શું તમારે નવી કર વ્યવસ્થા અપનાવવી જોઈએ? જાણો તેની પાછળનું સમીકરણ

New and Old Tax Regime: નવી કે જૂની કર વ્યવસ્થાની પસંદગી કરવામાં મૂંઝવણ છે તો હવે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે આ અહેવાલમાં બંને કર વ્યવસ્થા વચ્ચે રહેલો તફાવત, ગણિત અને તેનુ વિશ્લેષણ દર્શાવવામાં આવ્યું છે.

New and Old Tax Regime: નવી કે જૂની કર વ્યવસ્થાની પસંદગી કરવામાં મૂંઝવણ છે તો હવે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે આ અહેવાલમાં બંને કર વ્યવસ્થા વચ્ચે રહેલો તફાવત, ગણિત અને તેનુ વિશ્લેષણ દર્શાવવામાં આવ્યું છે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
નવી અને જૂની કર વ્યવસ્થા

શું તમારે નવી કર વ્યવસ્થા અપનાવવી જોઈએ? જાણો તેની પાછળનું સમીકરણ

Sandeep Singh: નવુ નાણાકીય વર્ષ 2023-24 શરૂ થઇ ગયું છે. ત્યારે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં રજૂ કરેલી બજેટ ઘોષણાઓની અમલવારી સાથે નોકરીયાત વર્ગ માટે જૂની કર વ્યવસ્થા અને નવી કર વ્યવસ્થા વચ્ચે પસંદગી કરવાનો સમય આવી ગયો છે. નવી કર વ્યવસ્થાની પસંદગી ફાયદાકારક રહેશે. કારણ કે બજેટમાં નિર્મલા સીતારમણે જૂની કર વ્યવસ્થામાં ફેરફાર કરી 7.50 લાખ રૂપિયા સુધીની આવક પર કોઇ ટેક્સ નહીં લગાવવાની છૂટ આપી છે. આવામાં જો તમારી આવક 10 લાખ સુધી છે તો કંઇ કર વ્યવસ્થા તમારા માટે ફાયદાકારક રહેશે તે અંગે જાણીએ અને તેના તારણો પણ જાણીએ.

Advertisment

કંપનીઓ એપ્રિલ મહિનાથી પગારમાંથી માસિક ટેક્સ કાપવાનું શરૂ કરશે, તેથી કર્મચારીઓએ તેમના એમ્પ્લોયરને જાણ કરવી પડશે કે શું તેઓ OTRમાં રહેવા માગે છે કે NTR પર સ્વિચ કરવા માગે છે.

જૂની અને નવી કર વ્યવસ્થા

નવી સિસ્ટમ હેઠળ કર મુક્તિ મર્યાદા રૂપિયા 5 લાખથી વધારીને રૂપિયા 7 લાખ પ્રતિ વર્ષ કરવામાં આવી છે. આનો અર્થ એ થયો કે 7 લાખ રૂપિયા સુધીની કરપાત્ર આવક ધરાવતા લોકોએ કોઈપણ પ્રકારનો ટેક્સ ચૂકવવો જરૂરી નથી. આ સાથે સત્તારૂઢ સરકારે NTR હેઠળ કરતાદાતાઓને રૂપિયા 50,000ના પ્રમાણભૂત કપાતનો પણ લાભ આપ્યો છે. જે કપાત ફક્ત OTR હેઠળ આવતા કરતાઓ માટે જ ઉપલબ્ધ હતી.

સરકાર દ્વારા એનટીઆરમાં ટેક્સ સ્લેબ સાતથી ઘટાડીને છ કરવામાં આવ્યા હતા, ત્યારે ગયા વર્ષ સુધી રૂ. 12.5 લાખ અને રૂ. 15 લાખની વચ્ચેની આવક પર લાગુ 25 ટકા ટેક્સ નાબૂદ કરવામાં આવ્યો હતો. NTR હેઠળ નવા ટેક્સ સ્લેબ માટેનું કોષ્ટક નીચે દર્શાવવામાં આવ્યું છે.

