/indian-express-gujarati/media/media_files/2026/02/23/ipo-gmp-news-2026-02-23-10-14-54.jpg)
IPO : આઈપીઓ Photograph: (Freepik)
IPO This Week : આઈપીઓ માર્કેટ માટે 23 ફેબ્રુઆરીથી શરૂ થયેલું નવું અઠવાડિયું બહુ વ્યસ્ત રહેવાનું છે. આ સપ્તાહે 9 નવા આઈપીઓ ખૂલી રહ્યા છે, જેમા 4 પબ્લિક ઇશ્યૂ મેઇનબોર્ડ સેગમેન્ટના છે. આ કંપનીઓ આઈપીઓ દ્વારા કુલ 4300 કરોડ રૂપિયા ઉભા કરશે. ઉપરાંત પાછલા અઠવાડિયે સબ્સક્રિપ્શન માટે ખુલેલા 2 આઈપીઓ - ગૌડિયમ IVF IPO અને માનિલમ ઇન્ડસ્ટ્રીઝ IPOમાં રોકાણ કરવાની તક મળશે. નવા શેર લિસ્ટિંગની વાત કરીયે તો આ સપ્તાહે 4 કંપનીઓના શેર લિસ્ટેડ થવાના છે, જેમા એક મેઇનબોર્ડ સેગમેન્ટ પર થશે.
Kiaasa Retail IPO : કિઆસા રિટેલ આઈપીઓ
કિઆસા રિટેલ આઈપીઓ 23 ફેબ્રુઆરી ખુલશે અને 25 ફેબ્રુઆરી બંધ થશે. 69.72 કરોડ રૂપિયાના SME IPO માટે પ્રાઇસ બેન્ડ 121 થી 127 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 1000 શેર નક્કી કરી છે. શેર એલોટમેન્ટ બાદ BSE SME પર 2 માર્ચના રોજ કંપનીના શેર લિસ્ટેડ થશે.
Shree Ram Twistex IPO : શ્રીરામ ટ્વિસ્ટેક્સ આઈપીઓ
શ્રીરામ ટ્વિસ્ટેક્સ આઈપીઓ 23 ફેબ્રુઆરી ખુલશે અને 25 ફેબ્રુઆરી બંધ થશે. આઈપીઓ પ્રાઇસ બેન્ડ ₹ 95 - 104 પ્રતિ શેર અને લોટ સાઇઝ 144 શેર છે. કંપની આઈપીઓ દ્વારા ₹110.24 કરોડ એક્ત્ર કરવા માંગે છે. શેર એલોટમેન્ટ બાદ BSE, NSE પર 2 માર્ચના રોજ કંપનીના શેર લિસ્ટેડ થશે.
Clean Max Enviro Energy Solutions IPO : ક્લિન મેક્સ એન્વાયરો એનર્જી સોલ્યુશન્સ
ક્લિન મેક્સ એન્વાયરો એનર્જી સોલ્યુશન્સ કંપનીનો 3100 કરોડ રૂપિયાનો આઈપીઓ 23 ફેબ્રુઆરી ખુલી રહ્યો છે. આઈપીઓ માટે ઇશ્યૂ પ્રાઇસ ₹1000 - 1053 પ્રતિ શેર અને લોટ સાઇઝ 14 શેર છે. આઈપીઓ 25 ફેબ્રુઆરી સુધી સબ્સક્રાઇપ કરી શકાશે. કંપનીનું શેર લિસ્ટિંગ 2 માર્ચના રોજ BSE, NSE પર થશે.
Mobilise App IPO : મોબિલાઇઝ એપ આઈપીઓ
મોબિલાઇઝ એપ કંપનીનો 20.10 કરોડ રૂપિયાનો આઈપીઓ 23 થી 25 ફેબ્રુઆરી સુધી સબ્સક્રાઇબ કરી શકાશે. આ SME IPOની પ્રાઇસ લેન્ડ ₹ 75 - 80 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 1600 શેર છે. શેર લિસ્ટિંગ NSE SME પર 2 માર્ચના રોજ થશે.
