LIC IPO stock market : વર્ષ 2022ના સૌથી મોટા ઇનિશિયલ પબ્લિક ઑફરિંગ એટલે કે IPOમાં LICનો IPO સૌથી મોટો હતો. ઉપરાંત 21,000 કરોડ રૂપિયાના ઇશ્યૂ સાથે એલઆઇસીનું જાહેર ભરણું ભારતીય શેર બજારના ઇતિહાસનો સૌથી મોટો હતો. એલઆઇસીના આઇપીઓનું રોકાણકારોમાં જબરદસ્ત આકર્ષણ જોવા મળ્યુ હતુ અને તેનો ખ્યાલ એ બાબતથી લગાવી શકાય છે કે, તેનો ઇશ્યૂ ત્રણ ગણાથી વધારે સબસ્ક્રાઇબ થયો હતો. આ મેગા આઇપીઓથી રોકાણકારોને ઘણી આશાઓ હતી, જો કે હાલ રડવાનો વારો આવ્યો છે.
રોકાણકારોને 40 ટકા સુધીનું નુકસાન
LICનો આઇપીઓ રોકાણકારો માટે ખોટનો સોદો સાબિત થયો છે. LICનો આઇપીઓ શેરબજારમાં લિસ્ટેડ થયો ત્યારથી સતત તેની ઇશ્યૂ પ્રાઇસથી નીચે ટ્રેડ થઇ રહ્યો છે. LICના આઇપીઓમાં શેરની પ્રાઇસ ઇક્વિટી શેર દીઠ 949 રૂપિયા નક્કી કરી હતી, જેની સામે તેનો શેર 17 મે, 2022ના રોજ સ્ટોક એક્સચેન્જ પર 8 ટકાના ડિસ્કાઉન્ટે 865 રૂપિયાના ભાવે લિસ્ટ થયો હતો. આમ આજે LICના શેરના લિસ્ટિંગને આજે એક વર્ષ પૂર્ણ થયુ છે. 17 મે, 2023ના રોજ LICનો શેર બીએસઇ ખાતે 570 રૂપિયાના ભાવે બંધ થયો હતો. આમ LICનો શેર હજુ પણ તેના લિસ્ટિંગ ભાવથી 34 ટકા અને IPOના અપર બેન્ડ કરતાં 40 ટકા નીચે બોલાઇ રહ્યો છે. બીજા શબ્દોમાં કહીયે તો LICના શેરમાં રોકાણકારોને હજી પણ 40 ટકા નુકસાન થઇ રહ્યું છે.
LICનો શેર હજી પણ દબાણ હેઠળ
LICનો શેર હજી પણ દબાણ હેઠળ છે કારણ કે આ ફેબ્રુઆરીના કેન્દ્રીય બજેટમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમને વ્યક્તિઓને નવી કર વ્યવસ્થામાં ટ્રાન્સફર કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું, જે વીમા પોલિસીમાં રોકાણ પર કર મુક્તિની તરફેણમાં નથી. આ દરખાસ્ત વીમા ક્ષેત્ર માટે મોટા ફટકા સ્વરૂપ મનાય છે અને તેનાથી રોકાણકારો તેની વૃદ્ધિની સંભાવનાઓ અંગે ફરીથી વિચાર કરવાની મજબૂર થયા છે. જોકે, માર્કેટ એનાલિસ્ટો માને છે કે લાંબા ગાળાના દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખતા LICનો શેર રોકાણ માટે એક સારો વિકલ્પ છે.
LICનો શેર ખરીદવા, વેચવા કે હોલ્ડ કરવા?
જિયોજીત ફાઇનાન્શિયલ સર્વિસિસના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ ગૌરાંગ શાહે જણાવ્યું હતું કે, “અમારી પાસે IPO સબ્સ્ક્રિપ્શન દરમિયાન ખરીદીની ભલામણ હતી. તે પછી, અમારી પાસે લાંબા ગાળા માટે સ્ટોક ખરીદવાની એક સ્ટેન્ડઅલોન ભલામણ છે. બજારમાં હજુ પણ અવકાશ રહેલી છે. આ માત્ર LIC માટે જ નહીં પરંતુ HDFC Life, ICICI પ્રુડેન્શિયલ અને SBI લાઇફ જેવી અન્ય સંબંધિત કંપનીઓ માટે પણ માન્ય છે. તેમણે કહ્યું, “લાંબા ગાળાને જોતા, તે એક સારું રોકાણ છે.”
BSE આ દરમિયાન 14 ટકા વધ્યો
LICનો આઇપીઓ તેના લિસ્ટિંગના એક વર્ષમાં 40 ટકા જેટલો તૂટ્યો તૂટ્યો છે જ્યારે આ સમયગાળામાં બીએસઇ સૂચકાંકમાં 14 ટકાનો વધારો થયો છે. 17 મે, 2022ના રોજ બીએસઇ સેન્સેક્સ બેન્ચમાર્ક 54,318.47 હતો, જે 17 મે, 2023ના રોજ 61,932.47 હતો.
માર્ચ ક્વાર્ટરમાં LICનું પ્રદર્શન કેવું હતું?
LICનો માર્ચ ત્રિમાસિક 2023માં કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો નોંધપાત્ર વધીને 8334 કરોડ રૂપિય થયો છે, જ્યારે વર્ષ પૂર્વેના સમાન ક્વાર્ટરમાં કંપનીએ 235 કરોડ રૂપિયાનો નફો કર્યો હતો.
Disclaimer : આ આર્ટિકલ Indian Express પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો.