/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/05/bank-holiday-7.jpg)
1 જૂનથી નાણાં સંબંધિત ઘણી બાબતોના નિયમો બદલાશે.
1 જૂનથી ઘણા નવા નિયમો લાગુ થવાની સાથે સાથે અમુક નિયમોમાં ફેરફાર પણ થશે, જે તમને નાણાંકીય રીતે અસર કરશે. જૂન મહિનામાં રાંધણગેસના સિલિન્ડરના ભાવ, પીએનજી-સીએનજીના ભાવમાં ફેરફાર થશે. ઉપરાંત જૂનથી નવું ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદવું મોંઘુ થશે અને સોનાના ખરીદ-વેચાણના નિયમો પણ બદલાઇ રહ્યા છે, તો ચાલો જાણીયે
ઇલેક્ટ્રિક ટુ- વ્હીકલ ખરીદવું મોંઘુ થશે
જો તમે પણ ઇલેક્ટ્રિક ટુ વ્હીકલ ખરીદવાનું વિચારી રહ્યા છે તો તમારે હવે વધારે પૈસા ચૂકવવા પડશે, કારણ કે સરકારે EV પર ચૂકવાતી સબસિડી ઘટાડી દીધી છે. આથી 1 જૂનથી ઇલેક્ટ્રિક ટુ વ્હીકલ ખરીદવું મોંઘુ થઇ જશે. 21 મેના રોજ જારી કરાયેલા નોટિફિકેશન અનુસાર હેવી ઇન્ડસ્ટ્રીઝ મિનિસ્ટ્રી અનુસાર ઇલેક્ટ્રિક ટુ વ્હીલર પર ચૂકવાતી સબસિડીને ઘટાડવામાં આવી છે.
સોનામાં હોલમાર્કના નિયમ
1 જૂનથી સોનામાં હોલમાર્કિંગ સંબંધિત નિયમો પણ લાગુ થઇ રહ્યા છે. આથી હવે સોનાના ખરીદ-વેચાણના નિયમો બદલાઇ જશે. હવે હોલમાર્ક વગર સોનાની લગડી-સિક્કા કે દાગીનાનું વેચાણ થઇ શકશે નહીં.
EPFOના નિયમો બદલાશે
1 જૂનથી ઇપીએફઓના નિયમો પણ બદલાઇ જશે. તમારે તમારા પીએફ એકાઉન્ટને આધાર કાર્ડ સાથે લિંક કરવું પડશે. જો 1 જૂન સુધી તમારું આધાર કાર્ડ પીએફ એકાઉન્ટ સાથે લિંક નહીં થાય તો મુશ્કેલીઓ સર્જાઇ શકે છે.
ITRની વેબસાઇટમાં ફેરફાર
7જૂનના રોજ ઇન્કમ ટેક્સની નવી વેબસાઇટ લોન્ચ થશે. એટલે કે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરનાર કરદાતાઓને તેના વિશે જાણકારી હોવી જરૂરી છે.
નાની બચત યોજનાના વ્યાજદર બદલાશે
સ્મોલ સેવિંગ્સ સ્કીમ એટલે નાની બચત યોજનાના વ્યાજદરમાં સરકાર જૂનના અંતે નિર્ણય લેશે. સરકાર પ્રત્યેક ત્રિમાસિકમાં નાની બચત યોજનાના વ્યાજદરોમાં ફેરફાર કરે છે.
આ પણ વાંચોઃ ઇલેક્ટ્રિક ટુ વ્હીલર ખરીદવું મોંઘુ થયું, સરકારે સબસિડી ઘટાડી
ગેસ સિલિન્ડર, પીએનજી, સીએનજીની કિંમતોમાં ફેરફાર સંભવ
સરકારી માલિકીની કંપનીઓ દ્વારા દર મહિનાની 1 તારીખે રાંધણગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરે છે. ઉપરાંત પીએનજી અને સીએનજીની કિંમતમાં પણ ફેરફાર થઇ શકે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us