/indian-express-gujarati/media/media_files/2026/02/17/maruti-suzuki-e-vitara-launched-2026-02-17-18-39-09.jpg)
Maruti Suzuki e Vitara ની કિંમતથી લઈ ફિચર્સ સુધીની તમામ માહિતી અહીં ચેક કરો. Photograph: (Maruti Suzuki website)
Maruti Suzuki e Vitara Price: ભારતની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકીએ આખરે ભારતીય બજારમાં તેની પહેલી ઇલેક્ટ્રિક એસયુવી, મારુતિ સુઝુકી ઇ વિટારા (SUV Maruti Suzuki e Vitara) લોન્ચ કરી છે. આ ઇલેક્ટ્રિક એસયુવીની શરૂઆતની કિંમત ₹10.99 લાખ (એક્સ-શોરૂમ) છે, જોકે આ કિંમત બેટરીને બાદ કરતાં છે.
કંપનીએ આ મોડેલ સાથે Battery-as-a-Service (BaaS) મોડેલ રજૂ કર્યું છે, જેના હેઠળ ગ્રાહકોએ બેટરી ભાડે લેવી પડશે અને પ્રતિ કિલોમીટર ₹3.99 ચૂકવવા પડશે. મારુતિ ઇ વિટારા માટે બુકિંગ ₹21,000 ની ટોકન રકમથી શરૂ થઈ ગયું છે.
Maruti Suzuki e Vitara: બેટરી અને રેન્જ
મારુતિ સુઝુકી ઇ-વિટારા બે બેટરી પેક વિકલ્પો સાથે ઉપલબ્ધ છે:
49kWh બેટરી પેક (Delta ટ્રીમ)
- પાવર: 144hp
- ટોર્ક: 189Nm
- રેન્જ: 440km (ARAI પ્રમાણિત)
- ડ્રાઇવટ્રેન: 2WD (ફ્રન્ટ-વ્હીલ ડ્રાઇવ)
61kWh બેટરી પેક (Zeta અને Alpha ટ્રીમ)
- પાવર: 174hp
- ટોર્ક: 189Nm
- રેન્જ: 543km (દાવો કરેલ)
- ડ્રાઇવટ્રેન: 2WD
Maruti Suzuki e Vitara: ચાર્જિંગની વિગતો
- 7.4kW AC ચાર્જરથી 10-80% ચાર્જ:
- 49kWh: 6.5 કલાક
- 61kWh: 9 કલાક
- DC ફાસ્ટ ચાર્જર (70kW સપોર્ટ) થી 10-80% ચાર્જ: 45 મિનિટ
- આ SUV હોમ ચાર્જિંગ અને પબ્લિક ફાસ્ટ ચાર્જિંગ બંને વિકલ્પો સાથે આવે છે, જે લાંબા ડ્રાઇવને સરળ બનાવે છે.
Maruti Suzuki e Vitara: એક્સટીરિયર
- મારુતિ ઇ-વિટારાની ડિઝાઇન ઓટો એક્સ્પો 2023 માં પ્રદર્શિત eVX કોન્સેપ્ટથી પ્રેરિત છે.
- ઓલ-એલઇડી હેડલેમ્પ્સ
- એક્ટિવ ગ્રિલ શટર (બેટરી કૂલિંગ માટે)
- 18-ઇંચ એરો-એલોય વ્હીલ્સ
- કનેક્ટેડ એલઇડી ટેલ લેમ્પ્સ
- સ્પોઇલર અને ચંકી બમ્પર ક્લેડીંગ
- એસયુવીનો દેખાવ એકદમ મસ્ક્યુલર છે અને તેને પ્રીમિયમ ફીલ આપે છે.
Maruti Suzuki e Vitara: ઇન્ટિરિયર અને ફીચર્સ
મારુતિ સુઝુકી ઇ-વિટારાનું ઇન્ટિરિયર ડ્યુઅલ-ટોન બ્રાઉન અને બ્લેક થીમમાં આવે છે. તેનું ડેશબોર્ડ અસિમેટ્રિકલ ડિઝાઇન સાથે આધુનિક અનુભવ પ્રદાન કરે છે.
