મુકેશ અંબાણી અને નીતા અંબાણીની પુત્રી ઈશા અંબાણીએ 19 નવેમ્બરે જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. ડિલિવરી સમયે ઈશા કેલિફોર્નિયાના લોસ એન્જલસમાં સીડર સેનાઈ ખાતે હતી. આજે, એક મહિના પછી, ઈશા તેના બાળકો, ક્રૃષ્ણા અને આદિયા સાથે મુંબઈ પાછી આવી છે. અંબાણી પરિવારે બાળકો અને ઈશાનું ભવ્ય સ્વાગત કર્યું છે.
વિરલ ભાયાણીએ આ ખાસ પળનો વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યો છે. જેમાં આખો પરિવાર ઈશા અને તેના બાળકોનું સ્વાગત કરવામાં વ્યસ્ત છે. કારણ કે ઈશા તેના બાળકો સાથે પહેલીવાર ભારત પાછી આવી છે, એટલા માટે દેશના મોટા મંદિરોમાંથી પંડિતોને પૂજા માટે બોલાવવામાં આવ્યા છે.
300 કિલો સોનું દાન કરવામાં આવશે
કહેવામાં આવી રહ્યું છે કે, મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણી નાના-નાની બનવાની ખુશીમાં 300 કિલો સોનું દાન કરવા જઈ રહ્યા છે. આ ખાસ અવસર પર ઘણી તૈયારીઓ કરવામાં આવી છે. સ્વાદિષ્ટ ભોજનથી લઈને વિશેષ પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ બાળકોના સ્વાગત માટે તિરુપતિ બાલાજી, તિરુમાલા, શ્રીનાથજી, નાથદ્વારા અને શ્રી દ્વારકાધીશનો પ્રસાદ વહેંચવામાં આવશે.
ઈશા અને બાળકોને કતરની ફ્લાઈટથી મોકલવામાં આવ્યા છે. મુંબઈના ટોચના ડોકટરોને તેમની સંભાળ લેવા માટે લોસ એન્જલસ મોકલવામાં આવ્યા હતા. જે ઈશા સાથે મુંબઈ આવી ગયા છે. અમેરિકાના શ્રેષ્ઠ બાળરોગ ચિકિત્સકોમાંના એક, ડૉ. ગિબ્સન, પણ જુડવા બાળકોની પ્રથમ ઉડાન સલામત અને યોગ્ય રહે તેની ખાતરી કરવા માટે ડૉક્ટરોના ગ્રુપમાં જોડાયા હતા.
આ પણ વાંચો – Mutual Funds Return: આ મ્યુ. ફંડ સ્કીમમાં 1 વર્ષમાં મળ્યું 78% રિટર્ન, જાણો તમને કેટલો ફાયદો થયો
ઈશા અંબાણીના બાળકો આ બ્રાન્ડના કપડા પહેરશે
બાળકો માટે દરેક વ્યવસ્થા ખૂબ જ ખાસ કરવામાં આવી છે. તેમનું ફર્નિચર લોરો પિયાના, હર્મીસ અને ડાયર જેવી મોટી કંપનીઓ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે. ડોલ્સે એન્ડ ગબ્બાના, ગુચી અને લોરો પિયાના જેવા વિશ્વ-વિખ્યાત ડિઝાઇન હાઉસના બાળકોની લાઇનમાંથી સ્પોર્ટીંગ કપડાં જોડિયા બાળકો માટે તૈયાર કરવામાં આવશે. આટલું જ નહીં, તેમના માટે BMW દ્વારા ખાસ ડિઝાઇન કરાયેલી કાર સીટો લગાવવામાં આવી છે. જોડિયા બાળકોની સંભાળ રાખવા માટે અમેરિકાથી આઠ નેની પણ લાવવામાં આવી છે. જેઓ યુએસએથી બાળકો સાથે આવી છે અને અહીં તેમની સંભાળ રાખશે.