7000mAh બેટરી અને 50MP કેમેરા સાથે નવો મોટોરોલા સ્માર્ટફોન લોન્ચ, ₹ 2000નું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ

Motorola Edge 70 Fusion Price And Specifications : મોટોરોલા એજ 70 ફ્યૂઝન સ્માર્ટફોન 7000mAh બેટરી, 50MP LYTIA 710 પ્રાયમરી કેમેરા, Snapdragon 7s Gen 4 પ્રોસેસર અને AMOLED ડિસ્પ્લે સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનની ખરીદી પર 2000 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળે છે.

Motorola Edge 70 Fusion Price And Specifications : મોટોરોલા એજ 70 ફ્યૂઝન સ્માર્ટફોન 7000mAh બેટરી, 50MP LYTIA 710 પ્રાયમરી કેમેરા, Snapdragon 7s Gen 4 પ્રોસેસર અને AMOLED ડિસ્પ્લે સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનની ખરીદી પર 2000 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળે છે.

author-image
Ajay Saroya
New Update
Motorola Edge 70 Fusion Launch

Motorola Edge 70 Fusion Launch : મોટોરોલા એજ 70 ફ્યૂઝન સ્માર્ટફોન લોન્ચ થયો છે. Photograph: (X/Motorola)

Motorola Edge 70 Fusion Launch In India: મોટોરોલા એ ભારતમાં મોટોરોલા એજ 70 ફ્યુઝન સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. Motorola Edge 70 Fusion ફોનમાં 32 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા અને 50MP નો LYTIA 710 પ્રાયમરી રિયર કેમેરા આપવામાં આવ્યો છે, જે ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન (OIS) સપોર્ટ કરે છે. મોટોરોલા ના આ ફોનમાં 144Hz રિફ્રેશ રેટ વાળી AMOLED ડિસ્પ્લે, 7000mAh બેટરી અને ક્વાલકોમ Snapdragon 7s Gen 4 પ્રોસેસર આવે છે. જાણો લેટેસ્ટ મોટોરોલા એજ 70 ફ્યુઝન સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે વિગતવાર

Advertisment

Motorola Edge 70 Fusion સ્પેસિફિકેશન

Motorola Edge 70 Fusion ડિસ્પ્લે 

મોટોરોલા Edge 70 Fusion સ્માર્ટફોનમાં 6.78 ઇંચની Super HD ડિસ્પ્લે આવે છે જેનું રિઝોલ્યુશન 1.5K (1,272×2,772 પિક્સલ) છે. મોટોરોલાના આ ફોનમાં Extreme AMOLED ડિસ્પ્લે મળે છે, જેનો રિફ્રેશ રેટ 144Hz છે અને તે HDR10+ સપોર્ટ કરે છે. આ ફોનની પિક બ્રાઇટનેસ 5200 નિટ્સ છે. આ ડિસ્પ્લે Corning Gorilla Glass 7i પ્રોટેક્શન સાથે આવે છે.

Motorola Edge 70 Fusion પર્ફોર્મન્સ 

લેટેસ્ટ મોટોરોલા સ્માર્ટફોનમાં ક્વાલકોમનની Snapdragon 7s Gen 4 ચિપસેટ આવે છે. આ ફોન 12GB સુધી રેમ અને 256GB સુધી સ્ટોરેજ ઓપ્શન મળે છે. આ ફોન Android 16 બેઝ્ડ Hello UI પર ચાલે છે. મોટોરોલા કંપનીનું કહેવું છે કે, આ ફોન 3 OS અપગ્રેડ મળે છ અને 5 વર્ષ સુધી સિક્યોરિટી અપડેટ મળે છે.

આ પણ વાંચો | સૌથી સ્લીમ Nothing Phone લોન્ચ; આકર્ષક ડિઝાઇન અને AI ફીચર્સ

Advertisment

Motorola Edge 70 Fusion કેમેરા 

મોટોરોલા Edge 70 Fusion સ્માર્ટફોનમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપ્યું છે. જેમા 50 મેગાપિક્સલનો Sony LYTIA 710 સેન્સર, 13MP નો અલ્ટ્રા વાઇડ સેન્સર આપ્યું છે. તેમાં 120 ડિગ્રી ફિલ્ડ ઓફ વ્યૂ મળે છે. આ ફોનમાં સેલ્ફી માટે 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપ્યો છે. આ મોટોરોલાના ફોનથી 30fps પર 4K વીડિયો રેકોર્ડિંગ કરી શકાય છે.

Motorola Edge 70 Fusion બેટરી 

Motorola ફોનમાં 7000mAh બટેરી આવે છે, જે 68W TurboPower ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. આ ફોનમાં Nano SIM સ્લોટ મળે છે. કનેક્ટિવિટી માટે તેમા 5G, 4G LTE, 3G, 2G, Wi-Fi 6E, Bluetooth 6.0, NFC, GPS, A-GPS, GLONASS, અને Galileo આપ્યા છે. આ ફોન વોટરપ્રુફ અને ડસ્ટ ફ્રી ક્ષમતા માટે IP68 અને IP69 રેટિંગ ધરાવે છે.

આ પણ વાંચો | એન્ડ્રોઇડ ફોનના 6 શાનદાર ફીચર્સ, જે મોબાઇનને વધુ સુરક્ષિત અને ઉપયોગી બનાવશે

Motorola Edge 70 Fusion કિંમત

મોટોરોલા Edge 70 Fusion સ્માર્ટફોનના 8GB + 128GB વેરિયન્ટની કિંમત 26,999 રૂપિયા છે. તો 8GB + 256GB વેરિયન્ટની કિંમત 29,999 રૂપિયા અને 12GB + 256GB વેરિયન્ટની કિંમત 32,999 રૂપિયા છે. લોન્ચ ઓફર હેઠળ કંપની HDFC અને Axis Bank ના ક્રેડિટ કાર્ડ પર 2000 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપે છે. બેંક ઓફર સાથે આ મોટોરોલા સ્માર્ટફોનની અસરકારક કિંમત 24,999 રૂપિયા થઇ જાય છે.

ટેકનોલોજી સ્માર્ટફોન બિઝનેસ