નવા સંસદ ભવનના ઉદ્ઘાટનના અવસર પર 75 રૂપિયાનો એક વિશેષ સિક્કો લોન્ચ કરવામાં આવશે. નાણામંત્રાલયએ આ જાણકારી ગુરુવારે આપી હતી. આ સિક્કો ભારતની સ્વતંત્રતાના 75 વર્ષ પૂરા થવા પર લોન્ચ કરવામાં આવી રહ્યો છે. સિક્કાની એક તરફ અશોક સ્તંભનો સિંહ રહેશે. જેના નીચે સત્યમેવ જયતે લખેલું હશે. જ્યારે ડાબી તરફ દેવનગારી લિપિમાં ભારત અને જમણી બાજુ અંગ્રેજીમાં ઇન્ડિયા શબ્દ લખેલા હશે.
સિક્કામાં રૂપિયાનું ચિન્હ પણ હશે. લાયન કેપિટલની નીચે આંતરરાષ્ટ્રીય અંકોમાં 75 લખેલું હશે. સિક્કાની બીજી બાજુ સંસદ પરિસરની તસવીર દેખાશે. અને સંસદ સંકુલ શબ્દ દેવનાગરી લિપિમાં અને નીચેની જગ્યાએ અંગ્રેમાં પાર્લિયામેન્ટ કોમ્પ્લેક્સ લખેલું હશે.
સિક્કો 44 મિલીમીટરના ડાયામિટની સાથે આકારમાં ગોળાકાર હશે અને તેના કિનારાઓ ઉપર 200 સેરેશન હશે. 35 ગ્રામનો સિક્કો ચાર ભાગ મિશ્ર ધાતુની બનાવવામાં આવશે. જેમાં 50 ટકા ચાંદી, 40 ટકા તાબું, 5 ટકા નિકલ અને 5 ટકા જસતનો સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ- નવા સંસદ ભવનના ઉદ્ઘાટનમાં રાષ્ટ્રપતિને કેમ ન બોલાવ્યા? સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ, એડવોકેટ બોલ્યા આ બંધારણ વિરુદ્ધ છે
નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. સમારોહમાં 25 દળોનો સમાવેશ થવાની આશા છે. આશરે 20 વિપક્ષી દળોએ આ કાર્યક્રમનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે.
આ પણ વાંચોઃ- લોકસભા ચૂંટણી 2024: મોદી સરકાર સામે એજન્સીઓના દુરુપયોગ, ભૂમિ અને કૃષિ કાયદા સહિત વિવિધ મુદ્દે વિપક્ષ એક સાથે મેદાનમાં
કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, વામપંથી દળ, તૃણમૂળ કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી સહિત અન્ય દળોએ ઘોષમા કરી છે કે તેઓ ઉદ્ઘાટનનો બહિષ્કાર કરશે કારણ કે લોકતંત્રને દબાવવામાં આવી રહ્યું છે.