scorecardresearch

Mutual Funds SIP : 11 ઇન્ડેક્સ ફંડોમાં 3 વર્ષમાં મળ્યુ 25 ટકાથી વધુ રિટર્ન

Best Index Funds for SIP: નાના રોકાણકારોમાં મ્યુચ્યુઅલ ફંડ્સના એસઆઇપીમાં રોકાણનો ક્રેઝ વધી રહ્યો છે. પાછલા કેટલાંક વર્ષોમાં એસઆઇપી ઇન્ડેક્સ ફંડ્સમાં આકર્ષક રિટર્ન મળ્યું છે.

mutual funds
અહીં ત્રણ વર્ષમાં સૌથી વધુ રિટર્ન આપનાર SIPના ઈન્ડેક્સ ફંડની યાદી આપેલી છે.. (પ્રતિકાત્મક ફોટો)

નાના રોકાણકારોમાં મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણનો ક્રેઝ વધી રહ્યો છે અને તેમાંય સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) સૌથી પસંદગીનો વિકલ્પ છે. પાછલા કેટલાંક વર્ષોમાં એસઆઇપીમાં રોકાણકારોને સારું રિટર્ન મળ્યું છે. ઈન્ડેક્સ ફંડ્સ નિફ્ટી 50 જેવા વૈવિધ્યસભર બેન્ચમાર્કને ટ્રૅક કરે છે, તેથી તેઓ રોકાણકારોને સ્ટોક્સના ડાઇવર્સિફાઇડ સેટમાં એક્સપોઝર મેળવવા સક્ષમ બનાવે છે. ઈન્ડેક્સ ફંડમાં રોકાણ કરવાથી રોકાણકારોની ઘણી ચિંતાઓનો પણ અંત આવે છે કારણ કે તેમને તેમના રોકાણના દેખાવનું નિયમિતપણે મોનેટરિંગ કરવાની જરૂર હોતી નથી. છેલ્લા ત્રણ વર્ષમાં કેટલાય ઇન્ડેક્સ ફંડોએ રોકાણકારોને ઊંચું વળતર આપ્યું છે.

એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (એમ્ફી) ની વેબસાઇટ પર 25 એપ્રિલ સુધીના ડેટા દર્શાવે છે કે સ્મોલ-કેપ, મિડકેપ અને લાર્જ-કેપ ઇન્ડેક્સ ફંડ્સ સહિત લગભગ 22 ઇન્ડેક્સ ફંડ્સ છે, જેમણે 25% થી વધુ વળતર આપ્યું છે. ત્રણ વર્ષમાં રેગ્યુલર પ્લાનની આ સ્કીમમાં પણ ત્રણ વર્ષમાં 24% થી વધુ રિટર્ન મળ્યું છે. જો કે આમાંની ઘણી સ્કીમોને તેઓ ટ્રેક કરી રહ્યાં છે તે સૂચકાંકોને હરાવવામાં સક્ષમ નથી.

આ ઇન્ડેક્સ ફંડ્સ ભવિષ્યમાં આટલું ઊંચું વળતર આપવાનું ચાલુ રાખશે તેની કોઈ ખાતરી નથી, રોકાણકારો તેમના નાણાકીય સલાહકારોની સલાહ લીધા પછી આ ફંડ્સમાં SIP શરૂ કરવાનું વિચારી શકે છે. તેમણે કહ્યું, નીચે ત્રણ વર્ષમાં 25% કે તેથી વધુ વળતર સાથે ટોપ- પર્ફોર્મન્સ ઇન્ડેક્સ ફંડ્સની યાદી છે (25 એપ્રિલ, 2023 ના રોજ AMFI વેબસાઇટ ડેટા મુજબ).

મોતીલાલ ઓસ્વાલ નિફ્ટી સ્મોલકેપ 250 ઈન્ડેક્સ ફંડ

મોતીલાલ ઓસ્વાલ નિફ્ટી સ્મોલકેપ 250 ઇન્ડેક્સ ફંડના ડાયરેક્ટ પ્લાને 37.49% રિટર્ન આપ્યું છે જ્યારે રેગ્યુલર પ્લાને ત્રણ વર્ષમાં 36.54% વળતર આપ્યું છે. આ સ્કીમ નિફ્ટી સ્મોલકેપ 250 ટોટલ રિટર્ન ઇન્ડેક્સને ટ્રેક કરે છે.

મોતીલાલ ઓસ્વાલ નિફ્ટી મિડકેપ 150 ઈન્ડેક્સ ફંડ

મોતીલાલ ઓસ્વાલ નિફ્ટી મિડકેપ 150 ઇન્ડેક્સ ફંડના ડાયરેક્ટ પ્લાને 34.24% અને રેગ્યુલર પ્લાને ત્રણ વર્ષમાં 33.23% વળતર આપ્યું છે. આ સ્કીમ નિફ્ટી મિડકેપ 150 ટોટલ રિટર્ન ઇન્ડેક્સને ટ્રેક કરે છે.

ડીએસપી નિફ્ટી 50 ઇક્વલ વેઇટ ઇન્ડેક્સ ફંડ

ડીએસપી નિફ્ટી 50 ઇક્વલ વેઇટ ઇન્ડેક્સ ફંડના ડાયરેક્ટ પ્લાને 31.29% જ્યારે રેગ્યુલેર પ્લાને ત્રણ વર્ષમાં 30.71% રિટર્ન આપ્યું છે. આ યોજના નિફ્ટી 50 ઇક્વલ વેઇટ ટોટલ રિટર્ન ઇન્ડેક્સને ટ્રેક કરે છે.

