scorecardresearch

હોળી પહેલા મોંઘવારીનો ઝટકો, ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો

LPG Cylinder Price Hike: ઘરેલુ ગેસ સિલિન્ડર (14 કિલો) ના ભાવ જે રૂ. 1060 હતા તે હવે રૂ. 1110 થયા છે, જ્યારે કોમર્શિયલ ગેસ સિલિન્ડર (19 કિલો) ના ભાવ રૂ. 1769 હતા તે હવે 2119.50 થયા છે.

હોળી પહેલા મોંઘવારીનો ઝટકો, ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો
ઘરેલુ એલપીજી ગેસ સિલન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો (ફોટો – એક્સપ્રેસ)

LPG Cylinder Price Hike : હોળી પહેલા ફરી એકવાર મોંઘવારીનો ઝટકો સહન કરવો પડશે. બુધવારે (1 માર્ચ 2023)થી ઘરેલુ રસોઈ ગેસ સિલિન્ડરની કિંમતોમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદમાં 14.2 કિલોના ઘરેલુ રસોઈ ગેસ સિલિન્ડરની કિંમત હવે વધીને 1,110 રૂપિયા થઈ ગઈ છે.

અમદાવાદ નિર્મલા ગેસ એજન્સીએ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે, ઘરેલુ ગેસ સિલિન્ડર (14 કિલો) ના ભાવ જે રૂ. 1060 હતા તે હવે રૂ. 1110 થયા છે, જ્યારે કોમર્શિયલ ગેસ સિલિન્ડર (19 કિલો) ના ભાવ રૂ. 1769 હતા તે હવે 2119.50 થયા છે.

કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 350.50 રૂપિયાનો વધારો

ન્યૂઝ એજન્સી ANI અનુસાર કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 350.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. નવા દર આજથી લાગુ થશે.

જુલાઈ 2022માં કિંમતોમાં વધારો કરવામાં આવ્યો હતો

આ પહેલા 6 જુલાઈ 2022ના રોજ ઓઈલ કંપનીઓ દ્વારા કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો. તે સમયે પણ કંપનીઓએ સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કર્યો હતો અને તે વધીને 1060 રૂપિયા થઈ ગયો હતો. આ પહેલા વર્ષ 2022માં 14.2 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડર લગભગ 154 રૂપિયા મોંઘા થયા હતા. તો બીજી તરફ 19 કિલોનો સિલિન્ડર 357 રૂપિયા સસ્તો થયો હતો. આ દરમિયાન 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના દરમાં કુલ 18 વખત ફેરફાર કરવામાં આવ્યો હતો. જેમાં સિલિન્ડર 12 ગણો સસ્તો અને 6 ગણો મોંઘો થયો છે.

આ પણ વાંચોભારતનો વિકાસદર મંદ પડ્યો, ડિસેમ્બર ક્વાર્ટરમાં GDP ગ્રોથ ઘટીને 4.4 ટકા

દિલ્હીમાં 1769 રૂપિયાના બદલે કોમર્શિયલ એલપીજી સિલિન્ડર હવે ગ્રાહકોને 2119.5 રૂપિયામાં મળશે. કોલકાતામાં તેની કિંમત 1870 રૂપિયા હતી, જે હવે 2221.5 રૂપિયા થઈ ગઈ છે. મુંબઈમાં તેની કિંમત 1721 રૂપિયાથી વધીને 2071.50 રૂપિયા થઈ ગઈ છે. ચેન્નાઈમાં જે સિલિન્ડર 1917 રૂપિયામાં મળતું હતું તે હવે 2268 રૂપિયામાં મળશે. દિલ્હીમાં 14.2 કિલોનું ઘરેલું એલપીજી સિલિન્ડર રૂ.1053ને બદલે રૂ.1103માં મળશે. મુંબઈમાં આ સિલિન્ડર 1052.50 રૂપિયાના બદલે 1102.5 રૂપિયામાં મળશે જ્યારે કોલકાતામાં 1079 રૂપિયાના બદલે હવે ગ્રાહકોને 1129 રૂપિયામાં મળશે. ચેન્નાઈમાં આજથી ઘરેલું એલપીજી સિલિન્ડર 1068.50 રૂપિયાના બદલે 1118.5 રૂપિયામાં મળશે.

Web Title: Lpg cylinder price hike domestic lpg cylinder rs 50 and commercial cylinder price hiked by rs

Best of Express