OpenAI એ આખરે Sora 2 લોન્ચ કર્યું છે, જે તેના ટેક્સ્ટ-ટુ-વીડિયો જનરેશન મોડેલનું નવું વર્ઝન છે. કંપનીએ આ નવા ટૂલ પર આધારિત એક નવી સોશિયલ મીડિયા એપ્લિકેશન પણ રજૂ કરી છે. Sora Google ના Veo-3 સાથે સીધી સ્પર્ધા કરશે. આ વર્ષની શરૂઆતમાં જાહેરમાં લોન્ચ થયા પછી Veo-3 એ ઝડપથી લોકપ્રિયતા મેળવી છે.
OpenAI એ એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યું હતું કે, “Sora 2 એવા કાર્યો કરી શકે છે જે અગાઉના વીડિયો જનરેશન મોડેલો માટે અત્યંત મુશ્કેલ અને કેટલાક કિસ્સાઓમાં અશક્ય હતા.”
OpenAI નું કહેવું છે કે Sora 2 ભૌતિકશાસ્ત્ર (laws of physics)ના નિયમોનું પાલન કરવામાં વધુ સારી રીતે સક્ષમ છે, જે કોઈપણ વીડિયો જનરેશન મોડેલ માટે મહત્વપૂર્ણ ક્ષમતા છે. ઉદાહરણ તરીકે, કંપનીએ સમજાવ્યું હતું કે અગાઉની પેઢીના વીડિયોયો મોડેલમાં, જો કોઈ બાસ્કેટબોલ ખેલાડી શોટ ચૂકી જાય, તો બોલ અચાનક હૂપ પર “ટેલિપોર્ટ” થઈ જશે. પરંતુ Sora 2 માં બોલ વાસ્તવિક જીવનમાં જેમ થાય છે તેમ બેકબોર્ડ પરથી ઉછળે છે.
આ પણ વાંચો: 6જી સ્માર્ટફોન ક્યારે લોન્ચ થશે? ઇન્ટરનેટ સ્પીડ 5G થી કેટલી ઝડપી હશે?