Accord Transformer & Switchgear IPO : એકોર્ડ ટ્રાન્સફોર્મર એન્ડ સ્વિચગિયર આઈપીઓ
એકોર્ડ ટ્રાન્સફોર્મર એન્ડ સ્વિચગિયર આઈપીઓ 23 ફેબ્રુઆરી ખુલશે અને 25 ફેબ્રુઆરી બંધ થશે. આઈપીઓનું કદ 25.59 કરોડ રૂપિયા છે. આઈપીઓ પ્રાઇસ બેન્ડ ₹ 43 - 46 પ્રતિ શેર અને લોટ સાઇઝ 3000 શેર છે. કંપનીનું શેર લિસ્ટિંગ BSE SME પર 2 માર્ચના રોજ થશે.
PNGS Reva Diamond Jewellery IPO : પીએનજીએસ રેવા ડાયમંડ જ્વેલરી આઈપીઓ
પીએનજીએસ રેવા ડાયમંડ જ્વેલરી આઈપીઓ 24 ફેબ્રુઆરી ખુલશે. 380 કરોડ રૂપિયાના આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ ₹ 367 - 386 પ્રતિ શેર અને લોટ સાઇઝ 32 શેર છે. 26 ફેબ્રુઆરી આઈપીઓ સબ્સક્રાઇબ કરવાની છેલ્લી તારીખ છે. શેર એલોટમેન્ટ બાદ BSE, NSE પર 4 માર્ચના રોજ શેર લિસ્ટિંગ થશે.
Omnitech Engineering IPO : ઓમ્નિટેક એન્જિનિયરિંગ આઈપીઓ
ઓમ્નિટેક એન્જિનિયરિંગ આઈપીઓ સબ્સક્રિપ્શન 25 ફેબ્રુઆરી થી 27 ફેબ્રુઆરી દરમિયાન કરી શકાશે. આઈપીઓનુ કુલ કદ 583 કરોડ રૂપિયા છે. આઈપીઓ પ્રાઇસ બેન્ડ ₹ 216 - 227 પ્રતિ શેર અને લોટ સાઇઝ 66 શેર છે. શેર એલોટમેન્ટ બાદ શેર લિસ્ટિંગ 5 માર્ચના રોજ BSE, NSE પર થશે.
Yaap Digital IPO : યાપ ડિજિટલ આઈપીઓ
યાપ ડિજિટલ આઈપીઓ 25 ફેબ્રુઆરી ખુલશે અને 27 ફેબ્રુઆરી બંધ થશે. આ એસએમઇ આઈપીઓ છે. કંપનીએ હજી સુધી આઈપીઓ ઇશ્યૂ પ્રાઇસ અને લોટ સાઇઝની વિગત જાહેર કરી નથી. કંપનીના શેર NSE SME પર 5 માર્ચના રોજ લિસ્ટેડ થશે.
Striders Impex IPO : સ્ટ્રાઇડર્સ ઇમ્પેક્સ આઈપીઓ
સ્ટ્રાઇડર્સ ઇમ્પેક્સ IPO 26 ફેબ્રુઆરી ખુલશે. કંપનીએ 36.29 કરોડ રૂપિયાના પબ્લિક ઇશ્યૂ માટે પ્રાઇસ બેન્ડ ₹ 71 - 72 પ્રતિ શેર અને લોટ સાઇઝ 1600 શેર નક્કી કરી છે. 2 માર્ચ સુધી આઈપીઓ સબ્સક્રાઇબ કરી શકાશે. શેર એલોટમેન્ટ બાદ NSE SME પર 6 માર્ચના રોજ કંપનીના શેર લિસ્ટેડ થશે.
આ પણ વાંચો | શેરબજાર, MF કે ફિક્સ્ડ ડિપોઝિટમાં પૈસા ક્યારે ડબલ થશે? Rule of 72 થી મિનિટમાં કરો ગણતરી
Share Listing This Week : નવા સપ્તાહે 4 કંપનીના શેર લિસ્ટિંગ થશે
નવા અઠવાડિયે શેર બજારમાં નવી 4 કંપનીઓના શેર લિસ્ટેડ થવાના છે. જેમા
- 24 ફેબ્રુઆરી : BSE SME પર Fractal ઇન્ડસ્ટ્રીઝના શેર લિસ્ટેડ થશે.
- 25 ફેબ્રુઆરી : BSE SME પર યશતેજ ઇન્ડસ્ટ્રીઝ (ઈન્ડિયા)ના શેર લિસ્ટિંગ થશે.
- 27 ફેબ્રુઆરી : BSE, NSE પર ગૌડિયમ IVF કંપનીના શેર લિસ્ટેડ થશે. તો NSE SME પર માનિલમ ઇન્ડસ્ટ્રીઝના શેર લિસ્ટિંગ થશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us