iphone 17e લોન્ચ પહેલા ફીચર્સની વિગતો લીક, 48MP કેમેરા અને વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ

iphone 17e Leaked Features and Specifications : આઇફોન 17ઇ લોન્ચ થાય તેની પહેલા ફીચર્સ અને સ્પેસિફિકેશનની વિગતો લીક થઇ છે. લિક રિપોર્ટ મુજબ iphone 17e ફોનમાં 48એમપી કેમેરા, વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ સાથે 4000mAh બેટરી આવી શકે છે. જાણો નવા આઇફોનની કિંમત કેટલી હશે,

iphone 17e Leaked Features and Specifications : આઇફોન 17ઇ લોન્ચ થાય તેની પહેલા ફીચર્સ અને સ્પેસિફિકેશનની વિગતો લીક થઇ છે. લિક રિપોર્ટ મુજબ iphone 17e ફોનમાં 48એમપી કેમેરા, વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ સાથે 4000mAh બેટરી આવી શકે છે. જાણો નવા આઇફોનની કિંમત કેટલી હશે,

author-image
Ajay Saroya
New Update
iPhone 17e Leaked Reports | iPhone 17e launch Date | iPhone 17e price

iPhone 17e : આઇફોન 17ઇ લોન્ચ થવાની પહેલા ઘણી વિગતો વિગતો લીક થઇ છે. Photograph: (Social Media)

iphone 17e Launch Date And Price : આઇફોન 17ઇ (iPhone 17e) લોન્ચ થવાની પહેલા તેના ફીચર્સ અને સ્પેસિફિકેશનની વિગત લિક થઇ છે. એપલ કંપની આઇફોન 17ઇ ને સસ્તા iPhone મોડલ તરીકે ટુંક સમયમાં માર્કેટમાં લોન્ચ કરી શકે છે. કંપનીએ તેના જુના મોડલ iPhone 16e ને ફેબ્રુઆરી 2025 માં લોન્ચ કર્યો હતો. હવે કંપની આઇફોન 17ઇ પણ ટુંક સમયમાં લોન્ચ કરે તેવી ધારણા છે. iphone 17e સ્પેફિકેશન અને ફીચર્સ વિશે સતત લિક રિપોર્ટ આવી રહ્યા છે. ચાલો જાણીયે આઇફોન 17ઇ ફોનમાં શું ખાસ હશે

Advertisment

iPhone 17e Specifications : આઇફોન 17ઇ સ્પેસિફિકેશન

iPhone 17e ટુંક સમયમાં લોન્ચ થઇ શકે છે. Macworld ના રિપોર્ટ મુજબ તે ફેબ્રુઆરીના અંત સુધી રજૂ થઇ શકે છે. iPhone 17e ના સ્પેસિફિકેશન વિશે કંપનીએ સત્તાવાર કોઇ ખુલાસો કર્યો નથી. લિક્સ રિપોર્ટ મુજબ તેના ડિસ્પ્લે, પ્રોસેસર, બેટરી વગેરે વિશે ઘણી જાણકારીઓ સામે આવી છે. 

iPhone 17e Display : આઇફોન 17ઇ ડિસ્પ્લે

લિક રિપોર્ટ મુજબ iPhone 17e માં 6.1 ઇંચની ડિસ્પ્લે આવી શકે છે. ફોનમાં ડાયનેમિક આઇલેન્ડ કટઆઉટ જોવા મળી શકે છે. એવું મનાય છે કે, તેની ડિસ્પ્લે ડિઝાઇન iPhone 15 જેવી હોઇ શકે છે, તેમાં 60Hz રિફ્રેશ રેટ મળી શકે છે.

આઇફોન 17ઇ પ્રોસેસર : iPhone 17e Processor

iPhone 17e માં Apple A19 ચિપસેટ આવી શકે છે. આઇફોનમાં હેગ્ઝાકોર ચિપસેટ હોઇ શકે છે, જેમા બે પર્ફોર્મન્સ કોર હશે અને 4 એફિશિયન્સ કોર અને 4 જીપીયુ હોઇ શકે છે. ન્યૂરલ એન્જિન અને ન્યુરલ એક્સિલેટર સપોર્ટ મળશે, જેનાથી ડિવાઇસમાં એડવાન્સ AI ફીચર્સનો ઉપયોગ કરી શકાશે. મીડિયા રિપોર્ટ મુજબ તે કંપનીના અપડેટેડ N3P 3nm પ્રોસેર પર બનેલું હશે, જે ઉત્કૃષ્ઠ પાવર એફિશિયન્સી અને દેખાવ કરશે. તેમા 8GB રેમ અને 48MP નો પ્રાયમરી કેમેરા મળી શકે છે. પાછળની બાજુ માત્ર એક કેમેરા સાથે LED ફ્લેશ હશે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 18 એમપીનો ફ્રન્ટ કેમેરા મળશે જેનાથી Center Stage સપોર્ટ ફીચર્સ આવી શકે છે. 

Advertisment

આઇફોન 17ઇ બેટરી : iPhone 17e Battery

iPhone 17e બેટરી વિશે લિક રિપોર્ટ મુજબ તેમા 4000mAh કે તેનાથી થોડીક મોટી 4061mAh બેટરી પેક મળી શકે છે. ફોનમાં 20W વાયર્ડ ચાર્જિંગ સપોર્ટ હશે. કદાચ પહેલીવાર e લાઇનઅપમાં MagSafe સપોર્ટ કંપની આપી શકે છે. ઘણા લિક રિપોર્ટ મુજબ આઇફોન 17e માં MagSafe સપોર્ટ મળશે, જેના વાયરલેસ ચાર્જિંગ અને 20W ચાર્જિંગ સ્પીડ સપોર્ટ કરી શકે છે.

આ પણ વાંચો | Dimensity 9500s ચિપસેટ વાળો દુનિયાનો પ્રથમ સ્માર્ટફોન લોન્ચ, 9000mAh બેટરી અને 512GB સ્ટોરેજ

iPhone 17e Price : આઇફોન 17ઇ કિંમત

આઇફોન 17e કિંમત જાણવામાં બધા લોકો ઉત્સુક છે. અગાઉ રજૂ થયેલા iPhone 16e ફોનની કિંમત ભારતમાં 128GB માટે 59,900 રૂપિયા છે. ફોનનું 256GB વેરિયન્ટ 69,900 રૂપિયા અને 512GB વેરિયન્ટ 89,900 રૂપિયામાં ઉપલબ્ધ છે. આમ iPhone 17e ની કિંમત પણ 60 હજાર થી 70 હજારની વચ્ચે રહેવાની ધારણા છે.

ટેકનોલોજી સ્માર્ટફોન બિઝનેસ