MG Air EV Electric Car - લોન્ચ થવાની પહેલા જાણો ફીચર્સ, માઇલેજ અને કિંમત

MG Air EV Electric Car : એમજી એર EV ઇન્ડોનેશિયામાં હાલ વેચાણ માટે ઉપલબ્ધ છે અને આગામી વર્ષે ભારતમાં તે એક ઓટો એક્સ્પોમાં ડિસ્પ્લે કરવામાં આવશે.

MG Air EV Electric Car : એમજી એર EV ઇન્ડોનેશિયામાં હાલ વેચાણ માટે ઉપલબ્ધ છે અને આગામી વર્ષે ભારતમાં તે એક ઓટો એક્સ્પોમાં ડિસ્પ્લે કરવામાં આવશે.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update

MG Motor India એ લાંબી રાહ જોવડાવ્યા પછી સૌથી નાની ઈલેકટ્રીક કાર એમજી એયર ઈવી (MG Air EV) લોન્ચની કરવાની જાહેરાત કરી છે. કંપની ભારતના ઘરેલુ બજારમાં મીની ઈલેકટ્રીક કાર 5 જાન્યુઆરી 2023ના રોજ લોન્ચ કરશે.

Advertisment

આ લોન્ચિંગની સાથે આ Micro Electric Car MG Air EV ને ગ્રેટર નોઈડામાં યોજાનાર Auto Expo 2023 માં ડિસ્પ્લે કરાશે. અહીંયા જાણો આ ઈલેકટ્રીક કારની કિંમતથી લઈને ડ્રાયવિંગ રેન્જ, બેટરી પૈક, ફીચર્સ અને સ્પેસિફિકેશનની વિગતો

સૌથી પહેલા તમને જણાવી દઈએ કે MG Air EV ઇન્ડોનેશિયામાં વહેંચાણ માટે ઉપલબ્ધ છે જેનું નામ વૂંલિંગ એયર ઈવી છે. ભારતમાં કંપની તેને સસ્તી બનાવ માટે કંપની તેમાં ઉપયોગમાં લેવાતી બેટરી પેક ટાટા ઓટોકોમ્પ પાસેથી લેશે.

MG Air EVની ડિઝાઇન

ઈલેકટ્રીક કારનું ઇન્ટરનેશનલ મોડલ બોક્સી ડિઝાઇનવાળું છે જેમાં 2 દરવાજા છે અને આ કારની લંબાઈ 3 મીટરથી ઓછી છે પરંતુ ભારતમાં લોન્ચ થનાર મોડેલની ડિઝાઇનમાં કંપની કોઈ પ્રકારનો ફેરફાર કરી શકે છે. MG Air EV ની સાઈઝ નાની છે પરંતુ કેબીન સ્પેસની સાથે ઘણો લેગ સ્પેસ પણ મળે છે.

Advertisment

આ ઇ-કારના ફિચર્સની વાત કરીયે તો કંપની આમ 7 ઇંચની ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, સ્માર્ફોન ચાર્જિંગ માટે યુએસબી ચાર્જિંગ પોઇન્ટ, સીટ બેલ્ટ રિમાઇન્ડર, એસી, ઈ- એબીએસ, પાર્કિંગ સેન્સર અને ઇન્ટરનેટ કનેકટીવીટી જેવા સાથે આવે છે.

MG Air EVની બેટરી અને મોટર

રિપોર્ટ્સ એમજી એયર એવીમાં ( (MG Air EV)માં કંપની 25kwh ક્ષમતા વાળી લિથિયમ આયન બેટરી પેક સાથે આવે છે અને તેની સાથે લગાવામાં આવતી ઈલેકટ્રીક મોટરથી 35થી 40 બીએચપીનો પાવર જનરેટ થઇ શકે છે.

બેટરીના ચાર્જિંગ માટે કંપની 6.6 kwh AC ચાર્જર આપી શકે છે જેનાથી આ બેટરી 5 કલાકથી ઓછા ટાઈમમાં ફૂલ ચાર્જ થઇ શકે છે. આ સિવાય કંપની તેની સાથે ફાસ્ટ ચાર્જિંગ માટે DC ચાર્જરનો વિકલ્પ પણ આપી શકે છે.

આ પણ વાંચોઃ ભારતમાં લોન્ચ થઇ સૌથી સસ્તી ઇ-કાર – જાણો તેની તમામ વિગતો

MG Air EV ડ્રાઇવિંગ રેન્જના અહેવાલો અનુસાર, એકવાર સંપૂર્ણ ચાર્જ થયા પછી આ ઇલેક્ટ્રિક કાર 150 થી 200 કિલોમીટરની ડ્રાઇવિંગ રેન્જ આપી શકે છે અને આ રેન્જ સાથે, 65 થી 90 કિલોમીટર પ્રતિ કલાકની ટોપ સ્પીડ મળી શકે છે.

MG Air EV Price વિશે કંપનીએ હજી સુધી કોઇ ખુલાસો કર્યો નથી પરંતુ અહેવાલો અનુસાર આ કારની શરૂઆતની કિંમત 8 થી 10 લાખ રૂપિયા વચ્ચે હોઈ શકે છે.

Auto news બિઝનેસ