/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/lava-blaze-2.jpg)
હાલમાં મોબાઈલ્સ બોનાન્ઝા સેલ ફ્લિપકાર્ટ પર લાઈવ છે. (તસવીર: Flipkart Sale)
LAVA Blaze 2 5G: શું તમે પણ સૌથી સસ્તો 5G ફોન શોધી રહ્યા છો? તો આજે અમે તમને એવા ફોન વિશે જણાવીશું જેમાં શાનદાર કેમેરા અને મોટી બેટરી સાથે 5G કનેક્ટિવિટી મળશે. એટલું જ નહીં આ ફોનની કિંમત પણ 10 હજાર રૂપિયાથી ઓછી છે. અમે જે ફોન વિશે વાત કરી રહ્યા છીએ તેનું નામ LAVA Blaze 2 5G છે જે કંપનીએ ગયા વર્ષે ભારતમાં લોન્ચ કર્યો હતો. આ ફોનને 11,499 રૂપિયાની કિંમતે લોન્ચ કરવામાં આવ્યો હતો પરંતુ હવે આ ફોન ડિસ્કાઉન્ટ બાદ માત્ર 8,953 રૂપિયામાં ઉપલબ્ધ છે.
LAVA Blaze 2 5G પર ડિસ્કાઉન્ટ ઓફર
ખરેખરમાં આ દિવસોમાં મોબાઈલ્સ બોનાન્ઝા સેલ ફ્લિપકાર્ટ પર લાઈવ છે જે 21 નવેમ્બર સુધી ચાલશે. આ Lava ફોન સેલ દરમિયાન ખૂબ જ સસ્તી કિંમતે ઉપલબ્ધ છે. એટલું જ નહીં BOBCARD દ્વારા તમે ફોન પર 10% સુધીનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. જે તેની કિંમતમાં વધુ ઘટાડો કરે છે. EMI વિકલ્પ સાથે પણ આ ફોનને તમે ખરીદી શકો છો. ચાલો આ ફોનના ફીચર્સ પર પણ એક નજર કરીએ…
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/lava-blaze-2-5G.jpg)
LAVA Blaze 2 5Gની વિશેષતાઓ
ડિસ્લ્પે
ડિસ્પ્લે વિશે વાત કરીએ તો Lava Blaze 2 5Gમાં 6.56 ઇંચની HD+ IPS LCD ડિસ્પ્લે જોવા મળે છે. આ ફોન 90Hz રિફ્રેશ રેટ સાથે આવે છે જે સ્ક્રોલિંગને સરળ બનાવે છે. ઉચ્ચ કોન્ટ્રાસ્ટ અને વાઇબ્રન્ટ રંગો દ્વારા સરળ મલ્ટીમીડિયા વપરાશ અને ઇમર્સિવ ગેમિંગ અનુભવ પ્રદાન કરે છે.
પ્રોસેસર
ફોનમાં MediaTek Dimensity 6020 પ્રોસેસર છે. ઓક્ટા-કોર પ્રોસેસરની ટોપ સ્પીડ 2.2 GHz છે. તેમાં 4GB રેમ છે, જે સરળ મલ્ટી-ટાસ્કિંગ અને નિયમિત કામગીરી માટે યોગ્ય છે.
કેમેરો
સ્માર્ટફોનમાં ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ છે જેમાં એક કેમેરા 50 MPનો છે અને બીજો 0.08 MPનો સેકન્ડરી કેમેરો છે. બીજી તરફ સ્માર્ટફોનના ફ્રન્ટ કેમેરામાં 8 એમપીનો કેમેરો છે, જે શાનદાર સેલ્ફી લેવા માટે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us