/indian-express-gujarati/media/media_files/2026/03/05/nothing-phone-4a-pro-price-and-specification-2026-03-05-19-18-02.jpg)
Nothing Phone 4a Pro Price And Specification : Nothing Phone 4a અને Nothing Phone 4a Pro કંપનીના સૌથી પાતળા નથિંગ સ્માર્ટફોન છે. Photograph: (Nothing)
Nothing Phone 4a Pro Launch Price In India : Nothing કંપનીએ ભારતમાં પોતાના બે નવા સ્માર્ટફોન નથિંગ ફોન 4એ અને Nothing Phone 4a (Pro) લોન્ચ કર્યા છે. કંપનીએ આ વખતે ડિઝાઇન, કેમેરા અને AI ફીચર્સ પર વધારે ધ્યાન આપ્યું છે. નથિંગ કંપનીનું દાવો છે કે, આ અત્યાર સુધીનો સૌથી સ્લીમ, મજબૂત અને પર્ફોર્મન્સની દ્રષ્ટિએ સૌથી સારી સ્માર્ટફોન સીરિઝ છે.
ડિઝાઇન : ટ્રાન્સપરન્ટ લૂક પણ પહેલા કરતા વધુ મજબૂત
નથિંગ Phone (4a) Pro ફોનમાં પ્રિસિઝન ક્રાફ્ટેડ મેટલ યૂનિબોડી આપી છે. તેની જાડાઇ 7.95mm છે, જે તેને અત્યાર સુધીનો સૌથી સ્લીમ Nothing ફોન બનાવે છે. આ ફોનને વોટરપ્રુફ અને ડસ્ટ ફ્રી ક્ષમતા માટે IP65 રેટિંગ મળ્યું છે અને તે 25 સેન્ટિમીટર પાણીમાં 20 મિનિટ સુધી સુરક્ષિત રાખી શકે છે. સારી કુલિંગ માટે 5300mm² નું મોટું વેપર ચેમ્બર આપ્યું છે.
Nothing Phone 4a Pro વેરિયન્ટ બ્લેક, સિલ્વર અને નવા મેટાલિક પિંક કલરમાં ઉપલબ્ધ છે. તેમા કેમેરા મોડ્યૂલ અને Glyph Matrix ડિઝાઇન સાથે સરળતાથી ફિટ કરવામાં આવ્યું છે.
તો સ્ટાન્ડર્ડ Phone (4a) માં ટ્રાન્સપરન્ટ પેનલ, સેન્ટ્રલ કેમેરા, રેડ રેકોર્ડિંગ લાઇટ અને નવું Glyph Bar આપ્યું છે. તે IP64 પ્રોટેક્શન સાથે આવે છે અને બ્લેક, વ્હાઇટ, બ્લૂ તેમજ સોફ્ટ પિંક કલરમાં ઉપલબ્ધ છે.
Nothing Phone 4a Pro કેમેરા
નથિંગ Phone (4a) Pro સ્માર્ટફોનમાં Sony LYT700c OIS મેન સેન્સર આપ્યું છે. તેની સાથે 50MP નો 3.5x OIS ટેલીફોટો લેન્સ આવે છે,જે 140x Ultra Zoom સુધી સપોર્ટ કરે છે. ઉપરાંત Sony અલ્ટ્રા વાઇ લેન્સ અને 32MP ફ્રન્ટ કેમેરા આવે છે. તો Nothing Phone 4a ફોનમાં પણ 50MP OIS મેન કેમેરા અને 50MP 3.5x ટેલીફોટો લેન્સ આવે છે, જે 70x Ultra Zoom સુધી સપોર્ટ કરે છે.
આ બંને લેટેસ્ટ નથિંગ ફોનમાં TrueLens Engine 4 અને AI ફીચર્સ સામેલ છે. Ultra XDR ફોટો સપોર્ટ Google સાથે મળીને તૈયાર કરાયો છે. સાથે જ 4K Ultra XDR વીડિયો રેકોર્ડિંગની સુવિધા પણ આપી છે. નવા સોફ્ટવેર ફીચર્સમાં AI Eraser, મોશન ફોટો HDR અને અપડેટેડ કેમેરા પ્રીસેન્ટ શામેલ છે.
Nothing Phone 4a ફોનમાં 63 મિની LED સાથે નવો Glyph Bar આવે છે, જેની બ્રાઇટનેસ 3500 નિટ્સ સુધી મળે છે. તો Nothing Phone 4a Pro વેરિયન્ટમાં 137 મિની LED વાળું Glyph Matrix આપ્યું છે. તે પહેલા કરતા 57 ટકા વધારે એરિયા કવર કરે છે અને લગભગ 3000 નિટ્સ બ્રાઇટનેસ આપે છે. તેમા Battery, ટાઇમર અને Digital Clock જેવા Glyph Toys Always-On Display માં ઇન્ટિગ્રેટેડ છે.
