scorecardresearch

KVP : પોસ્ટ ઓફિસની આ બચત યોજનામાં હવે 5 મહિના પહેલા પૈસા ડબલ થશે, 5 લાખની સામે 10 લાખ મળશે, જાણો વિગતવાર

Kisan Vikas Patra Post Office Scheme : કેન્દ્ર સરકારે 1 એપ્રિલ, 2023ના રોજ કિસાન વિકાસ પત્ર પર મળતું વ્યાજ 7.2 ટકાથી વધારીને 7.5 ટકા વાર્ષિક કર્યું છે.

Post Office saving Scheme
KVP : સરકારી યોજના કિસાન વિકાસ પત્ર હવે પહેલા કરતા વધુ આકર્ષક થઇ ગઇ છે.

Post Office Kisan Vikas Patra Investment Scheme: ખેડૂતોના નામે પોસ્ટ ઓફિસ દ્વારા સંચાલિત કરાતી સરકારી યોજના કિસાન વિકાસ પત્ર (KVP) હવે પહેલા કરતા વધુ આકર્ષક બની છે. કેન્દ્ર સરકારે 1 એપ્રિલ, 2023ના રોજ કિસાન વિકાસ પત્ર પર મળતું વ્યાજ 7.2 ટકાથી વધારીને 7.5 ટકા વાર્ષિક કર્યું છે. એટલે કે હવે પાકતી મુદતમાં 5 મહિનાનો ઘટાડો થયો છે. પહેલા આ સ્કીમમાં રૂપિયા ડબલ કરવા માટે 120 મહિનાનો સમય લાગતો હતો, હવે તમારું રોકાણ ફક્ત 115 મહિનામાં જ બમણું થઈ જશે.

કિસાન વિકાસ પત્ર એ ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલી વન ટાઇમ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ છે, જ્યાં તમારા પૈસા એક ચોક્કસ સમયગાળામાં બમણા થઈ જાય છે. કિસાન વિકાસ પત્ર દેશની તમામ પોસ્ટ ઓફિસ અને મોટી બેંકોમાં હાજર છે. આમાં ઓછામાં ઓછા રોકાણની રકમ 1000 રૂપિયા છે અને મહત્તમ રોકાણ પર કોઈ મર્યાદા નથી. ખાસ કરીને આ યોજના ખેડૂતો માટે બનાવવામાં આવી છે, જેથી તેઓ લાંબા ગાળે નાણાંની બચત કરી શકે.

કિસાન વિકાસ પત્રમાં કોણ રોકાણ કરી શકે?

કિસાન વિકાસ પત્રમાં રોકાણ કરનાર વ્યક્તિની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ. તેમાંસિંગલ એકાઉન્ટ સિવાય જોઈન્ટ એકાઉન્ટની પણ સુવિધા છે. ઉપરાંત આ સરકારી બચત યોજના સગીરો માટે પણ ઉપલબ્ધ છે, જેમનું સંચાલન વાલી દ્વારા કરવાનું હોય છે. આ યોજના હિન્દુ અવિભાજિત કુટુંબ એટલે કે HUF અથવા NRI સિવાયના ટ્રસ્ટ માટે પણ લાગુ પડે છે.

એકાઉન્ટ ટ્રાન્સફર કરવાની સુવિધા

કિસાન વિકાસ પત્રમાં રોકાણ કરનારા લોકોને અમુક શરતો અને સંજોગોમાં તેમના એકાઉન્ટ ટ્રાન્સફર કરવાની સુવિધા આપવામાં આવી રહી છે. કિસાન વિકાસ પત્રના ખાતાધારકના મૃત્યુ બાદ આ એકાઉન્ટ તેના નોમિની / વારસદાર અથવા કાયદાકીય વારસદારને ટ્રાન્સફર કરવામાં આવશે. તેમજ, કોઈપણ સંયુક્ત ખાતાધારકના મૃત્યુના કિસ્સામાં અને કોર્ટના આદેશથી એકાઉન્ટ ટ્રાન્સફર કરી શકાય છે.

