/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/IPO-Share-Open-Listing-Date.jpg)
IPO : આઈપીઓ. Photograph: (Freepik)
Upcoming IPOs And Share Listing : આઈપીઓ માર્કેટમાં 12 જાન્યુઆરીથી શરૂ થયેલા નવા અઠવાડિયામાં ભારે હલચલ જોવા મળશે. આ સપ્તાહે 6 કંપનીના આઈપીઓ ખુલી રહ્યા છે, જેમા એક મેઇનબોર્ડ સેગમેન્ટનો IPO છે. ઉપરાંત પાછલા અઠવાડિયે ખુલેલા 2 આઈપીઓ ભારત કોકિંગ કોલ અને ડેફરેલ ટેકનોલોજીક કંપનીના IPO સબ્સક્રાઇબ કરવાની પણ તક મળશે, જેમા એક ભારત કોકિંગ કોલ લિમિટેડ છે. જો શેર લિસ્ટિંગની વાત કરીયે તો આ અઠવાડિયે 5 કંપનીઓના સ્ટોક શેરબજારમાં લિસ્ટિંગ થવાના છે.
IPO This Week : આ અઠવાડિયે 5 આઈપીઓ ખુલશે
Avana Electrosystems IPO : અવાના ઇલેક્ટ્રોસિસ્ટમ્સ આઈપીઓ
અવાના ઇકોસિસ્ટમ્સ કંપનીનો આઈપીઓ 12 જાન્યુઆરી ખુલશે અને 14 જાન્યુઆરી બંધ થશે. 35.22 કરોડ રૂપિયાના આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 56 - 59 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 2000 શેર છે. શેર એલોટમેન્ટ બાદ NSE SME પર 19 જાન્યુઆરીએ કંપનીના શેર લિસ્ટિંગ થશે.
Narmadesh Brass Industries IPO : નર્મદેશ બ્રાસ ઈન્ડસ્ટ્રીઝ આઈપીઓ
નર્મદેશ બ્રાસ ઇન્ડસ્ટ્રીઝ કંપનીનો 44.87 કરોડ રૂપિયાનો આઈપીઓ 12 જાન્યુઆરી ખુલી રહ્યો છે. આઈપીઓ માટે ઇશ્યૂ પ્રાઇસ 515 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 240 શેર છે. 15 જાન્યુઆરી IPO બંધ થસે. શેર એલોટમેન્ટ બાદ BSE SME પર 20 જાન્યુઆરીએ કંપનીના શેર લિસ્ટિંગ થશે.
Amagi Media Labs IPO : અમાગી મીડિયા લેબ્સ આઈપીઓ
અમાગી મીડિયા લેબ્સ કંપનીનો આઈપીઓ મેઇનબોર્ડ IPO છે, જે 13 જાન્યુઆરી ખુલી રહ્યો છે. કંપની આઈપીઓ દ્વારા 1788.62 કરોડ રૂપિયા એક્ત્ર કરવા માંગે છે, જેની માટે પ્રાઇસ બેન્ડ 343 - 361 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 41 શેર છે. IPO સબ્સક્રિપ્શન માટે 16 જાન્યુઆરી છેલ્લી તારીખ છે. કંપનીના શેર BSE, NSE પર 21 જાન્યુઆરીના રોજ લિસ્ટિંગ થશે.
INDO SMC IPO : ઈન્ડો એસએમસી આઈપીઓ
ઈન્ડો એસએમસી આઈપીઓ 13 જાન્યુઆરી ખુલશે અને 16 જાન્યુઆરી બંધ થશે. 91.95 કરોડ રૂપિયાના આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 141 - 149 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 1000 શેર છે. INDO SMC નું શેર લિસ્ટિગં BSE SME પર 21 જાન્યુઆરીએ થશે.
GRE Renew Enertech IPO : જીઆરઈ રિન્યૂ એન્ટરટેક આઈપીઓ
જીઆરઈ રિન્યૂ એન્ટરટેક કંપનીનો આઈપીઓ સબ્સક્રિપ્શન 13 થી 16 જાન્યુઆરી દરમિયાન કરી શકાશે. કંપની આઈપીઓ દ્વારા 39.56 કરોડ રૂપિયા એક્ત્ર કરવા માંગે છે. આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 105 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 1200 શેર છે. આઈપીઓ બંધ થયા બાદ 21 જાન્યુઆરીના રોજ BSE SME પર કંપનીના શેર લિસ્ટિંગ થશે.
Armour Security IPO : આર્મર સિક્યોરિટી આઈપીઓ
આર્મર સિક્યોરિટી કંપનીનો આઈપીઓ 14 જાન્યુઆરી ખુલશે અને 19 જાન્યુઆરી બંધ થશે. કંપની 26.52 કરોડ રૂપિયા આઈપીઓ મારફતે ઊભા કરવા માંગે છે. આઈપીઓ પ્રાઇસ બેન્ડ 55 - 57 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 2000 શેર છે. કંપનીના શેરનું લિસ્ટંગ NSE SME પર 22 જાન્યુઆરી થશે.
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/01/06/bharat-coking-coal-ipo-2026-01-06-15-05-30.jpg)
Bharat Coking Coal IPO : ભારત કોકિંગ કોલ આઈપીઓ
ભારત કોલિંગ કોલ કંપનીનો આઈપીઓ 9 જાન્યુઆરી ખુલ્યો હતો અને 13 જાન્યુઆરી બંધ થશે. કંપની આઈપીઓ દ્વારા 1300 કરોડ રૂપિયા એક્ત્ર કરવાની છે. આ પબ્લિક ઇશ્યૂમાં 1,071.11 કરોડ રૂપિયાના 46.57 કરોડના ઇક્વિટી શેર વેચવામાં આવશે. આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 21 થી 23 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 600 શેર છે. 14 જાન્યુઆરીએ શેર એલોટમેન્ટ થયા બાદ BSE અને NSE પર 16 જાન્યુઆરીએ શેર લિસ્ટિંગ થવા સંભવ છે. કંપની વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો.
Share Listing This Week : 5 કંપનીના શેર લિસ્ટિંગ થશે
13 જાન્યુઆરી : ગેબિયન ટેકનોલોજીસના શેર લિસ્ટિંગ BSE SME પર થશે.
14 જાન્યુઆરી : NSE SME પર વિકટરી ઇલેક્ટ્રિક વ્હીકલ્સ અને યાજુર ફાઇબર્સ કંપનીના શેર લિસ્ટિંગ થશે.
16 જાન્યુઆરી : BSE, NSE પર ભારત કોકિંગ કોલ લિમિટેડ અને BSE SME પર ડેફરેલ ટેકનોલોજીસ કંપનીના શેર લિસ્ટિંગ થવાના છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us