Advertisment

મહત્વનું છે કે, સ્પેક્ટ્રમના ઉચ્ચ સ્તરે (જેની વાર્ષિક કરપાત્ર આવક રૂ. 5 કરોડથી વધુ છે) સરકારે નવા શાસન હેઠળ આવકવેરા સરચાર્જ 37 ટકાથી ઘટાડીને 25 ટકા કરવાની જાહેરાત કરી હતી. આનાથી આ જૂથ માટે આવકવેરાનો અસરકારક દર 42.7 ટકાથી ઘટાડીને 39 ટકા થઈ જશે.

કરદાતાઓને આટલા રૂપિયાનો લાભ

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાના બજેટ ભાષણમાં કહ્યું હતું કે, '15.5 લાખ કે તેથી વધુ આવક ધરાવનાર દરેક નોકરિયાત વ્યક્તિને આમ 52,500 રૂપિયાનો લાભ મળશે'. તેથી નવી કર વ્યવસ્થા હેઠળ કરદાતાઓને સ્લેબ અને દરોમાં આ ફેરફાર અને પ્રમાણભૂત કપાત (મહત્તમ રૂ. 52,500 સુધી)નો ફાયદો થશે.

કેન્દ્રીય નાણાંત્રી નિર્મલા સીતારમણની આ ઘોષણા પછી કરદાતાઓ માટે વધું શું સારુ અને ફાયદાકારક છે તેનું તારણ કાઢવામાં આવ્યું છે. જે નીચે દર્શાવવામાં આવ્યું છે.

જૂની કર વ્યવસ્થાનો કોને ફાયદો?

7 લાખ સુધીની કરપાત્ર આવક ધરાવતા લોકો માટે, NTR એ સ્પષ્ટ પસંદગી છે. કારણ કે તેમને કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. અહીં એ નોંધવું અગત્યનું છે કે જૂની કર વ્યવસ્થા હેઠળના લાભો વ્યક્તિઓ માટે ત્યારે જ અર્થપૂર્ણ હશે જો તેઓ ઉપલબ્ધ કપાતનો મોટા ભાગનો દાવો કરવામાં સક્ષમ હોય.

વિવિધ કર શ્રેણીઓનું વિશ્લેષણ

વિવિધ કર શ્રેણીઓનું વિશ્લેષણ દર્શાવે છે કે, રૂપિયા 10 લાખ સુધીની કુલ કરપાત્ર આવક ધરાવનાર વ્યક્તિઓ અને તમામ કપાતનો દાવો કરતી વ્યક્તિઓને જૂની કર વ્યવસ્થાથી સૌથી વધુ ફાયદો થશે. ઉચ્ચક આવક માટે લાભમાં ઘટાડો થાય છે. કારણ કે OTR હેઠળ, રૂપિયા 10 લાખથી વધુની આવક પર 30 ટકા ટેક્સ લાગે છે, જ્યારે NTRમાં રૂ. 10 લાખથી રૂ. 12 લાખની વચ્ચેની આવક પર 15 ટકા અને 12 ટકા ટેક્સ અને રૂ. 15 લાખ પર 20 ટકા ટેક્સ લાગે છે.

નવી કર વ્યવસ્થા હેઠળ

વિશ્વેલષણમાં એ પણ માલુમ પડ્યું છે કે, કરદાતાઓ નવી કર વ્યવસ્થા હેઠળ 62,400 રૂપિયાનો ટેક્સ ચૂકવશે. OTRમાં, જો તેઓ હોમ લોન (રૂ. 2 લાખ) પર વ્યાજની ચુકવણી હેઠળ તમામ પાંચ કપાત (કુલ રૂ. 4.75 લાખ) નો મહત્તમ દાવો કરે છે. કલમ 80C હેઠળ EPF/PPF/લાઇફ ઇન્સ્યોરન્સ/ELSS વગેરે (રૂ. 1.5 લાખ); કલમ 80CCD હેઠળ NPS (રૂ. 50,000); પોતાના માટે સ્વાસ્થ્ય વીમો (રૂ. 25,000) અને માતા-પિતા માટે આરોગ્ય વીમો (રૂ. 50,000), તે માત્ર રૂ. 18,200ની કરની રકમ ચૂકવશે અને આ રીતે તેઓ એનટીઆર હેઠળ ચૂકવવામાં આવતા દર વર્ષે રૂ. 44,200ની બચત કરશે.

