Maruti Alto 800 CNG: 62 હજાર ચૂકવી 31 કિમી માઇલેજ ધરાવતી આ હેચબેક મેળવી શકો છો, વાંચો સંપૂર્ણ પ્લાન

જો તમારી પાસે ડાઉન પેમેન્ટ માટે 62 હજાર રૂપિયા છે, તો તેના માટે તમને બેંકમાંથી 4,93,187 રૂપિયાની લોન મળશે.

જો તમારી પાસે ડાઉન પેમેન્ટ માટે 62 હજાર રૂપિયા છે, તો તેના માટે તમને બેંકમાંથી 4,93,187 રૂપિયાની લોન મળશે.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update

Best mileage car CNG નો દાવો કરતી તમામ કાર હેચબેક સેગમેન્ટમાં ઉપલબ્ધ છે. જે ઓછી કિંમતમાં આકર્ષક ફીચર્સ અને ડિઝાઇન ની સાથે મળે છે. માઇલેજ વાળી કારમાં એક મારુતિ અલ્ટો 800 CNG જે ઘણાં દેશ ની સૌથી ઓછી કિંમત ની CNG કાર છે.Maruti Alto 800 CNG ને જો તમે પસંદ કરો છે તો ખરીદવી જોઈએ, જાણો તેની કિંમત, માઈલેજ અને ફીચર્સ વિષે,

Advertisment

મારુતિ સુઝુકીએ આ કારના બેઝ વેરિઅન્ટમાં CNG કિટનો વિકલ્પ આપ્યો છે, જેની પ્રારંભિક કિંમત 5,03,000 રૂપિયા છે અને ઑન-રોડ, આ કિંમત 52 હજાર રૂપિયા વધીને 5,55,187 રૂપિયા થાય છે.

Maruti Alto 800 CNG Finance Plan

જો તમે રોકડ ચુકવણી દ્વારા મારુતિ અલ્ટો 800 CNG ખરીદવા માંગો છો, તો તમારી પાસે આ માટે 5.5 લાખ રૂપિયા હોવા જોઈએ, નહીં તો તમે તેને 62 હજાર રૂપિયાનું ડાઉન પેમેન્ટ ચૂકવીને ખરીદી શકો છો.

આ પણ વાંચો: માત્ર ₹ 10 હજારમાં ઘરે લઇ જવા TVSની Apache RTR બાઇક, જાણો કેવી રીતે

Advertisment

ઓનલાઈન ફાઈનાન્સ પ્લાનની વિગતો આપતા કેલ્ક્યુલેટર મુજબ, જો તમારી પાસે ડાઉન પેમેન્ટ માટે 62 હજાર રૂપિયા છે, તો તેના માટે તમને બેંકમાંથી 4,93,187 રૂપિયાની લોન મળશે. બેંક આ લોનની રકમ પર વાર્ષિક 9.8 ટકા વ્યાજ વસૂલશે. લોન જારી થયા પછી, તમારે આગામી પાંચ વર્ષ સુધી દર મહિને રૂ. 10,430ની માસિક EMI જમા કરવી પડશે.

મારુતિ અલ્ટો 800 CNG પર ઉપલબ્ધ લોન, ડાઉન પેમેન્ટ અને EMI પ્લાનની સાથે હવે તમે આ કારનું એન્જિન, માઈલેજ અને ફીચર્સ પણ જાણી શકો છો.

આ પણ વાંચો: Google Layoffs: 10,000થી વધારે કર્મચારીઓને કાઢશે ગૂગલની પેરેન્ટ કંપની Alphabet

Maruti Alto 800 LXI CNG Engine and Transmission

મારુતિ અલ્ટો 800 CNG 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે જોડાયેલ 796 cc ત્રણ સિલિન્ડર એન્જિન દ્વારા સંચાલિત છે. આ એન્જિન 40.36 PS પાવર અને 60 Nm પીક ટોર્ક જનરેટ કરે છે.

Maruti Alto 800 LXI CNG Mileage

મારુતિ સુઝુકીનો દાવો છે કે આ CNG કાર 31.59 kmplની માઈલેજ આપે છે અને આ માઈલેજને ARAI દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યું છે.

ટેકનોલોજી