LIC Policy: એક પ્રીમિયમ અને જીંદગીભરનો ઈન્શ્યોરન્સ, LICની અદભુત વીમા યોજના 12 જાન્યુઆરીથી શરૂ

LIC Jeevan Utsav Single Premium: એલઆઈસી જીવન ઉત્સવ સિંગલ પ્રીમિયમ 12 જાન્યુઆરી, 2026થી ઉપલબ્ધ થશે. આ નવો પ્લાન નોન પાર્ટિસિપેશન, નોન-લિંક્ડ, વ્યક્તિગત બચત અને સંપૂર્ણ જીવન વીમા યોજના બનશે.

LIC Jeevan Utsav Single Premium: એલઆઈસી જીવન ઉત્સવ સિંગલ પ્રીમિયમ 12 જાન્યુઆરી, 2026થી ઉપલબ્ધ થશે. આ નવો પ્લાન નોન પાર્ટિસિપેશન, નોન-લિંક્ડ, વ્યક્તિગત બચત અને સંપૂર્ણ જીવન વીમા યોજના બનશે.

author-image
Ajay Saroya
New Update
lic | Life Insurance Corporation | lic index plan | lic insurance policy | lic premium | lic policy

એલઆઈસી ભારતની સૌથી સરકારી વીમા કંપની છે, જે શેરબજારમાં લિસ્ટેડ છે. (File Photo) Photograph: (Express File Photo)

LIC Jeevan Utsav Single Premium : દેશની સૌથી મોટી વીમા કંપની લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એલઆઇસી)એ પોતાના ગ્રાહકો માટે નવો ઇન્શ્યોરન્સ પ્લાન લોન્ચ કરવાની જાહેરાત કરી છે. એલઆઈસીના જણાવ્યા અનુસાર, આ નવો પ્લાન જીવન ઉત્સવ સિંગલ પ્રીમિયમ (એલઆઈસીનો જીવન ઉત્સવ સિંગલ પ્રીમિયમ) 12 જાન્યુઆરી, 2026 થી ગ્રાહકો માટે લોન્ચ થવા જઈ રહ્યો છે. આ નવો પ્લાન નોન પાર્ટિસિપેશન, નોન-લિંક્ડ, વ્યક્તિગત બચત અને સંપૂર્ણ જીવન વીમા યોજના બનશે. ચાલો જાણીએ ...

Advertisment

એલઆઈસી જીવન ઉત્સવ સિંગલ પ્રીમિયમ શું છે?

એલઆઈસીએ પોતાના ગ્રાહકો માટે જીવન ઉત્સવ સિંગલ પ્રીમિયમ નામનો નવો પ્લાન લોન્ચ કરવાની જાહેરાત કરી છે. એલઆઈસીનો આ નવો પ્લાન 12 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે. આમાં ગ્રાહકોને વીમા સુરક્ષાની સાથે સાથે બચતનો પણ લાભ મળે છે.

આ સિંગલ પ્રીમિયમ પ્લાન હોવાને કારણે, તેઓ ફક્ત એક જ વાર પ્રીમિયમ ચૂકવીને સંપૂર્ણ જીવન કવરેજ મેળવે છે. ઉપરાંત, નોન-લિંક્ડ પોલિસીને કારણે, આ ઈન્શ્યોરન્સ પ્રોડક્ટ પર બજારના જોખમો પર તેની કોઈ અસર પડશે નહીં. જો કે, એક્સચેન્જ ફાઇલિંગમાં, વીમા કંપનીએ પ્રોડક્ટ વિશે સંપૂર્ણ માહિતી આપી નથી. પ્રોડક્ટના લોન્ચિંગ બાદ તેની સંપૂર્ણ માહિતી મેળવી શકાય છે.

બંધ વીમા પોલિસી ફરી શરૂ કરવાની તક

એલઆઈસી એ નવા વર્ષના અવસર પર પોતાના ગ્રાહકોને વધુ એક ખુશખબર આપી છે. દેશની સૌથી મોટી વીમા કંપનીએ બંધ વીમા પોલિસીને ફરીથી સક્રિય કરવા માટે વિશેષ રિવાઇવલ કેમ્પેઇન શરૂ કર્યું છે. એલઆઈસીનું આ અભિયાન 1 જાન્યુઆરી 2026થી 2 માર્ચ 2026 સુધી ચાલશે. આ સમય દરમિયાન, જો તમે ક્લોઝ્ડ પોલિસીને ફરીથી સક્રિય કરો છો, તો તમને લેટ ફી પર 30 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

Advertisment

આ પણ વાંચો | આધાર PVC કાર્ડ મોંઘુ થયું, UIDAI એ 50 ટકા ફી વધારી, જાણો હવે કેટલા રૂપિયા ચૂકવવા પડશે?

5,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ

જો આ રિવાઇવલ અભિયાનમાં 1 લાખ રૂપિયા સુધીની પોલિસી છે, તો તમને લેટ ફીમાં મહત્તમ 3,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. 1 લાખથી 3 લાખ રૂપિયાની પોલિસીમાં લેટ ફી પર 4000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળવા જઈ રહ્યું છે. તો 3 લાખ રૂપિયાથી વધુની સમ એશ્યોર્ડ ધરાવતી પોલિસીમાં લેટ ફી પર મહત્તમ 5000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે.

Investment બિઝનેસ