/indian-express-gujarati/media/media_files/2026/02/19/investment-tips-1-2026-02-19-11-35-26.jpg)
Investment Tips : રોકાણ કરવાની ટીપ્સ. Photograph: (Freepik)
Financial Planning Tips: રોકાણ માટે આજકાલ ઘણા વિકલ્પો છે. બેંક એફડી, પોસ્ટ ઓફિસની બચત યોજના, મ્યુચ્યુઅલ ફંડ SIP, શેરબજાર, સોના ચાંદી જેવા કોમોડિટીમાં રોકાણ કરી મોટો નફો મેળવી શકાય છે. દરેક વ્યક્તિની ઇચ્છા હોય છે કે, જેના પૈસા ઝડપથી ડબલ થાય તેમા રોકાણ કરવું. મોટાભાગના લોકો વિચારે છે કે, તેમણે ફિક્સ્ડ ડિપોઝિટ, મ્યુચ્યુઅલ ફંડ કે પોસ્ટ ઓફિસની બચત યોજનામાં રોકેલા પૈસા ક્યારે ડબલ થશે? તે જાણવા માટે એક સરળ રીત છે રૂલ ઓફ 72 (Rule of 72). ચાલો જાણીયે રૂલ ઓફ 72 શું છે અને કેવી રીતે મદદરૂપ થાય છે.
What Is Rule of 72? : રૂલ ઓફ 72 શું છે?
આ એક સરળ રીત છે, જેના વડે તમે જાણી શકો છો કે કોઇ પણ બચત યોજનામાં રોકેલા પૈસા કેટલા વર્ષમાં ડબલ થશે. માત્ર 72 ને રોકાણના વ્યાજદર (રિટર્ન રેટ) વડે ભાગકાર કરી લો. જ સંખ્યા આવશે, એટલા વર્ષમાં તમારા પૈસા ડબલ થશે.
વિવિધ રોકાણ યોજનામાં Rule of 72 કેવી રીતે કામ કરે છે?
ફિક્સ્ડ ડિપોઝિટ (FD) : જો તમને ફિક્સ્ડ ડિપોઝિટ પર વાર્ષિક 7 ટકા વ્યાજ મળે છે, તો તમારા પૈસા લગભગ 10 વર્ષ (72÷7) માં ડબલ થશે.
પીપીએફ (PPF) : હાલ પીપીએફ પર 7.1 ટકા વ્યાજ મળે છે. આમ લગભગ 10 વર્ષ (72÷7.1) માં તમારા પૈસા ડબલ થશે.
શેરબજાર (Share Market) : વર્ષ 2025માં સેન્સેક્સે 8.5 ટકા અને નિફ્ટીએ 10 ટકા રિટર્ન આપ્યું હતું. આમ તમારા પૈસા સવા સાત વર્ષ (72÷10) માં ડબલ થશે.
મ્યુચ્યુઅલ ફંડ (MF) : સરેરાશ વાર્ષિક 12 ટકા વળતર આપનાર મ્યુચ્યુઅલ ફંડમાં કરેલું રોકાણ લગભગ 6 વર્ષ (72÷12) માં ડબલ થશે.
આ પણ વાંચો | હોમ લોન પર કેટલો કર લાભ મળે છે? પહેલીવાર ઘર ખરીદનાર માટે જાણવુ જરૂરી
આ નિયમથી રોકાણકારોને શું ફાયદો થશે?
આ નિયમ રોકાણકારોને કેલક્યુલેટર કે લાંબી ગણતરી વગર તેમના પૈસા ક્યારે ડબલ થશે તે જાણવામાં મદદરૂપ થાય છે. સૌથી ખાસ વાત એ છે કે, આ નિયમ ફિક્સ્ડ ડિપોઝિટ, મ્યુચ્યુઅલ ફંડ, પોસ્ટ બચત યોજના, શેરબજાર જેવા રોકાણમાં પણ લાગુ કરી શકાય છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us