પ્રમાણપત્ર લેવું પડશે

કિસાન વિકાસ પત્ર (KVP) 1000, 5000, 10,000 અને 50,000 રૂપિયા સુધીના સર્ટિફિકેટ હોય છે, જેને ખરીદવાના હોય છે.

કિસાન વિકાસ પત્રમાં રોકાણ માટે ક્યાં દસ્તાવેજોની જરૂર પડે ?

  • KYC પ્રક્રિયા માટે ઓળખ પુરાવો
  • આધાર કાર્ડ
  • પાન કાર્ડ
  • મતદાર કાર્ડ
  • ડ્રાઈવિંગ લાયસન્સ
  • પાસપોર્ટ
  • KVP અરજી ફોર્મ
  • સરનામું
  • જન્મ પ્રમાણપત્ર

KVP એકાઉન્ટ કેવી રીતે ખોલાવી શકાય?

  • તમે નજીકની કોઈપણ પોસ્ટ ઓફિસમાં ફોર્મ ભરીને એકાઉન્ટ ખોલાવી શકો છો. ઉપરાંત આ ફોર્મ ઓનલાઈન પણ ડાઉનલોડ કરી શકાય છે.
  • ફોર્મમાં વ્યક્તિનું નામ, જન્મ તારીખ અને સરનામું વગેરે માહિતીનો સ્પષ્ટ રીતે ઉલ્લેખ કરવો.
  • ફોર્મમાં કેટલી રકમના કિસાન વિકાસ પત્ર ખરીદવાના છે તે રકમનો સ્પષ્ટ ઉલ્લેખ કરવો જોઈએ.
  • KVP ખરીદવા માટે ચેક કે રોકડથી ચૂકવણી કરી શકાય છે.
  • જો ચેક દ્વારા ચૂકવણી કરવાની હોય તો મહેરબાની કરીને ફોર્મમાં સ્પષ્ટપણે ચેક નંબરની વિગતો લખવી.
  • ફોર્મમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવો તે KVP સિંગલ કે જોઇન્ટ-એ અથવા જોઇન્ટ-બી મેમ્બર, કયા આધારે ખરીદવામાં આવી રહી છે.
  • જો કેવીપી જોઇન્ટમાં ખરીદ્યું હોય, તો બંને લાભાર્થીઓના નામ લખો.
  • જો લાભાર્થી સગીર હોય, તો તેની/તેણીની જન્મ તારીખ (DOB), માતા-પિતાનું નામ, વાલીનું નામ લખો.
  • ફોર્મ સબમિટ કરો ત્યારે કિસાન વિકાસ પ્રમાણપત્રમાં લાભાર્થીનું નામ, પાકતી તારીખ અને પાકતી મુદતની રકમ આપવામાં આવશે.

આ પણ વાંચોઃ સરકારી બચત યોજનામાં રોકાણ કરી બાળકોનું ભવિષ્ય સુરક્ષિત બનાવો, કઇ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ સૌથી શ્રેષ્ઠ રહેશે? જાણો અહીં

KVP: કર લાભ મળશે કે નહીં

કિસાન વિકાસ પત્ર (KVP)માં રોકાણ કરવા પર, તમારે કમાયેલા નફાની રકમ પર ટેક્સ ચૂકવવો પડશે, જ્યારે અન્ય સ્કીમ નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ અને PPF એકાઉન્ટ પર મળતું વ્યાજ કરમુક્ત છે. આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ આપવામાં આવેલી કર મુક્તિનો લાભ આ યોજનાને લાગુ પડતી નથી. એટલે કે, તમારા દ્વારા કરવામાં આવેલું રોકાણ આવકવેરાના દાયરામાં રહેશે, જ્યારે PPF એકાઉન્ટ અને નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટમાં કરાયેલું રોકાણ કલમ 80C હેઠળ કરમુક્તિ છે. આ સિવાય બેંકોમાં 5 વર્ષ માટે ફિક્સ્ડ ડિપોઝિટમાં કરવામાં આવેલા રોકાણને પણ કલમ 80C હેઠળ ટેક્સમાંથી મુક્તિ મળે છે.

Disclaimer :- આ આર્ટિકલ Financial Express પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો

Web Title: Kisan vikas patra post office scheme double money in 115 months know all details here

Best of Express