/indian-express-gujarati/media/media_files/2026/01/09/itel-zeno-20-max-launch-price-2026-01-09-12-29-36.jpg)
itel Zeno 20 Max Price in India : આઈટેલ ઝેનો 20 મેક્સ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થયો છે. Photograph: (Itel)
Itel Zeno 20 Max Launch : Itel એ ભારતમાં તેનો લેટેસ્ટ એન્ટ્રી લેવલ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આઈટેલ ઝેનો 20 મેક્સ કંપનીનો લેટેસ્ટ સ્માર્ટફોન છે. આ નવા હેન્ડસેટમાં 5000mAh બેટરી, 64 જીબી સુધીની સ્ટોરેજ અને મિલિટરી-ગ્રેડ ડ્યુરેબિલિટી સર્ટિફિકેશન જેવા ફીચર્સ છે. લેટેસ્ટ આઈટેલ સ્માર્ટફોન ડસ્ટ અને સ્પ્લેશ રેઝિસ્ટન્સ રેટિંગ્સ સાથે આવે છે. આઈટેલના આ ખૂબ જ સસ્તા ફોનમાં ડાયનેમિક બાર ફીચર છે. જાણો નવા આઈટેલ ફોનની કિંમત અને ફીચર્સ વિશે દરેક વિગત.
Itel Zeno 20 Max Price in India : આઈટેલ ઝેનો 20 મેક્સ કિંમત
આઈટેલ ઝેનો 20 મેક્સ સ્માર્ટફોનના 3 જીબી રેમ અને 64 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ વાળા વેરિયન્ટની કિંમત 5,799 રૂપિયા છે. તો ટોપ એન્ડ 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 6,169 રૂપિયા છે. આ હેન્ડસેટને ઓરોરા બ્લુ, સ્પેસ ટાઇટેનિયમ અને સ્ટારલાઇટ બ્લેક કલરમાં ખરીદી શકાય છે. આ ફોન એમેઝોન પર ખરીદી માટે ઉપલબ્ધ છે. કંપનીએ પુષ્ટિ કરી છે કે આઈટેલ ઝેનો 20 મેક્સનો 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ પણ આ મહિને ઉપલબ્ધ કરવામાં આવશે.
Itel Zeno 20 Max Specifications : આઈટેલ ઝેનો 20 મેક્સ સ્પેસિફિકેશન
આઈટેલ ઝેનો 20 મેક્સમાં 6.6-ઇંચની એચડી + આઇપીએસ ડિસ્પ્લે છે જે 90Hz રિફ્રેશ રેટ પ્રદાન કરે છે. ફોનમાં નોટિફિકેશન ડિસ્પ્લે કરવા માટે ડાયનેમિક બાર છે. ફોનમાં ઓક્ટા-કોર ટી 7100 પ્રોસેસર છે. આ સ્માર્ટફોનમાં 4 જીબી રેમ અને 64 જીબી સુધી ઇનબિલ્ટ સ્ટોરેજ છે. મેમરી ફ્યુઝન ફીચર સાથે વધારાના સ્ટોરેજનો ઉપયોગ કરીને ફોનની રેમને 8 જીબી સુધી વધારી શકાય છે.
આઈટેલ ઝેનો 20 મેક્સ સ્માર્ટફોનને પાવર આપવા માટે મોટી 5000mAh બેટરી આપી છે જે 15W ચાર્જિંગને સપોર્ટ કરે છે. કંપની ડિવાઇસ સાથે 10W ચાર્જર ઓફર કરે છે.
આ પણ વાંચો | રિલ્સ અને વીડિયો બનાવવા માટે 200MP કેમેરાનો સ્માર્ટફોન, પાવરફુલ ચિપસેટ અને બેટરી
કેમેરાની વાત કરીએ તો આઈટેલ ઝેનો 20 મેક્સ સ્માર્ટફોનમાં 13 મેગાપિક્સલનો પ્રાઇમરી રિયર કેમેરો આવે છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. ફોન વોટરપ્રુફ અન ડસ્ટ ફ્રી ક્ષમતા માટે IP54 રેટિંગ ધરાવે છે. આ ડિવાઇસ મિલિટ્રી ગ્રેડ ટકાઉપણું માટે MIL-STD-810H સર્ટિફિકેટ ધરાવે છે. આ ફોનમાં બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન માટે ફિંગરપ્રિન્ટ સેન્સર અને ફેસ અનલોક ફીચર આપવામાં આવ્યું છે. આઈટેલના આ ફોનમાં ઇન-બિલ્ટ વોઇસ આસિસ્ટન્ટ છે. ફોનમાં ડીટીએસ સંચાલિત સાઉન્ડ સપોર્ટ પણ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us