/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/12/Mercedes-Benz-CLA-safety.jpg)
મર્સિડીઝ-બેન્ઝની નવી CLA એ તાજેતરમાં યુરો NCAP સલામતી પરીક્ષણમાં દમદાર પ્રદર્શન કરતા 5-સ્ટાર રેટિંગ મેળવ્યું છે. (તસવીર: X)
મર્સિડીઝ-બેન્ઝની નવી CLA એ તાજેતરમાં યુરો NCAP સલામતી પરીક્ષણમાં દમદાર પ્રદર્શન કરતા 5-સ્ટાર રેટિંગ મેળવ્યું છે. આ પરીક્ષણ યુરોપની સૌથી વિશ્વસનીય સલામતી એજન્સી, યુરો NCAP દ્વારા હાથ ધરવામાં આવે છે, જે મુસાફરો અને રાહદારીઓ બંનેની સલામતીનું મૂલ્યાંકન કરે છે. મર્સિડીઝ-બેન્ઝ CLA એ દરેક મુખ્ય સલામતી પાસામાં ઉત્તમ સ્કોર મેળવ્યો છે, જે તેને આ વર્ષના અંતિમ પરીક્ષણ રાઉન્ડમાં તેના સેગમેન્ટમાં ટોચની રેટિંગવાળી કારમાં સ્થાન આપે છે.
એડલ્ટ સેફ્ટીમાં 94% સ્કોર
ટેસ્ટિંગથી જાણવા મળ્યું છે કે મર્સિડીઝ-બેન્ઝ CLA એ એડલ્ટ ઓક્યૂપેંટ પ્રોટેક્શનમાં દમદાર 94% મજબૂત સ્કોર મેળવ્યો છે. આનો અર્થ એ છે કે તે આગળ અને પાછળ બંને મુસાફરોની સલામતી માટે એક મજબૂત કાર છે. વધુમાં CLA એ બાળ સુરક્ષામાં 89% સ્કોર પણ મેળવ્યો છે. નોંધપાત્ર રીતે કારની સિસ્ટમ આપમેળે શોધે છે કે બાળક સુરક્ષા સીટ ઇન્સ્ટોલ કરેલી છે કે નહીં અને તે મુજબ એરબેગ્સને સક્રિય અથવા કે નિષ્ક્રિય કરે છે.
શાનદાર ઓટોનોમસ ઇમરજન્સી બ્રેકિંગ
રસ્તા પર ચાલતા પદયાત્રી અને બાઇકરોને સુરક્ષિત રાખવાની વાત આવે ત્યારે CLA એ પણ અપવાદરૂપે સારું પ્રદર્શન કર્યું છે. તેને વલ્નરેબલ રોડ યુઝર્સ પ્રોટેક્શન શ્રેણીમાં પ્રભાવશાળી 93 ટકા સ્કોર મળ્યો છે. આ સ્કોર દર્શાવે છે કે કારની બ્રેકિંગ અને સલામતી ટેકનોલોજી સંભવિત અકસ્માતમાં નુકસાનને નોંધપાત્ર રીતે ઘટાડી શકે છે. યુરો NCAP એ ખાસ કરીને તેની ઓટોનોમસ ઇમરજન્સી બ્રેકિંગ (AEB) ટેકનોલોજીની પ્રશંસા કરી, જે ખતરો શોધીને આપમેળે બ્રેક લગાવે છે.
આ પણ વાંચો: કિઆ સેલ્ટોસ કે ટાટા સિએરા; કિંમત એન્જિન અને સેફ્ટી ફીચર્સ મામલે કઇ કાર ચઢિયાતી છે
લક્ઝરી સાથે ટોપ-ક્લાસ સેફ્ટી
છેલ્લે CLA એ સેફ્ટી આસિસ્ટ ટેકનોલોજી ટેસ્ટમાં 85 ટકા સ્કોર કર્યો, જે તેની અત્યંત વિશ્વસનીય ડ્રાઇવર-સહાય સુવિધાઓ દર્શાવે છે. આ સ્કોર્સ સાથે નવી મર્સિડીઝ CLA એ પ્રભાવશાળી 5-સ્ટાર રેટિંગ સાથે 2025 યુરો NCAP પરીક્ષણ પૂર્ણ કર્યું. એકંદરે CLA લક્ઝરી અને ટોપ-ક્લાસ સેફ્ટી ચાહતા લોકો માટે એક મજબૂત અને વિશ્વસનીય વિકલ્પ તરીકે ઉભરી આવે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us