/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/03/jeckline-farnandis-8.jpg)
કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ ફાઇલ તસવીર
કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે ગયા અઠવાડિયે નાણા સચિવ ટીવી સોમનાથ સમિતિની જાહેરાત કરી હતી. હવે આ સમિતિ પેન્શન મામલે પુન:વિચાર કરવા માટે સમાધાનની ભલામણ કરી શકતી નથી. પેન્શનમાં બે દાયકામાં થયેલા લાભ ઉલટ જાય તેમ ઇન્ડિયન એક્સપ્રેસને જાણવા મળ્યું છે.
કર્મચારીઓના પેન્શન કોપર્સમાં સરકારના યોગદાનને વર્તમાન 14 ટકાથી વધારીને તેને એવા સ્તર પર લઇ જાવ કે કર્માચારી નિવૃતિ બાદ પેન્શનમાં રૂપમાં મળનારી રકમમાં 50 ટકા સુધી આશા રાખી શકે.
ખરેખર તો જે મોડેલને જોવામાં આવી રહ્યુ છે તેમાંથી એક આંધ્ર પ્રદેશ સરકારનો પ્રસ્તાવ છે. જેમાં એક બાંહેધરી આપવામાં આવી છે કે કર્મચારીઓને પેન્શનના રૂપમાં અંતિમ વેતન 50 ટકા મળશે.
પેન્શન યોજના મામલે અધિકારીઓએ જણાવ્યું હતું કે, સરકાર જૂની પેન્શન યોજના (OPS) હેઠળ ચૂકવણીમાં વધારો (દર બે વર્ષે જાહેર મોંઘવારી રાહત પેન્શનમાં જીવનશૈલી પાછળ થતાં વધારાના ખર્ચને ધ્યાનમાં રાખીને નિશ્વિત ટાકીવારીનો વધારો થાય છે.) જેમ જૂની પેન્શન યોજના હેઠળ કરવામાં આવે છે.
એનડીએ 2004માં ચૂંટણી હારી ગયું અને તે જે વર્ષે એનપીએસ (નવી પેન્શન યોજના) લાગુ કરવામાં આવી હતી. પરંતુ કોંગ્રેસ તેને આગળ લઈ ગઈ. એક દાયકા પછી, જ્યારે એનડીએ મોદીના નેતૃત્વમાં શાસન પર પરત ફર્યું ત્યારે તેણે નવી પેન્શન યોજનાના ફાયદાઓને વધુ મજબૂત કર્યા. પરંતુ વર્ષ 2019માં એનડીએ સરકારે ચૂંટણી પહેલા યોગદાનમાં વધારો કર્યો હતો. ત્યારે હવે લોકસભા ચૂંટણી 2024 પહેલા ફરી એક નવી સમીક્ષા જાહેર.
ફોર્મ્યુલા ગમે તે હોય એક વાત સ્પષ્ટ છે
સોમનાથ સમિતિ અને તેના દ્વારા અપાયેલા આદેશ નવી પેન્શન સિસ્ટમ (NPS) માટે મોદી સરકારના સમર્થનમાં તીવ્ર પરિવર્તનને ચિહ્નિત કરે છે. જેમાં યોગદાનને વ્યાખ્યાયિત કરવામાં આવે છે અને બજાર સાથે જોડાયેલા લાભો જે લોકસભા ચૂંટણીના થોડા મહિના પહેલા જાન્યુઆરી 2004માં અમલમાં મૂકવામાં આવ્યા હતા. એક સત્તાવાર અધિકારીએ જણાવ્યું હતું કે, જ્યારે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ સત્તામાં પર પરત ફરી ત્યારે પાછળ ફરીને જોવાનો કોઇ ઇરાદો ન હતો. તેમજ પેન્શન સુધારો અને રાજકોષીય રૂઢિવાદતામાં તેના રાજકીય માન્યતાનો અર્થ NPS રહેશે તે હતો. હવે જ્યારે 2024ની લોકસભાની ચૂંટણીને માત્ર એક વર્ષ બાકી છે, ત્યારે ભાજપ બદલાયેલા આર્થિક અને સામાજિક માહોલથી સારી રીતે માહિતગાર છે.
ઉલ્લેખનીય છે કે, સરકારી કર્મચારીઓએ જૂની પેન્શન યોજનાને ફરી અમલમાં મૂકવા માટે છેલ્લા કેટલાક સમયથી માંગણી કરી રહ્યા છે. ઓછામાં ઓછા પાંચ રાજ્યો (કોંગ્રેસ શાસિત રાજસ્થાન, છત્તીસગઢ અને હિમાચલ પ્રદેશ, જેએમએમની આગેવાની હેઠળના ઝારખંડ અને આમ આદમી પાર્ટીના નેતૃત્વ હેઠળના પંજાબ) જૂની પેન્શન યોજનાને પહેલાથી જ સૂચિત કરી ચૂક્યા છે.
આ પણ વાંચો: સ્માર્ટફોનથી તમારા આધાર અને PAN ને ઝડપથી કેવી રીતે કરશો લિંક?
હિમાચલમાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની જીત, જે તેના OPSને પાછું લાવવાના વચન માટે સૌથી વધુ ઋણી છે, તેણે ભાજપ નેતૃત્વને ચિંતામાં મૂક્યું છે. મહારાષ્ટ્રમાં, રાજ્ય સરકારના કર્મચારીઓના વિરોધને કારણે એકનાથ શિંદે સરકાર જેમાં નાણા પ્રધાન ભાજપના દેવેન્દ્ર ફડણવીસ છે, એનપીએસની ખામીઓને દૂર કરવાનો પ્રયાસ કરવા અને તેને દૂર કરવા માટે એક સમિતિની રચના કરવા પ્રેરિત કર્યા. કેટલાક રાષ્ટ્રીય કર્મચારી યુનિયનોએ પણ OPSની ફરી અમલમાં લાવવા માટે રેલિઓ કાઢી વિરોધ યથાવત રાખ્યો છે.
NPS પર આ ચર્ચા છેલ્લા કેટલાક સમયથી સત્તાના ટોચના હોદ્દા પર ચાલી રહી છે. એવું નથી કે વડાપ્રધાન તેમની આસપાસના આ અવાજોથી વાકેફ નથી. પરંતુ જો રાજકોષીય વિવેકબુદ્ધિ માટેની તેમની પ્રાધાન્યતા કોઈ સંકેત આપે છે, તો તે માત્ર એવા ઉકેલથી જ ખુશ થશે જે રાજ્યના નાણાકીંય ભવિષ્યને જોખમમાં ન મૂકે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/03/cropped-anushka-sharma.png)