/indian-express-gujarati/media/media_files/2026/01/08/poco-m8-5g-launch-2026-01-08-13-59-01.jpg)
POCO M8 5G Launched Today : પોકો એમ8 5જી સ્માર્ટફોન કાર્બન બ્લેક, ગ્લેશિયર બ્લુ અને ફ્રોસ્ટ સિલ્વર કલરમાં ઉપલબ્ધ છે. Photograph: (POCO)
Poco M8 5G Price and Specifications: પોકો એમ 8 5જી સ્માર્ટફોન ભારતમાં 8 જાન્યુઆરી, 2026ના રોજ લોન્ચ કરવામાં આવ્યો છે. આ લેટેસ્ટ 5જી પોકો મોબાઇલમાં 6.77 ઇંચની 3D કર્વ્ડ ડિસ્પ્લે, 50 એમપી કેમેરા અને મોટી 5520mAh બેટરી જેવા ફીચર્ છે. પોકો એમ 8 5 જી સ્માર્ટફોનમાં 256 જીબી સુધી સ્ટોરેજ અને 8 જીબી રેમ છે. જાણો આ નવા પોકો સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે.
Poco M8 5G Price in India : ભારતમાં પોકો એમ 8 5જી કિંમત
પોકો એમ8 5જી સ્માર્ટફોનના 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 21,999 રૂપિયા છે. તો હાઇ એન્ડ 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 22,999 રૂપિયા છે. 8 જીબી રેમ અને 256 જીબી ટોપ એન્ડ વેરિઅન્ટને 24,999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યા છે. ગ્રાહકો પ્રથમ 12 કલાકમાં માત્ર 15,999 રૂપિયાની લોન્ચ કિંમતે ફોન ખરીદી શકે છે.
ભારતમાં આ સ્માર્ટફોનનું વેચાણ 13 જાન્યુઆરીથી શરૂ થશે. આ ફોન કાર્બન બ્લેક, ગ્લેશિયર બ્લુ અને ફ્રોસ્ટ સિલ્વર કલરમાં ઉપલબ્ધ થશે.
POCO M8 5G | #DesignedToSlay
— POCO India (@IndiaPOCO) January 8, 2026
7.35mm slim | 178g light
6.77” curved 3D display | 3200 nits
Snapdragon 6 Gen 3
5520mAh EV-grade Si-C battery
Starting at ₹15,999*
⏱️ 12-hr Special launch price#POCOM85Gpic.twitter.com/31qCVklZTE
Poco M8 5G Specifications : પોકો એમ8 5જી સ્પેસિફિકેશન
સોફ્ટવેર : પોકો એમ 8 5જી સ્માર્ટફોન ડ્યુઅલ સિમ સપોર્ટ કરે છે. પોકોનો આ ફોન એન્ડ્રોઇડ 15 બેઝડ HyperOS 2.0 સાથે આવે છે. કંપનીએ ફોનમાં 4 વર્ષ માટે OS અપગ્રેડ અને 6 વર્ષ માટે સિક્યોરિટી અપડેટ્સ મેળવવાનું વચન આપ્યું છે.
આ પણ વાંચો | મોટોરોલા સિગ્નેચર સ્માર્ટફોન 50MP ના 4 કેમેરા અને મોટી બેટરી, 7 વર્ષ સિક્યોરિટી અપડેટ મળશે
ડિસ્પ્લે : પોકોના આ સ્માર્ટફોનમાં 6.77-ઇંચ (1,080×2,392 પિક્સેલ) 3 કર્વ્ડ ડિસ્પ્લે છે જે 120 હર્ટ્ઝ સુધીનો રિફ્રેશ રેટ, 3200 નિટ્સ સુધીની પીક બ્રાઇટનેસ, 387 પીપીઆઈ પિક્સેલ ઘનતા અને 240 હર્ટ્ઝ સુધી ટચ સેમ્પલિંગ રેટ પ્રદાન કરે છે. ફોન Wet Touch 2.0 સપોર્ટ સાથે આવે છે, જે આંગળીઓ ભીની હોય ત્યારે પણ ફોનના ટચ રિસ્પોન્સનું કામ કરે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us