Maruti Suzuki e Vitara: મુખ્ય ફીચર્સ
- 10.25-ઇંચ ડિજિટલ ડ્રાઇવર ડિસ્પ્લે
- 10-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ
- એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો
- ઇન્ફિનિટી સાઉન્ડ સિસ્ટમ
- વાયરલેસ ચાર્જિંગ
- ફિક્સ્ડ ગ્લાસ સનરૂફ
- વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ્સ
- 10-વે પાવર્ડ ડ્રાઇવર સીટ
- સ્લાઇડિંગ અને રિક્લાઇનિંગ રીયર સીટ્સ
- કનેક્ટેડ કાર ટેકનોલોજી
Maruti Suzuki e Vitara: સેફ્ટી ફિચર્સ
- 7 એરબેગ્સ
- 360-ડિગ્રી કેમેરા
- આગળ અને પાછળના પાર્કિંગ સેન્સર
- TPMS
- ઈલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક
- લેવલ-2 ADAS
Maruti Suzuki e Vitara: વોરંટી
- 5 વર્ષની બેટરી વોરંટી
- 3 વર્ષની વાહન વોરંટી
- વધારાના ખર્ચે 5 વર્ષની વિસ્તૃત વોરંટી ઉપલબ્ધ છે
Maruti Suzuki e Vitara કઈ કાર સાથે સ્પર્ધા કરે છે?
મારુતિ સુઝુકી ઇ-વિટારા હ્યુન્ડાઇ ક્રેટા ઇલેક્ટ્રિક, વિનફાસ્ટ VF6, MG ZS EV, મહિન્દ્રા BE6 અને ટાટા કર્વ EV સાથે સીધી સ્પર્ધા કરશે.
Battery-as-a-Service (BaaS) મોડેલ શું છે?
- BaaS મોડેલમાં ગ્રાહકો વાહનની કિંમત અલગથી ચૂકવે છે અને બેટરી ભાડે લે છે, જેના નીચેના ફાયદા છે:
- ઓછી પ્રારંભિક કિંમત
- બેટરી બદલવાની કોઈ ઝંઝટ નહીં
- ઓછી જાળવણી અને ઓછો ખર્ચ
કોના માટે શ્રેષ્ઠ પસંદગી છે?
- શહેરી ગ્રાહકો જે દરરોજ 30-50 કિમી વાહન ચલાવે છે
- પહેલી વાર EV ખરીદનારાઓ માટે
- ઓછા ડાઉન પેમેન્ટ સાથે ઇલેક્ટ્રિક SUV શોધી રહેલા લોકો માટે
Maruti Suzuki e Vitara FAQs
પ્રશ્ન 1. મારુતિ સુઝુકી ઇ વિટારાની શરૂઆતની કિંમત શું છે?
જવાબ. તેની શરૂઆતી કિંમત 10.99 લાખ (એક્સ શોરૂમ, બેટરી વિના) છે.
પ્રશ્ન 2. બેટરી ભાડું શું છે?
જવાબ. 3.99 રૂપિયા પ્રતિ કિલોમીટર.
પ્રશ્ન 3. e Vitaraની મહત્તમ રેન્જ કેટલી છે?
જવાબ. 61kWh બેટરી પેક સાથે 543 કિમી સુધીની રેન્જ આપે છે.
પ્રશ્ન 4. શું તેમાં ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ છે?
જવાબ. હાં, 70kW DC ફાસ્ટ ચાર્જરથી 45 મિનિટમાં 10-80% ટકા ચાર્જ થઈ શકે છે.
પ્રશ્ન 5. શું તેમાં ADAS ફીચર્સ મળે છે?
જવાબ. હાં, તેમાં લેવલ-2 ADAS આપવામાં આવ્યું છે.
પ્રશ્ન 6. શું આ 4WDમાં ઉપલબ્ધ છે
જવાબ. હાલમાં તે ફક્ત 2WD (ફ્રન્ટ-વ્હીલ ડ્રાઇવ) માં ઉપલબ્ધ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us