ચાર્જિંગની ઝંઝટ ખતમ! 10001mAh બેટરી સાથે રિયલમી 5G ફોન લોન્ચ, ખરીદી પર ₹ 3000 ડિસ્કાઉન્ટ મેળવો

Realme Narzo Power 5G Price And Features : રિયલમી નાર્ઝો પાવર 5જી સ્માર્ટફોન ભારતમાં 10001mAh બેટરી, 4D Curve+ OLED ડિસ્પ્લે, મીડિયાટેક Dimensity 7400 Ultra પ્રોસેસર સાથે રજૂ કરવામાં આવ્યો છે. ચાલો જાણીયે લેટેસ્ટ રિયલમી 5જી સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે વિગતવાર

Realme Narzo Power 5G Price And Features : રિયલમી નાર્ઝો પાવર 5જી સ્માર્ટફોન ભારતમાં 10001mAh બેટરી, 4D Curve+ OLED ડિસ્પ્લે, મીડિયાટેક Dimensity 7400 Ultra પ્રોસેસર સાથે રજૂ કરવામાં આવ્યો છે. ચાલો જાણીયે લેટેસ્ટ રિયલમી 5જી સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે વિગતવાર

author-image
Ajay Saroya
New Update
Realme Narzo Power 5G Launch

Realme Narzo Power 5G Launch : રિયલમી નાર્ઝો પાવર 5જી સ્માર્ટફોન 10001 mAh બેટરી સાથે લોન્ચ થયો છે. Photograph: (Realme)

Realme Narzo Power 5G Launch In India : રિયમલી એ ભારતમાં 10001 mAh બેટરી સાથે પાવરફુલ રિયલમી નાર્ઝો પાવર 5G સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. કંપનીના મતે આ Realme Narzo Power 5G ફોન મોટી બેટરી, હાઇ રિફ્રેશ રેટ ડિસ્પ્લે સાથે આવે છે. તેમા 6.8 ઇંચની 144Hz HyperGlow 4D Curve+ OLED ડિસ્પ્લે, MediaTek Dimensity 7400 Ultra પ્રોસેસર અને 10,001mAh Titan બેટરી આવે છે. આ મોબાઇલ ફોનમાં 50 એમપીનો પ્રાયમરી કેમેરા, 8GB રેમ, Android 16 બેઝ્ડ realme UI 7.0 અને 80W SuperVOOC ફાસ્ટ ચાર્જિંગ જેવા ફીચર્સ મળે છે.

Advertisment

Realme Narzo Power 5G કિંમત

કિંમતની વાત કરીયે તો Realme Narzo Power 5G ફોનના 8 જીબી અને 128 જીબી વેરિયન્ટની કિંમત 27,999 રૂપિયા છે. તો 8GB + 256GB વેરિયન્ટની કિંમત 29,999 રૂપિયા છે. કંપનીએ જણાવ્યું છે કે, ફર્સ્ટ સેલ ઓફર હેઠળ 3000 રૂપિયાનું બેંક ડિસ્કાઉન્ટ અને 1000 રૂપિયાનું વધારાનું પ્રાઇસ ઓફર મળશે. ત્યારબાદ આ ફોનની અસરકારક કિંમત ઘટીને અનુક્રમે 25,999 અને 23,999 રૂપિયા થઇ થશે.

આ રિલયમી 5G સ્માર્ટફોન 6 મહિનાના નો કોસ્ટ ઇએમઆઈ અને લગભગ 2,999 રૂપિયામાં 4 વર્ષની બેટરી ગેરંટી પણ આપવામાં આવી રહી છે. આ ફોન ટાયટન સિલ્વર અને ટાયટન બ્લુ કલરમાં ઉપલબ્ધ છે. આ સ્માર્ટફોનનું વેચાણ આજથી કંપનીની સત્તાવાર વેબસાઇટ અને એમેઝોન પર શરૂ થઇ ગયું છે.

Realme Narzo Power 5G ફીચર્સ

Realme Narzo Power 5G સ્માર્ટપોનમાં 6.8 ઇંચની 1.5K AMOLED ડિસ્પ્લે મળે છે, જેનું રિઝોલ્યુશન 1280 × 2800 પિક્સલ અને રિફ્રેશ રેટ 144Hz છે. તે HDR10+ સપોર્ટ, 20:9 આસ્પેકટ રેશિયો અને 6500 નિટ્સ સુધી પીક બ્રાઇટનેસ આપે છે. ડિસ્પ્લે સ્ક્રીન પર Corning Gorilla Glass 7i પ્રોટેશન મળે છે. ફોન Android 16 બેઝ્ડ realme UI 7.0 સાથે આવે છે. કંપનીના મતે આ ફોનમાં 3 વર્ષ Android અપડેટ અને 4 વર્ષ સિક્યોરિટી અપડેટ મળશે. તેમા TransView ડિઝાઇન આપવામાં આવી છે, જેમા ટ્રાન્સપરન્સી અને ટેકનોલોજીના કોન્સેપ્ટને હાઇલાઇટ કરાયા છે.

