MG Comet EV : ભારતમાં લોન્ચ થઇ સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર, કિંમત Tata Tiago EVથી 71000 ઓછી, બંનેમાંથી કઇ બેસ્ટ છે? જાણો

MG Comet EV Vs Tata Tiago EV : નવી MG Comet EV ભારતમાં 7.98 લાખ રૂપિયાની એક્સ-શોરૂમ પ્રાઇઝ સાથે લોન્ચ કરવામાં આવી છે. જે તેને ભારતમાં સૌથી સસ્તું ઇલેક્ટ્રિક વ્હીકલ બનાવે છે.

Written by Ajay Saroya
April 26, 2023 22:06 IST
MG Comet EV : ભારતમાં લોન્ચ થઇ સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર, કિંમત Tata Tiago EVથી 71000 ઓછી, બંનેમાંથી કઇ બેસ્ટ છે? જાણો
MG Comet EV Vs Tata Tiago EV: ટાટા ટીયાગો EVની સરખામણીએ MG Comet EV 71000 રૂપિયા સસ્તી છે.

MG Comet EV Vs Tata Tiago EV: MG મોટર ઇન્ડિયાએ આખરે MG Comet EV ની કિંમત જાહેર કરી દીધી છે. ઓલ- ન્યુ MG કોમેટ EV ભારતમાં 7.98 લાખ રૂપિયા એક્સ-શોરૂમની પ્રારંભિક કિંમતે લોન્ચ કરવામાં આવી છે. હાલ તે ભારતમાં સૌથી સસ્તું ઇલેક્ટ્રિક વાહન છે. તેની કિંમત Tiago EV કરતા 71,000 રૂપિયા ઓછી છે. ગ્રાહકો પાસે હવે ઓછી કિંમતે EV ખરીદવા માટે બે શ્રેષ્ઠ વિકલ્પો છે. જો તમે પણ ઇલેક્ટ્રીક વ્હિકલ ખરીદવા માગો છો પરંતુ મૂંઝવણમાં છો કે ક્યુ EV તમારા માટે બેસ્ટ છે?, તો આ સમાચાર તમારા માટે છે. અહીં અમે આ બંને ઇલેક્ટ્રીક વ્હીકલ્સની સરખામણી કરવા રહ્યા છીએ, જેના આધારે તમે નક્કી કરી શકો છો કે તમારા માટે કયું EV બેસ્ટ રહેશે.

MG Comet EV Vs Tata Tiago EV: કોની ડ્રાઇવિંગ રેન્જ સૌથી સારી છે?

નવી MG કોમેટ કાર 17.3 kWh લિથિયમ-આયન બેટરી સાથે આવે છે. કંપનીએ દાવો કર્યો છે કે તે સિંગલ ચાર્જ પર 230 કિમીની એવરેજ આપે છે. બીજી તરફ, Tata Tiago EV બે અલગ અલગ બેટરી પેક ઓપ્શન્સ સાથે બજારમાં રજૂ કરવામાં આવી છે. તેમાં 19.2 kWh અને 24 kWhના બેટરી પેક છે. કંપનીનું કહેવું છે કે એકવાર ચાર્જિંગ કર્યા પછી આ ઇલેક્ટ્રીક કાર અનુક્રમે 250 અને 315 કિમી દોડી શકે છે.

MG Comet EV Vs Tata Tiago EV: એન્જિન અને ચાર્જિંગ સ્પીડ

Tata Tiago EV અને MG Cometમાં એક જેવી જ ઇલેક્ટ્રિક મોટર છે. જ્યારે કોમેટ 42 Bhp ટોર્ક ઉત્પન્ન કરે છે તો Tata Tiago EV વેરિયન્ટના આધારે 60 અને 74 Bhp ટોર્ક ઉત્પન્ન કરે છે. કોમેટ મોડલ 7 કલાકમાં ફૂલ ચાર્જ થઈ શકે છે જ્યારે Tiago EVને ફુલ ચાર્જ થવામાં 8.7 કલાક જેટલો સમય લે છે. નોંધનીય છે કે કોમેટ ડીસી ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરતું નથી, જ્યારે ડીસી ફાસ્ટ ચાર્જરનો ઉપયોગ કરીને ટિયાગો ઈવીને માત્ર 58 મિનિટમાં સજ્જ કરી શકાય છે.

આ પણ વાંચોઃ ઇલેક્ટ્રિક વ્હીકલ કે નોન – ઇલેક્ટ્રિક વ્હીકલ બંનેમાંથી ક્યું સૌથી બેસ્ટ? આ 5 બાબતનું રાખો ધ્યાન

MG Comet EV Vs Tata Tiago EV: કિંમત અને અન્ય સ્પેશિફિકેશન

નવી MG કોમેટ EV ભારતમાં 7.98 લાખની પ્રારંભિક કિંમતે લોન્ચ કરવામાં આવી છે, જ્યારે Tata Tiago EVની એક્સ-શોરૂમ પ્રાઇસ 8.69 લાખથી 11.99 લાખ રૂપિયાની વચ્ચે છે. MG મોટર આવતા મહિને Comet EVના વિવિધ પ્રકારોની વેરિયન્ટની પ્રાઇસ જાહેર કરશે. તેનું બુકિંગ 15 મેથી શરૂ થશે અને આવતા મહિનાના અંત સુધીમાં તેની ડિલિવરી શરૂ થશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