65 રેટિંગ મળ્યું છે. ઓડિયો માટે ફોનમા JBL દ્વારા ટ્યૂન કરાયેલા ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર આવે છે.

લેટેસ્ટ ઇન્ફિનિક્સ ફોનને પાવર આપવા માટે 2.4GHz સુધી ઓક્ટા કોર મીડિયાટેક ડાયમેન્શન 7100 6nm પ્રોસેસર, Mali G610 GPU સાથે રજૂ કરાયો છે. આ સાથે જ ફોનમાં 6GB / 8GB LPDDR5X RAM અને 128GB / 256GB UFS 2.2 સ્ટોરેજ વિકલ્પ મળે છે. આ ડિવાઇસ એન્ડ્રોઇટ 16 XOS 16 સાથે આવે છે.

Advertisment

Infinix NOTE Edge 5G કેમેરા

કેમેરાની વાત કરીયે તો આ સ્માર્ટફોનમાં 50MP રિયર કેમેરા f/1.8 અપર્ચર, LED ફ્લેશ, 2K 30fps વીડિયો રેકોર્ડિંગ સપોર્ટ મળે છે. જ્યારે ડિવાઇસમાં 13MP નો ફ્રન્ટ કેમેરા f/2.2 અપર્ચર, 2K 30fps વીડિયો રેકોર્ડિંગ સપોર્ટ મળે છે. ઉપરાંત આ મોબાઇલમાં ઇન ડિસ્પ્લે ફિગરપ્રિન્ટ સેન્સર, IR સેન્સર પણ મળે છે. સાથે જ ફોનમાં 6500mAh બેટરી, 45W ફાસ્ટ ચાર્જિંગ અને 10W રિવર્સ ચાર્જિંગ સપોર્ટ પણ કરે છે.

આ પણ વાંચો | 8000થી ઓછી કિંમતનો શાનદાર સ્માર્ટફોન લોન્ચ, 5000mAh બેટરી અને 8GB RAM

Infinix NOTE Edge 5G કિંમત

કિંમત વિશે વાત કરીયે તો Infinix NOTE Edge 5G સ્માર્ટફોનના 6GB + 128GB વેરિયન્ટની કિંમત 21,999 રૂપિયાથી શરૂ થાય છે. તો 8GB + 128GB વેરિયન્ટની કિંમત 23,999 રૂપિયા અને 8GB + 256GB મોડલરની કિંમત 25,999 રૂપિયા છે. આ ફોનનું વેચાણ 25 ફેબ્રુઆરીથી શરૂ થશે. આ ફોન ખાસ લોન્ચ ઓફર્સ હેઠળ બેંક કાર્ડ પર 2000 રૂપિયાના ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાય છે અને એક્સચેન્જ પર વધારાનું 2000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળે છે, તેનાથી અસરકારક ખરીદ કિંમત 19999 રૂપિયા થશે.

સ્માર્ટફોન 5G ટેકનોલોજી બિઝનેસ