Nothing Phone 4a Pro ફીચર્સ
આ બંને નથિંગ સ્માર્ટફોન Android 16 બેઝ્ડ Nothing OS 4.1 પર ચાલે છે. તેમા નવા આઈકોન, ઉત્કૃષ્ઠ ડાર્ક મોડ, ફ્લોટિંગ એપ્સ, અપગ્રેડેડ લાઇવ નોટિફિકેશન મળે છે. Nothing AI હેઠળ Essential Search, Essential Memory અને Playground જેવા ફીચર્સ મળે છે. પહેલી વખત Essential Spaceમાં ક્લાઉટ એક્સેસ સપોર્ટ આપવામાં આવ્યું છે. કંપની આ ફોનમાં 3 વર્ષનું Android અપડેટ અને છ વર્ષનું સિક્યોરિટી અપડેટ આપવાનો દાવો કરે છે.
Nothing Phone 4a Pro ડિસ્પ્લે
Nothing Phone (4a) Pro ફોનમાં 6.83 ઇંચની 1.5K AMOLED ડિસ્પ્લે છે, જે 144Hz રિફ્રેટ રેટ, 450 PPI અને 5000 નિટ્સ HDR પીક બ્રાઇટનેસ સપોર્ટ કરે છે, તેમા Gorilla Glass 7i પ્રોટેક્શન આપ્યું છે. આ ફોનમાં 6.78 ઇંચની 1.5K AMOLED પેનલ છે, જેમા 120Hz એડેપ્ટિવ રિફ્રેશ રેટ અને 4500 નિટ્સ HDR બ્રાઇટનેસ મળે છે.
આ પણ વાંચો | એન્ડ્રોઇડ ફોનના 6 શાનદાર ફીચર્સ, જે મોબાઇનને વધુ સુરક્ષિત અને ઉપયોગી બનાવશે
Nothing Phone 4a Pro મોડલમાં Snapdragon 7 Gen 4 પ્રોસેસર, LPDDR5X RAM અને UFS 3.1 સ્ટોરેજ છે. કંપનીના મતે તે પાછલી જનરેશન થી 27 ટકા ઝડપી CPU અને 65 ટકા ઉત્કૃષ્ઠ AI પર્ફોર્મન્સ આપે છે. સ્ટાન્ડર્ડ મોડલ Snapdragon 7s Gen 4 અને LPDDR4x RAM સાથે આવે છે. બંને ફોન BGMI ને 120Hz અને PUBG ને 90Hz સપોર્ટ કરે છે.
Obsession as an outlet for radical creativity.
— Nothing India (@nothingindia) March 5, 2026
Fixated on sonic art, world-building and the infinite digits of Pi, a counterculture of real-life enthusiasts star in our (a) series campaign.
Nothing is designed for a generation bored with conformity.
Fanatics, a campaign for… pic.twitter.com/gZgySozYSV
Nothing Phone 4a Pro બેટરી અને ચાર્જિંગ
Nothing Phone 4a સ્માર્ટફોન સીરિઝમાં 5400mAh બેટરી આપી છે, જે 50W ફાસ્ટ ચાર્જિંગથી ફોનને 30 મિનિટમાં 60 ટકા સુધી ચાર્જ કરી શકે છે. કંપનીએ દાવો કર્યો છે કે, 1200 ચાર્જ સાઇકલ બાદ પણ 90 ટકાથી વધુ બેટરી હેલ્થ જળવાઇ રહે છે.
Nothing Phone 4a કિંમત
| વેરિયન્ટ | કિંમત |
| 8GB + 128GB | ₹ 31,999 |
| 8GB + 256GB | ₹ 34,999 |
| 12GB + 256GB | ₹ 37,999 |
Nothing Phone 4a Pro કિંમત
| વેરિયન્ટ | કિંમત |
| 8GB + 128GB | ₹ 39,999 |
| 8GB + 256GB | ₹ 42,999 |
| 12GB + 256GB | ₹ 45,999 |
આ પણ વાંચો | ચાર્જિંગની ઝંઝટ ખતમ! 10001mAh બેટરી સાથે રિયલમી 5G ફોન લોન્ચ, ખરીદી પર ₹ 3000 ડિસ્કાઉન્ટ મેળવો
લોન્ચ ઓફર હેઠળ Nothing Phone 4a સ્માર્ટફોન પર 3000 રૂપિયા અને Nothing Phone 4a Pro ફોનમાં ₹ 4,000 સુધીનું બેંક ડિસ્કાઉન્ટ મળે છે. એક્સચેન્જ બોનસ અને નો કોસ્ટ EMI સુવિધા પણ ઉપલબ્ધ છે. 13 માર્ચ 2026 થી અસરકારક કિંમત Nothing Phone (4a) ફોન માટે ₹ 24,999 અને Nothing Phone 4a Pro માટે ₹ 34,999 થી શરૂ થશે.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us