Black Friday Sale: જાણો બ્લેક ફ્રાઈડે સેલ શું છે અને તેની શરૂઆત કેવી રીતે થઈ?

Black Friday Sale Start Date: બ્લેક ફ્રાઈડે સેલ નવેમ્બરના છેલ્લા અઠવાડિયામાં થૈંક ગિવિંગના આગામી શુક્રવારથી શરૂ થાય છે. દુનિયાભરમાં લોકો આ દિવસે સારી એવી ખરીદી કરતા હોય છે.

Written by Rakesh Parmar
November 27, 2024 16:02 IST
Black Friday Sale: જાણો બ્લેક ફ્રાઈડે સેલ શું છે અને તેની શરૂઆત કેવી રીતે થઈ?
અમેરિકામાં નહીં પરંતુ ઘણા મોટા દેશોમાં પણ બ્લેક ફ્રાઈડે સેલ લાગવા લાગ્યા છે. (તસવીર: Freepik)

Black Friday Sale Start Date: શોપિંગના દીવાના લોકો સેલની આતુરતાથી રાહ જોતા હોય છે. પછી ભલે તે ઓનલાઈન શોપિંગ હોય કે પછી મોલ અને સ્ટોર્સમાં લાગનાર ઓફલાઈન સેલ હોય. જ્યાં જુઓ ત્યાં સેલ લાગે ત્યાં લોકોની ભારે ભીડ જોવા મળી જાય છે. અમેરિકાથી લઈ ભારત સુધી શોપિંગના દીવાનાઓ નવેમ્બરના અંતની રાહ જોતા હોય છે. આ મહિનામાં નિર્માતા કંપનીઓ મોટા સેલ અને બમ્પર ઓફર લઈને આવતા હોય છે. નવેમ્બરમાં લોકો બ્લેક ફ્રાઈડે સેલની આતુરતાથી રાહ જોતા હોય છે. ખાસ કરીને તે લોકો જેમને સેલમાં શોપિંગ કરવાનું પસંદ હોય છે. આ મહાસેલને લઈ લોકો ખુબ જ ઉત્સાહિત હોય છે.

બ્લેક ફ્રાઈડે સેલ ક્યારે લાગે છે?

બ્લેક ફ્રાઈડે સેલ નવેમ્બરના છેલ્લા અઠવાડિયામાં થૈંક ગિવિંગના આગામી શુક્રવારથી શરૂ થાય છે. દુનિયાભરમાં લોકો આ દિવસે સારી એવી ખરીદી કરતા હોય છે. આ ખાસ દિવસથી ક્રિસમસની શોપિંગની શરૂઆથ થઈ જાય છે. આ વર્ષે 28 નવેમ્બરે થેંક ગિવિંગ સેલ છે અને તેના આગામી દિવસે એટલે 29 નવેમ્બરે બ્લેક ફ્રાઈડે સેલ શરૂ થશે. તમને સ્ટોર્સની સામે ખરીદી કરનારા લોકોની લાંબી લાઈન નજર આવશે.

આ પણ વાંચો: આધાર કાર્ડ અપડેટ કરવાની છેલ્લી તારીખ 14 ડિસેમ્બર, ઘરે બેઠાં મફતમાં કરી લો આ કામ

કેવી રીતે થઈ બ્લેક ફ્રાઈડે સેલની શરૂઆત

સૌથી પહેલા 1960 માં બ્લેક ફ્રાઈડે સેલની શરૂઆત થઈ હતી. થેંક્સ ગિવિંગ સેલના આગામી દિવસે રસ્તાઓ પર લોકોની ભીડ જામી જતી હતી અને લોકો તેમાં ફસાઈ જતા હતા. સેલને લઈ રસ્તા પર પણ ભીડ જોવા મળતી હતી. જેને મેનેજ કરવું પોલીસ અને પ્રશાસન માટે મુશ્કેલ બની જતુ હતું. માટે તેને બ્લેક ફ્રાઈડે નામ આપવામાં આવ્યું હતું. જોકે 1980માં લોકો આ દિવસની ઉજવણી તરીકે મનાવવા લાગ્યા હતા. આ દિવસે લોકોએ ખરીદી કરવા, રજાઓ માણવાનું શરૂ કરી દીધું. આખા અમેરિકામાં આ દિવસે હોલીડે શોપિંગ તરીકે ઉજવણી કરવામાં આવવા લાગી.

ભારતમાં પણ લાગે છે બ્લેક ફ્રાઈડે સેલ

અમેરિકામાં નહીં પરંતુ ઘણા મોટા દેશોમાં પણ બ્લેક ફ્રાઈડે સેલ લાગવા લાગ્યા છે. ભારતમાં પણ બ્લેક ફ્રાઈડે સેલ લાગે છે. ઓનલાઈન કંપનીઓ પોતાની પ્રોડક્ટ્સ પર મોટી છૂટ આપે છે. મોટી-મોટી બ્રાન્ડ્સ પોતાની પ્રોડક્ટ્સને સેલમાં લિસ્ટ કરતા હોય છે. આ સેલમાં ઈલેક્ટ્રોનિક્સ, હોમ કેર ડિવાઈસો, કપડા અને બીજી જરૂરી વસ્તુઓ પર મોટી છૂટ આપે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