/indian-express-gujarati/media/media_files/2026/01/08/oppo-reno-15-series-launched-2026-01-08-14-47-51.jpg)
Oppo Reno 15 series India Launch: ઓપ્પો રેનો 15 સીરિઝ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કરવામાં આવ્યા છે. Photograph: (Oppo)
Oppo Reno 15 series India Launch: ઓપ્પો એ ભારતમાં પોતાની લેટેસ્ટ ઓપ્પો રેનો 15 સિરીઝ સ્માર્ટફોન લોન્ચ કરી છે. Oppo Reno 15 Series સ્માર્ટફો એ ઓપ્પો રેનો 14 સિરીઝનું આ અપગ્રેડેડ વેરિઅન્ટ છે, જેમા ઓપ્પો રેનો 15, રેનો 15 પ્રો, રેનો 15 પ્રો મિની અને રેનો 15 સી મોડેલ લોન્ચ કર્યા છે. તમને જણાવી દઈએ કે ભારતમાં પહેલીવાર રેનો 15 પ્રો મિની 5જી રજૂ કરવામાં આવ્યો છે. રેનો 15 સિરીઝમાં એન્ડ્રોઇડ 16 બેઝ્ડ ColorOS 16 મળે છે.
Oppo Reno 15 Series 5G Price : ઓપ્પો રેનો 15 સિરીઝ 5જી કિંમત
ઓપ્પો રેનો 15 5જી સ્માર્ટફોનના 8 જીબી રેમ અને 256 જીબી વેરિયન્ટની કિંમત 45,999 રૂપિયા છે. તો 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ અને 12 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ મોડેલ અનુક્રમે 48,999 રૂપિયા અને 53,999 રૂપિયામાં ઉપલબ્ધ છે.
ભારતમાં ઓપ્પો રેનો 15 પ્રો 5G અને ઓપ્પો રેનો 15 પ્રો મિની 5G ની કિંમત અનુક્રમે 67,999 રૂપિયા અને 59,999 રૂપિયાથી શરૂ થાય છે. આ ફોનનું વેચાણ 13 ફેબ્રુઆરીથી શરૂ થશે.
ઓપ્પો રેનો 15 સિરીઝ 5G દેશમાં ફ્લિપકાર્ટ, એમેઝોન અને ઓપ્પો ઈન્ડિયા ઓનલાઇન સ્ટોર્સ દ્વારા વેચવામાં આવશે.
Oppo Reno 15 Pro, Reno 15 Pro Mini 5G Features : ઓપ્પો રેનો 15 પ્રો, રેનો 15 પ્રો મીની 5G ફીચર્સ
સોફ્ટવેર : આ બંને ઓપ્પો સ્માર્ટફોન એન્ડ્રોઇડ 16 બેઝ્ડ ColorOS 16 સાથે ઉપલબ્ધ કરવામાં આવ્યા છે.
ડિસ્પ્લે : ઓપ્પો રેનો 15 પ્રો મોડેલમાં 6.78-ઇંચની ફુલએચડી + (1,272 x 2,772 પિક્સેલ્સ) LTPO AMOLED સ્ક્રીન છે જે 450ppi પિક્સેલ ડેન્સિટી પ્રદાન કરે છે. સ્ક્રીનમાં 120 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ અને 1800 નિટ્સની પીક બ્રાઇટનેસ છે. આ સ્ક્રીન કોર્નિંગ ગોરિલા ગ્લાસ વિક્ટસ 2 પ્રોટેક્શન સાથે આવે છે. રેનો 15 પ્રો મિની 5G મોડેલમાં 6.32-ઇંચ 1.5K (1,216 x 2,640 પિક્સેલ) LTPS AMOLED સ્ક્રીન છે. ડિસ્પ્લેમાં પ્રો મોડેલ્સ જેવા જ ફીચર્સ છે.
The #OPPOReno15Series pricing is now official:
— OPPO India (@OPPOIndia) January 8, 2026
• OPPO Reno15c 5G starting at ₹34,999
• OPPO Reno15 5G starting at ₹45,999
• OPPO Reno15 Pro Mini 5G starting at ₹59,999
• OPPO Reno15 Pro 5G starting at ₹67,999#TravelWithReno#AIPortraitCamera#LiveItYourWaypic.twitter.com/iOhxPXh6RU
પ્રોસેસર : બંને રેનો 15 પ્રો 5G મોડેલોમાં મીડિયાટેક ડાયમેન્સિટી 8450 ચિપસેટ છે. ડિવાઇસમાં માલી-જી 720 એમસી7 જીપીયુ છે. ફોનમાં 512 જીબી રેમ સાથે 12 જીબી સુધીના ઇનબિલ્ટ સ્ટોરેજનો વિકલ્પ છે.
કેમેરા : ફોટોગ્રાફી માટે, ઓપ્પો રેનો 15 પ્રો 5G અને રેનો 15 પ્રો મિની 5G માં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે. હેન્ડસેટમાં ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઈઝેશન (ઓઆઈએસ) અને પીડીએએફ સાથે 200 એમપી પ્રાઇમરી કેમેરા મળે છે. ફોનમાં 116 ડિગ્રી ફીલ્ડ ઓફ વ્યૂ સાથે 50 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ-એંગલ લેન્સ છે. આ ઉપરાંત લેટેસ્ટ ઓપ્પો રેનો ફોનમાં OIS અને 3.5x ઓપ્ટિકલ ઝૂમ સાથે 50 મેગાપિક્સલનો Samsung JN5 પેરિસ્કોપ ટેલિફોટો સેન્સર પણ ઉપલબ્ધ છે.
આ બંને ફોનમાં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 50 એમપી ફ્રન્ટ કેમેરા છે. ઓપ્પો રેનો 15 પ્રો મોડેલો પરના તમામ કેમેરા 4K 60fps HDR વિડિયો રેકોર્ડિંગને સપોર્ટ કરે છે. કનેક્ટિવિટી માટે, રેનો 15 પ્રો 5G અને રેનો 15 પ્રો મીની 5G માં Wi-Fi 6, બ્લૂટૂથ 5.4, GPS, NFC અને USB Type-C પોર્ટ જેવી સુવિધાઓ છે.
આ હેન્ડસેટમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર અને એક્સ લિનિયર મોટર છે. આ સ્માર્ટફોનને વોટરપ્રુફ અને ડસ્ટ ફ્રી ક્ષમતા માટે IP68 + IP69 રેટિંગ મળ્યું છે.
આ પણ વાંચો | સૌથી મજબૂત 3D કર્વ્ડ ડિસ્પ્લે સાથે પોકો M8 5G સ્માર્ટફોન લોન્ચ
બેટરી : ઓપ્પો રેનો 15 પ્રો 5 જીમાં 6500mAh બેટરી છે અને રેનો 15 પ્રો મિની 5 જીમાં 6200mAh બેટરી છે. બંને મોડેલોમાં 80W SuperVOOC વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ છે. પ્રો વેરિઅન્ટ 50W વાયરલેસ ચાર્જિંગ સાથે આવે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us