મોતીલાલ ઓસ્વાલ નિફ્ટી બેંક ઈન્ડેક્સ ફંડ

મોતીલાલ ઓસ્વાલ નિફ્ટી બેંક ઇન્ડેક્સ ફંડના ડાયરેક્ટ પ્લાને 29.41% રિટર્ન અને રેગ્યુલેર પ્લાને ત્રણ વર્ષમાં 28.49% રિટર્ન આપ્યું છે. આ સ્કીમ નિફ્ટી બેંકના ટોટલ રિટર્ન ઇન્ડેક્સને ટ્રેક કરે છે.

આદિત્ય બિરલા સન લાઇફ નિફ્ટી 50 ઇન્ડેક્સ ફંડ

આદિત્ય બિરલા સન લાઇફ નિફ્ટી 50 ઇન્ડેક્સ ફંડના ડાયરેક્ટ પ્લાને 25.34% અને રેગ્યુલેર પ્લાને ત્રણ વર્ષમાં 25.01% વળતર આપ્યું છે. આ પ્લાન નિફ્ટી 50 ટોટલ રિટર્ન ઇન્ડેક્સને ટ્રેક કરે છે.

બંધન નિફ્ટી 50 ઈન્ડેક્સ ફંડ

બંધન નિફ્ટી 50 ઇન્ડેક્સ ફંડના ડાયરેક્ટ પ્લાને ત્રણ વર્ષમાં 25.73% અને રેગ્યુલેર પ્લાને 25.25% વળતર આપ્યું છે. આ યોજના નિફ્ટી 50 ટોટલ રિટર્ન ઇન્ડેક્સને ટ્રેક કરે છે.

ડીએસપી નિફ્ટી 50 ઈન્ડેક્સ ફંડ

ડીએસપી નિફ્ટી 50 ઇન્ડેક્સ ફંડના ડાયરેક્ટ પ્લાને 25.57% અને રેગ્યુલેર પ્લાને ત્રણ વર્ષમાં 25.34% વળતર આપ્યું છે. આ યોજના નિફ્ટી 50 ટોટલ રિટર્ન ઇન્ડેક્સને ટ્રેક કરે છે.

ફ્રેન્કલિન ઈન્ડિયા NSE નિફ્ટી 50 ઈન્ડેક્સ

ફ્રેન્કલિન ઇન્ડિયા NSE નિફ્ટી 50 ઇન્ડેક્સના ડાયરેક્ટ પ્લાને ત્રણ વર્ષમાં 25.35% અને રેગ્યુલેર પ્લાને 24.84% વળતર આપ્યું છે. આ પ્લાન નિફ્ટી 50 ટોટલ રિટર્ન ઇન્ડેક્સને ટ્રેક કરે છે.

HDFC ઇન્ડેક્સ ફંડ નિફ્ટી 50 પ્લાન

HDFC ઈન્ડેક્સ ફંડ નિફ્ટી 50 પ્લાનના ડાયરેક્ટ પ્લાને ત્રણ વર્ષમાં 25.74% અને રેગ્યુલર પ્લાને ત્રણ વર્ષમાં 25.49% વળતર આપ્યું છે. આ પ્લાન નિફ્ટી 50 ટોટલ રિટર્ન ઇન્ડેક્સને ટ્રેક કરે છે.

HSBC નિફ્ટી 50 ઈન્ડેક્સ ફંડ

HSBC નિફ્ટી 50 ઇન્ડેક્સ ફંડના ડાયરેક્ટ પ્લાને ત્રણ વર્ષમાં 25.63% અને રેગ્યુલેર પ્લાને 25.16% વળતર આપ્યું છે. આ યોજના નિફ્ટી 50 ટોટલ રિટર્ન ઇન્ડેક્સને ટ્રેક કરે છે.

આ પણ વાંચોઃ પોસ્ટ ઓફિસની આ બચત યોજનામાં હવે 5 મહિના પહેલા પૈસા ડબલ થશે, 5 લાખની સામે 10 લાખ મળશે, જાણો વિગતવાર

ICICI પ્રુડેન્શિયલ નિફ્ટી 50 ઇન્ડેક્સ ફંડ

ICICI પ્રુડેન્શિયલ નિફ્ટી 50 ઇન્ડેક્સ ફંડના ડાયરેક્ટ પ્લાને ત્રણ વર્ષમા 25.66% અને રેગ્યુલેર પ્લાને 25.32% વળતર આપ્યું છે. આ યોજના નિફ્ટી 50 ટોટલ રિટર્ન ઇન્ડેક્સને ટ્રેક કરે છે.

(Disclaimer: : ઉપરોક્ત માહિતી માત્ર 25 એપ્રિલ, 2023 સુધીના AMFI વેબસાઇટના આંકડા પર આધારિત છે અને તે માત્ર જાણકારી હેતુ છે. મ્યુચ્યુઅલ ફંડ્સ બજારના જોખમોને આધીન છે. રોકાણકારોએ રોકાણ કરતા પહેલા તેમના નાણાકીય સલાહકારોની મદદ લેવા સલાહ લેવી જોઇએ.) આ આર્ટિકલ Financial Express પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો

Web Title: Mutual funds sip best index funds give 25 returns in 3 years

Best of Express