/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/How-Earbuds-Damage-Your-Ears.jpg)
લાંબા સમય સુધી ઈયરફોન પહેરી રાખવાથી કાનમાં નુકસાન થઈ શકે છે. (તસવીર: Freepik)
How Earbuds Damage Your Ears: સાયન્સ અને ટેક્નોલોજીના આ જમાનામાં માણસ સંપૂર્ણ રીતે ટેક્નોલોજીથી સજ્જ થઈ ગયો છે અથવા ટેક્નોલોજી પર નિર્ભર થઈ ગયો છે. પોતાના જીવનને સરળ અને ફેશનેબલ બનાવવા માટે લોકોએ ટેક્નોલોજીની મદદ લેવાનું શરૂ કરી દીધુ છે જે તેમની ખરાબ આદત પણ બની ગયું છે. આજના સમયમાં લોકો દરેક વસ્તુ અને કામમાં ટેક્નોલોજીની મદદ લઈ રહ્યા છે. મોબાઈલ અને ઈયરફોન સાથે તો લોકો એવી રીતે વળગેલા રહે છે કે જાણે તેના વિના જીવવું જ શક્ય ન હોય.
આજે તમે શહેરમાં જે કોઈ વ્યક્તિને જોશો તે પોતાના કાનમાં ઈયરફોન ઠુંસેલો જોવા મળશે અને તેની આંગળી મોબાઈલમાં ફરતી જોવા મળશે. ઘણા લોકો તો બહારના અવાજથી બચવા માટે પણ આવું કરતા હોય છે. તો ઘણા લોકો ફેશનેબલ દેખાવવા માટે આવું કરતા હોય છે. લોકો કલાકો સુધી કાનમાં ઈયરફોન લગાવીને રાખે છે પરંતુ ક્યારેય તેઓ એવું નથી વિચારતા કે તેમની આ આદત કેટલી ખરાબ છે અને તેમને કેટલુ નુકસાન પહોંચાડી શકે છે.
આ પણ વાંચો: NASA એ 43 વર્ષ બાદ વોયઝર-1 અંતરિક્ષ યાનનું એંટીના ફરીથી શરૂ કર્યું, 24 અબજ કિમી દૂર મોકલ્યો મેસેજ
તમને જણાવી દઈએ કે, આવા લોકોએ એક વખત આ વીડિયો જોવો જોઈએ, જેઓ કલાકો સુધી પોતાના કાનમાં ઈયરફોન અથવા ઈયરબર્ડસ લગાવી રાખે છે. આ વીડિયોને જોયા બાદ તેમને એ વાતનો અંદાજો આવી જશે કે તેમની આ આદત તેમને કેટલી ભારે પડી શકે છે.
ગ્રાફિક્સ દ્વારા સમજો ઈયરફોન કેટલું નુક્સાન કરી શકે છે
આ વીડિયોમાં ગ્રાફિક્સ દ્વારા સમજાવાયું છે કે, લાંબા સમય સુધી ઈયરફોન કાનમાં લગાવી રાખવાથી અને મોટા અવાજે ગીતો સાંભળવું આપણા કાન પર કેટલી અસર કરે છે. વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે, કાનમાં ઈયરબડ લગાવતા જ વાઈબ્રેશન થવા લાગે છે. સતત ઝડપી વાયબ્રેટ થવાથી કાનની અંદર જે વાળ હોય છે તે તૂટવા લાગે છે અને પછી સૂકાઈ જાય છે. જેના કારણે પરમનેન્ટ હીયરિંગ લોસ (બહેરાસ)ની સંભાવના ઝડપી વધી જાય છે. અને એક સમયે આપણા કાનથી સાંભળવાનું બંધ થઈ જાય છે. આ વીડિયોને સોશિયલ સાઈટ એક્સ પર @Rainmaker1973 નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. જેને ખબર લખાઈ ત્યાં સુધીમાં 46.7 મિલિયન લોકો જોઈ ચુક્યા છે અને 98 હજાર લોકો લાઈક કરી ચુક્યા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us