iPhone ખરીદવાનો ચાન્સ! iPhone 16e અને iPhone 15 પર મોટું ડિસ્કાઉન્ટ, કિંમત જાણીને તમને પણ નહીં થાય વિશ્વાસ

Best iphone deals: દિવાળીને હવે થોડા દિવસો બાકી રહ્યા છે. એમેઝોન, ફ્લિપકાર્ટ, વિજય સેલ્સ અને ક્રોમા જેવા ઈ-કોમર્સ પ્લેટફોર્મ તહેવારોની મોસમ દરમિયાન વિવિધ iPhone મોડેલો પર નોંધપાત્ર ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે.

Written by Rakesh Parmar
October 14, 2025 18:01 IST
iPhone ખરીદવાનો ચાન્સ! iPhone 16e અને iPhone 15 પર મોટું ડિસ્કાઉન્ટ, કિંમત જાણીને તમને પણ નહીં થાય વિશ્વાસ
iPhone 15 આ યાદીમાં સૌથી સસ્તો iPhone છે. (તસવીર: સોશિયલ મીડિયા)

દિવાળીને હવે થોડા દિવસો બાકી રહ્યા છે. એમેઝોન, ફ્લિપકાર્ટ, વિજય સેલ્સ અને ક્રોમા જેવા ઈ-કોમર્સ પ્લેટફોર્મ તહેવારોની મોસમ દરમિયાન વિવિધ iPhone મોડેલો પર નોંધપાત્ર ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે. ગયા મહિને સપ્ટેમ્બર 2025 માં લોન્ચ થયેલ iPhone 17 સિરીઝ હજુ પણ રિટેલ ભાવે વેચાઈ રહી છે, પરંતુ ઘણા જૂના iPhone વેરિઅન્ટ્સની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તહેવારની ઓફરમાં સૌથી સસ્તો iPhone ₹47,499 માં ઉપલબ્ધ છે. જો તમે iPhone ખરીદવાનું વિચારી રહ્યા છો, તો કેટલાક નવા અને જૂના Apple સ્માર્ટફોન પર ઉપલબ્ધ ડીલ્સ વિશે જાણો…

iPhone 15

iPhone 15 આ યાદીમાં સૌથી સસ્તો iPhone છે. 2023 માં લોન્ચ થયેલો હેન્ડસેટ હવે ₹47,999 માં ઉપલબ્ધ છે. આ iPhone માં Apple નો ઇન-હાઉસ A16 બાયોનિક ચિપસેટ છે. iPhone 15 માં સિરામિક શીલ્ડ ગ્લાસ સાથે 6.1-ઇંચ સુપર રેટિના XDR OLED સ્ક્રીન છે.

iPhone iOS 17 સાથે લોન્ચ થયેલો પરંતુ હવે તેને iOS 26 લિક્વિડ ગ્લાસ અપડેટ પ્રાપ્ત થયું છે. ડિવાઈસમાં પાછળના ભાગમાં વર્ટિકલી ડિઝાઇન કરેલ કેમેરા આઇલેન્ડ છે. આ iPhone માં 48MP નો પ્રાઇમરી રીઅર કેમેરા અને 12-મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ સેન્સર છે.

તમને જણાવી દઈએ કે iPhone 15 અને iPhone 16 વચ્ચે બહુ ફરક નથી. iPhone 16 માં વધુ પાવર ધરાવતું પ્રોસેસર, થોડી મોટી બેટરી અને કેપેસિટીવ કેમેરા કંટ્રોલ ફીચર્સ છે. જોકે કિંમતની સરખામણી કરતી વખતે iPhone 15 ખરીદવું વધુ અર્થપૂર્ણ છે. iPhone 15 નું બેઝ વેરિઅન્ટ 128GB ઇનબિલ્ટ સ્ટોરેજ સાથે આવે છે અને હાલમાં Amazon પર ₹47,499 માં ઉપલબ્ધ છે. પસંદગીના બેંક ઑફર્સ સાથે તમે ફોનને તેનાથી પણ ઓછી કિંમતે મેળવી શકો છો.

iPhone 16e

આ વર્ષની શરૂઆતમાં લોન્ચ થયેલ iPhone 16e હાલમાં ₹49,990 ની ડિસ્કાઉન્ટ કિંમતે ખરીદી માટે ઉપલબ્ધ છે. જો તમે સસ્તો અને કોમ્પેક્ટ ફોન શોધી રહ્યા છો તો આ સિંગલ-કેમેરા હેન્ડસેટ એક સારો વિકલ્પ હોઈ શકે છે.

આ પણ વાંચો: WhatsApp પર તમારી સ્ક્રીન કેવી રીતે શેર કરવી, દોસ્તેને બતાવો બધું LIVE, જોઈને થશે આશ્ચર્ય

માત્ર 167 ગ્રામ વજન ધરાવતા iPhone 16e માં 6.1-ઇંચની સુપર રેટિના XDR OLED સ્ક્રીન છે. ફોન iOS 18.3.1 પર ચાલે છે. આ હેન્ડસેટ Apple A18 ચિપસેટ દ્વારા સંચાલિત છે. આ ડિવાઇસમાં 48MP પ્રાઇમરી રીઅર કેમેરા અને 12MP સેલ્ફી સેન્સર છે. જો તમે નવો ફોન શોધી રહ્યા છો તો iPhone 16e એક સારો વિકલ્પ હોઈ શકે છે. આ ડિવાઇસ રિલાયન્સ ડિજિટલ પર ₹49,990 માં ખરીદી માટે ઉપલબ્ધ છે.

iPhone 16

જો તમે તમારા બજેટને થોડું વધારી શકો છો તો આ કિંમતે iPhone 16 એક સારો વિકલ્પ છે. એક વર્ષ પહેલા ₹79,990 માં લોન્ચ થયેલો આ Apple ફોન હાલમાં Invent Store પર કેશબેક પછી ₹60,900 માં વેચાઈ રહ્યો છે. iPhone 16 માં iPhone 16e જેવો જ A18 ચિપસેટ છે. આ ડિવાઈસમાં 48MP પ્રાઇમરી સેન્સર અને 12MP અલ્ટ્રાવાઇડ સેન્સર સાથે ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