iPhone 17 ખરીદવાની અભૂતપૂર્વ તક, Republic Day Saleમાં ₹ 7000 થી વધુ બચત, જાણો ડિસ્કાઉન્ટ ઓફર

iPhone 17 Price In Flipkart Republic Day Sale 2026 : આઇફોન 17 ફ્લિપકાર્ટ રિપબ્લિક ડે સેલમાં 750000 રૂપિયાથી ઓછા ભાવે ઉપલબ્ધ થશે. જાણો બમ્પર ડિસ્કાઉન્ટ અને ડિલ ઓફર

iPhone 17 Price In Flipkart Republic Day Sale 2026 : આઇફોન 17 ફ્લિપકાર્ટ રિપબ્લિક ડે સેલમાં 750000 રૂપિયાથી ઓછા ભાવે ઉપલબ્ધ થશે. જાણો બમ્પર ડિસ્કાઉન્ટ અને ડિલ ઓફર

author-image
Ajay Saroya
New Update
iPhone 17 Pro Discount

iPhone 17 Pro Discount : આઈફોન 17 પ્રો ડિસ્કાઉન્ટ Photograph: (Express Photo)

Flipkart Republic Day Sale, iPhone 17 Discount Price : ફ્લિપકાર્ટ રિપબ્લિક ડે સેલ 2026 17 જાન્યુઆરીથી શરૂ થશે. આગામી વેચાણમાં, લેપટોપ, સ્માર્ટફોન, બ્લૂટૂથ સ્પીકર, ટ્રુ વાયરલેસ સ્ટીરિયો (TWS), રેફ્રિજરેટર, વોશિંગ મશીન અને ટેબ્લેટ્સ જેવી ઘણી ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ ઇ કોમર્સ પ્લેટફોર્મ પર બમ્પર ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ થશે. ફ્લિપકાર્ટ હવે આ સેલમાં ઉપલબ્ધ ઓફર્સ વિશે માહિતી આપવાનું શરૂ કરી દીધું છે. આ સેલ પહેલાં, લેટેસ્ટ આઇફોન 17 ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ કરવામાં આવ્યું છે.

Advertisment

iPhone 17 Price : આઈઇફોન 17 પર બમ્પર ડિસ્કાઉન્ટ

ફ્લિપકાર્ટ રિપબ્લિક ડે સેલ 2026 સેલમાં અર્લી બર્ડ ડીલ્સ લાઇવ થઇ છે. કંપનીએ ખુલાસો કર્યો છે કે આઇફોન 17 સ્માર્ટફોન ડિસ્કાઉન્ટ સાથે 74,990 રૂપિયાની કિંમતે ખરીદી શકાય છે. આ ડિસ્કાઉન્ટેડ ભાવમાં બેંક ઓફર્સ, એક્સચેન્જ બોનસ અને ડિસ્કાઉન્ટ શામેલ છે. આઇફોન 17 ફ્લિપકાર્ટ પાસેથી લવંડર, મિસ્ટ બ્લુ, સેજ ગ્રીન, વ્હાઇટ અને બ્લેક કલરમાં ખરીદી શકાય છે.

આઈફોનના 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની લોન્ચ કિંમતમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો છે. આ મોડેલ સપ્ટેમ્બર 2025 માં ભારતમાં 82,900 રૂપિયાની કિંમતે લોન્ચ કરવામાં આવ્યું હતું. આ હેન્ડસેટમાં 6.3-ઇંચની સુપર રેટિના એક્સડીઆર ઓએલઇડી ડિસ્પ્લે છે જે 120 હર્ટ્ઝ સુધીના રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. તેમાં અપગ્રેડેડ સિરામિક શિલ્ડ 2 પ્રોટેક્શન મળે છે. જ્યારે સ્ક્રીન 3000 નિટ્સ પીક બ્રાઇટનેસને સપોર્ટ કરે છે. આ આઇફોન IP68 ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્સ રેટિંગ સાથે આવે છે.

આઇફોન 17 ડિવાઇસમાં એપલની A19 ચિપસેટ આવે છે, જેમા 16 કોર ન્યુરલ એન્જિન આપવામાં આવ્યું છે. ક્યુપર્ટિનો સ્થિત ટેક કંપનીનો દાવો છે કે આઇફોન 16 આઇફોન 17 કરતા 40 ટકા વધુ સારું સીપીયુ પર્ફોર્મન્સ પ્રદાન કરે છે. આ આઇફોનમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ છે. ડિવાઇસમાં 48 મેગાપિક્સલના પ્રાઇમરી અને 48 મેગાપિક્સલના અલ્ટ્રાવાઇડ સેન્સર સાથે ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ છે. આ હેન્ડસેટમાં 18 મેગાપિક્સલનો સેન્ટર સ્ટેજ સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે.

Advertisment

આ પણ વાંચો | 6000 રૂપિયાથી ઓછી કિંમતમાં પાવરફુલ સ્માર્ટફોન લોન્ચ, 5000mAh બેટરી અને મોટી ડિસ્પ્લે

ફ્લિપકાર્ટ બ્લેક એન્ડ પ્લસ સબ્સ્ક્રાઇબર્સને 17 જાન્યુઆરીથી 24 કલાક પહેલા શરૂ થનારા આ સેલની ઍક્સેસ મળશે. આ સેલમાં ગ્રાહકો એચડીએફસી બેંક ક્રેડિટ કાર્ડ દ્વારા આઇફોન 17 પર 10 ટકા ડિસ્કાઉન્ટ મેળવી શકશે.

ટેકનોલોજી સ્માર્ટફોન બિઝનેસ