Vivo X300 FE ફોન લોન્ચ, ટ્રીપલ કેમેરા સેટઅપ અને 6500mAh બેટરી

Vivo X300 FE Price And Features : વીવો X300 FE સ્માર્ટફોનમાં ટ્રિપલ કેમેરા સેટઅપ, Snapdragon 8 Gen 5 પ્રોસેસર અને ફાસ્ટ ચાર્જિંગ સિસ્ટમ સાથે 6500 mAh બેટરી આવે છે. જાણો લેટેસ્ટ વીવો 5જી મોબાઇલની કિંમત અને ખાસિયત

Vivo X300 FE Price And Features : વીવો X300 FE સ્માર્ટફોનમાં ટ્રિપલ કેમેરા સેટઅપ, Snapdragon 8 Gen 5 પ્રોસેસર અને ફાસ્ટ ચાર્જિંગ સિસ્ટમ સાથે 6500 mAh બેટરી આવે છે. જાણો લેટેસ્ટ વીવો 5જી મોબાઇલની કિંમત અને ખાસિયત

author-image
Ajay Saroya
New Update
Vivo X300 FE Launch Price

Vivo X300 FE Launch : વીવો એક્સ 300 એફઇ સ્માર્ટફોન લોન્ચ થયો છે. Photograph: (Vivo)

Vivo X300 FE Launch : વીવો કંપનીએ નવો સ્માર્ટફોન વીવો એક્સ 300 એફઇ લોન્ચ કર્યો છે. Vivo X300 FE સ્માર્ટફોનમાં Snapdragon 8 Gen 5 પ્રોસેસર, 6500 mAh બેટરી, 256 GB સુધી સ્ટોરેજ અને 50 મેગાપીક્સલનો કેમેરો આવે છે. આ લેટેસ્ટ વીમો સ્માર્ટફોન પાછલા વર્ષે ચીનમાં રજૂ કરાયેલા Vivo S50 Pro Miniનું રિબ્રાન્ડ વર્ઝન છે. ચાલો જાણીયે નવા વીવો એક્સ 300 એફઇ ફોનની કિંમત, ફીચર્સ સહિત તમામ વિગતવાર

Advertisment

Vivo X300 FE કિંમત

વીવો X300 FE સ્માર્ટફોનના 12 GB રેમ અને 256 GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 60,124 રૂબલ (લગભગ 71,200 રૂપિયા) છે. તો 12 જીબી રેમ અને 512 GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 64,405 રૂરબ (લગભગ 76,200 રૂપિયા) છે. આ સ્માર્ટફોન મૂનલાઇટ વ્હાઇટ, Cool Lilac અને ગ્રાફિટ બ્લેક રંગમાં ઉપલબ્ધ છે.

આ પણ વાંચો | દુનિયાનો પ્રથમ રોબોટ ફોન લોન્ચ, સ્માર્ટફોન માંથી નીકળશે કેમેરો, હાવભાવ ઓળખી મૂવમેન્ટ કરશે

Vivo X300 FE સ્પેસિફિકેશન, ફીચર્સ

વીવો X300 FE સ્માર્ટફોનમાં 6.31 ઇંચની LTPO AMOLED ફુલ HD+ (1,216 × 2,640 પિક્સલ) AMOLED ડિસ્પ્લે છે, જે 120 Hz રિફ્રેશ રેટ અને 5,000 નિટ્સ પીક બ્રાઇટનેસ આપે છે. તેમા Snapdragon 8 Gen 5 પ્રોસેસર છે. આ વીવો સ્માર્ટફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપમાં f/1.57 અપાર્ચર સાથે 50 મેગાપિક્સલનો પ્રાયમરી કેમેરા, 8 એમપીનો અલ્ટ્રા વાઇડ કેમેરા અને 50 એમપીનો ટેલીફોટો કેમેરા છે. સેલ્ફી અને વીડિયો કોલ માટે સ્માર્ટફોનમાં 50 એમપીનો ફ્રન્ટ કેમેરા આપ્યો છે.

Advertisment

આ પણ વાંચો | એન્ડ્રોઇડ ફોનના 6 શાનદાર ફીચર્સ, જે મોબાઇનને વધુ સુરક્ષિત અને ઉપયોગી બનાવશે

લેટેસ્ટ વીવો X300 FE સ્માર્ટફોનમાં કનેક્ટિવિટી માટે 4G, 5G, વાઇફાઇ, બ્લૂટૂથ, NFC, GPS અને BeiDou ઓપ્શન મળે છે. આ સ્માર્ટફોનમાં સેન્સર તરીકે એક્સેલરોમીટર, એમ્બિયન્ટ લાઇટ સેન્સર, ઇ કમ્પાસ અને ગાયરોસ્કોપ આવે છે. Vivo X300 FE ફોનને પાવર આપવા 6500 mAh ની બેટરી છે, ls 90W ફ્લેશચાર્જ ટકેનોલોજીને સપોર્ટ કરે છે, જેમાથી ફાસ્ટ વાયર્ડ ચાર્જિંગ મળે છે. ઉપરાંત આ ફોન 40W વાયરલેસ ચાર્જિંગને પણ સપોર્ટ કરે છે. આ સ્માર્ટફોનમાં UFS 4.1 સ્ટોરેજ ટેકનોલોજી આપવામાં આવી છે.

ટેકનોલોજી સ્માર્ટફોન બિઝનેસ