ઉદ્યોગપતિ મુકેશ અંબાણી બન્યા નાના, ઇશા-આનંદ પિરામલ બન્યા જોડિયા બાળકોનો માતા-પિતા

અંબાણી પરિવાર અને પિરામલ પરિવાર તરફથી જાહેર કરવામાં આવેલી સૂચનામાં બતાવવામાં આવ્યું કે ઇશા અંબાણીએ 19 નવેમ્બર 2022ના રોજ જોડિયાને જન્મ આપ્યો છે. જેમાં એક પુત્ર અને એક પુત્રી છે

અંબાણી પરિવાર અને પિરામલ પરિવાર તરફથી જાહેર કરવામાં આવેલી સૂચનામાં બતાવવામાં આવ્યું કે ઇશા અંબાણીએ 19 નવેમ્બર 2022ના રોજ જોડિયાને જન્મ આપ્યો છે. જેમાં એક પુત્ર અને એક પુત્રી છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update

ઇશા અંબાણી અને આનંદ પિરામલ (Photo: Varinder Chawla)

અબજોપતિ મુકેશ અંબાણીની પુત્રી ઇશા અંબાણીએ જોડિયા બાળકોને જન્મ આપ્યો છે. ઇશાના લગ્ન આનંદ પિરામલ સાથે થયા છે. અંબાણી પરિવાર અને પિરામલ પરિવાર તરફથી જાહેર કરવામાં આવેલી સૂચનામાં બતાવવામાં આવ્યું કે ઇશા અંબાણીએ 19 નવેમ્બર 2022ના રોજ જોડિયાને જન્મ આપ્યો છે. જેમાં એક પુત્ર અને એક પુત્રી છે. અંબાણી પરિવારે લોકો સાથે આ ખુશીને શેર કરવા માટે એક પ્રેસ રિલીઝ પણ જાહેર કરી છે.

Advertisment

પ્રેસ રિલીઝમાં બતાવવામાં આવ્યું કે અમને એ જણાવતા આનંદ થઇ રહ્યો છે કે અમારા બાળકો ઇશા અને આનંદને 19 નવેમ્બર 2022ના રોજ ભગવાને જોડિયા બાળકોના આશીર્વાદ આપ્યા છે. ઇશા અને દીકરી આદિયા અને દીકરો કૃષ્ણા સ્વસ્થ છે. ઇશા અને આનંદ માટે તેમના જીવનના આ સૌથી મહત્વપૂર્ણ ક્ષણમાં તમારા આશીર્વાદ અને શુભકામના ઇચ્છીએ છીએ.

આ પણ વાંચો - મોંઘવારી વચ્ચે હવે છટણીનો ડર, જેટ એરવેઝે 60% કર્મીઓને પગાર વગર 3 મહિનાની રજા પર મોકલ્યા

12 ડિસેમ્બર 2018ના રોજ ઇશા અને આનંદના થયા હતા લગ્ન

12 ડિસેમ્બર 2018ના રોજ ઇશા અંબાણી લગ્ન ઉદ્યોગપતિ અજય અને સ્વાતી પિરામલના પુત્ર આનંદ પિરામલ સાથે થયા હતા. તેમના લગ્નને હજુ પણ ભારતમાં સૌથી ભવ્ય લગ્ન માનવામાં આવે છે. સિંગિંગ સેંસેશન બિયોન્સે આ લગ્નમાં પર્ફોમન્સ કર્યું હતું. આ દરમિયાન દેશે બચ્ચન પરિવારને મંચ પર નાચતા જોયો હતો. આ લગ્નમાં દેશના મોટાભાગના સેલિબ્રિટીઓ હાજર રહ્યા હતા.

Advertisment
બિઝનેસ મુકેશ અંબાણી દેશ