Advertisment

રિયલમી Narzo Power 5G ફોન મીડિયાટેક Dimensity 7400 Ultra 4nm પ્રોસેસર પર ચાલે છે, જેમા Mali G615 MC2 GPU મળે છે. તેમા HyperVision+ AI ચિપસેચ છે, જે 90fps BGMI ગેમિંગ સપોર્ટ કરે છે અને પાવર વપરાશ ઘટાડવામાં મદદ કરે છે. ફોનમાં 8GB LPDDR4X RAM સાથે 128GB અને 256GB UFS 3.1 સ્ટોરેજ ઓપ્શન મળે છે. ઉપરાંત 14GB સુધી વર્ચ્યુઅલ RAM સપોર્ટ પણ મળે છે. સારા કૂલિંગ માટે તેમા 7000mm² AirFlow VC કુલિંગ સિસ્ટમ આપવામાં આવી છે, જે લાંબા સમય સુધી મોબાઇલ ગેમ રમવા કે 4K રેકોર્ડિંગ દરમિયાન ફોનનું તાપમાન જાળવી રાખવાનો દાવો કરે છે.

Realme Narzo Power 5G કેમેરા

કેમેરાની વાત કરીયે તો આ ફોનમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ મળે છે, જેમા 50 મેગાપિક્સલનો Sony IMX882 પ્રાયમરી સેન્સર f/1.8 અપર્ચર અને 2 axis OIS સાથે આવે છે. તેની સાથે જ 8MP નો અલ્ટ્રા વાઇડ કેમેરા આવે છે. તો ફ્રન્ટમાં 16MP નો Sony IMX480 કેમેરો છે, જે 1080p વીડિયો રેકોર્ડિંગ સપોર્ટ કરે છે. રિયર કેમેરા થી 4K 30fps વીડિયો રેકોર્ડિંગ અને AI ફોટોગ્રાફી મોડ્સ જેવા AI Landscape નો સપોર્ટ મળે છે.

આ પણ વાંચો | દુનિયાનો પ્રથમ રોબોટ ફોન લોન્ચ, સ્માર્ટફોન માંથી નીકળશે કેમેરો, હાવભાવ ઓળખી મૂવમેન્ટ કરશે

Realme Narzo Power 5G બેટરી

રિયલમી નાર્ઝો પાવર 5જી સ્માર્ટફોનની સૌથી મોટી ખાસિયત તેની પાવરફુલ બેટરી છે. આ સ્માર્ટફોનને પાવર આપવા માટે 10001 mAh ની Titan બેટરી આપી છે, જેને ભારતમાં ઉપલબ્ધ સૌથી મોટી સ્માર્ટફોન બેટરી કહેવાય છે. તેમા Next Gen Silicon Carbon Anode ટેકનોલોજી, ડ્યુઅલ લેયર કોટિંગ પ્રોસેસ અને C Pack Protection Board ડિઝાઇન આપી છે, જે બેટરીની લાઇફ અને ઉત્કૃષ્ઠ સુરક્ષાનો દાવો કરે છે. કંપનીના મતે બેટરી 4 વર્ષ બાદ પણ લગભગ 80 ટકા ક્ષમતા જાળવી રાખી શકે છે.

આ પણ વાંચો | Vivo X300 FE ફોન લોન્ચ, ટ્રીપલ કેમેરા સેટઅપ અને 6500mAh બેટરી

Realme Narzo Power 5G ફોનમાં 80W SuperVOOC ફાસ્ટ ચાર્જિંગ સુવિધા છે, જે કંપનીના મતે 5 મિનિટના ચાર્જિંગમાં અડધા દિવસ સુધીનો પાવર આપી શકે છે. ઉપરાંત 55W PPS ચાર્જિંગ, 27W રિવર્સ ચાર્જિંગ અને બાયપાસ ચાર્જિંગ સપોર્ટ પણ મળે છે. કનેક્ટિવિટી માટે ફોનમાં 5G SA/NSA, વાઇફાઇ 6, બ્લૂટૂથ 5.2, જીપીએસ और USB Type C પોર્ટ મળે છે. તેમાં ઇન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર, ઇન્ફ્રારેડ સેન્સર, IP66 + IP68 + IP69 રેટિંગ મળ્યું ચે. આ 5જી ફોનનું વજન લગભગ 219 ગ્રામ અને જાડાઇ 9.08mm છે.

ટેકનોલોજી સ્માર્ટફોન બિઝનેસ