જો કે, જો તેઓ માત્ર રૂ. 3 લાખની કપાતનો દાવો કરે છે, તો OTR હેઠળ નફાનું માર્જિન ઘટીને રૂ. 7,800 થાય છે. ઉપરાંત, જો તેઓ એક વર્ષમાં માત્ર રૂ. 2.5 લાખની કપાતનો દાવો કરે છે, તો પછી OTR હેઠળ, તેઓ કુલ રૂ. 65,000નો ટેક્સ ચૂકવશે, જે NTR હેઠળ રૂ. 2,600 વધુ છે.

NTR હેઠળ 15 લાખ રૂપિયાની કુલ કરપાત્ર આવક ધરાવતા લોકો માટે ટેક્સની રકમ 1,56,000 રૂપિયા હશે. OTR હેઠળ, જો તેઓ રૂ. 4.75 લાખની તમામ કપાતનો દાવો કરે છે, તો તેમણે રૂ. 1,24,800નો ટેક્સ ચૂકવવો પડશે અને દર વર્ષે આશરે રૂ. 31,200ની બચત થશે, જો તેઓ OTR હેઠળ રૂ. 3.75 લાખની કપાતનો દાવો કરે છે, તો તેઓ NTR હેઠળ એટલો જ ટેક્સ ચૂકવશે, એટલે કે રૂ. 1.56 લાખ.

જો તેઓ માત્ર રૂ. 3 લાખની કપાતનો દાવો કરે છે, તો તેઓ OTR હેઠળ રૂ. 1,79,400નો ટેક્સ ચૂકવશે, જેનાથી NTRમાં રૂ. 23,400નો વધારાનો ટેક્સ લાગશે. રૂ. 15 લાખથી વધુની આવક માટે, જ્યાં સુધી ટેક્સના દરનો સંબંધ છે ત્યાં સુધી એનટીઆર અને ઓટીઆર વચ્ચે કોઈ તફાવત નથી, કારણ કે રૂ. 15 લાખથી વધુની કરપાત્ર આવક બંને શાસનમાં 30 ટકા ટેક્સ દર આકર્ષે છે.

OTR અને NTR વચ્ચેનો અંતિમ કૉલ

ઉપરોક્ત વિશ્લેષણ બતાવે છે તેમ, OTR અને NTR વચ્ચેનો અંતિમ કૉલ એ વાત પર નિર્ભર કરે છે કે, કોણ કેટલું ડિડક્શન ક્લેમ કરે છે અને તેઓ ક્યાં ટેક્સ સ્લેબ હેઠળ આવે છે. મહત્વની વાત એ છે કે, લોકોએ આ બાબતે સારું માર્ગદર્શન અને સલાહ લેવા માટે આર્થિક સલાહકાર સાથે પરામર્શ કરવું જોઇએ.

આ પણ વાંચો: Gold Silver rate : ચાંદી ઐતિહાસિક ટોચે, 76000 ભાવ બોલાયો; સોનામાં પણ તેજીનો માહોલ

અહેવાલનો સંક્ષિપ્તમાં સાર

આ અહેવાલને સંક્ષિપ્તને સમજાવું તો, કરદાતાએ નવી કે જૂની કર વ્યવસ્થા પસંદ કરતા પહેલા તેની કર જવાબદારી અને કર બચત જોવી જોઈએ. જો તેને લાગે છે કે તેના આવક મુજબ, તેણે ટેક્સ બચાવવા માટે રોકાણ કર્યું છે, તો તેણે જૂની કર વ્યવસ્થા પસંદ કરવી જોઇએ. નવી કે જૂની કર વ્યવસ્થા પસંદ કરવા માટે કોઈ નિશ્ચિત નિયમ નથી. આ સંપૂર્ણ રીતે કરદાતા પર નિર્ભર રહેશે. તેથી, દરેક કરદાતા માટે તેની આવક અનુસાર કર વ્યવસ્થા પસંદ કરવી વધુ યોગ્ય અને ફાયદાકારક રહેશે. (અનુવાદ માનસી ભુવા)

બ્રેકિંગ ન્યૂઝ એક્સપ્રેસ એક્સપ્લેન ગુજરાતી ન્યૂઝ બિઝનેસ Express Exclusive દેશ