/indian-express-gujarati/media/media_files/2026/02/03/oppo-a6i-plus-and-oppo-a6v-5g-launch-2026-02-03-15-51-07.jpg)
Oppo A6i Plus And Oppo A6v 5G Launch : ઓપ્પો A6i+ અને ઓપ્પો A6v 5G સ્માર્ટફોન લોન્ચ થયા છે. Photograph: (Freepik)
Oppo A6i+ 5G, Oppo A6v 5G Launch Price: ઓપ્પો એ A સિરીઝના બે નવા બજેટ 5G સ્માર્ટફોન ઓપ્પો A6i+ 5G અને ઓપ્પો A6v 5G લોન્ચ કર્યા છે. આ બંને બજેટ સેગમેન્ટના 5G સ્માર્ટફોન છે, જે કોઇ પણ ગિફ્ટ કે ભેટમાં આપવા માટે બેસ્ટ છે. અલબત્ત હાલ આ બંને સ્માર્ટફોન ચીનમાં જ ઉપલબ્ધ છે અને તે Oppo China ની સત્તાવાર વેબસાઇટ પર પ્રી બુકિંગ માટે ઉપલબ્ધ છે.
લેટેસ્ટ ઓપ્પો 5જી ફોનનું વેચાણ 6 ફેબ્રુઆરી, 2026થી શરૂ થશે. આ ઓપ્પો ફોન મોટી બેટરી, હાઇ રિફ્રેશ રેટ ડિસ્પ્લે અને 50MP કેમેરા સાથે રજૂ કરાયા છે, જેનાથી તે બજેટ અને મિડ રેન્જ સેગમેન્ટમાં આકર્ષક વિકલ્પ બની રહેશે.
ઓપ્પો A6i+ 5G, ઓપ્પો A6v 5G કિંમત
ચીનમાં A6i+ 5G સ્માર્ટફોનના એન્ટ્રી મોડલની કિંમત 1499 ચાઇનીઝ યુઆન (લગભગ Rs 20,000) છે, જેને 8GB RAM અને 256GB સ્ટોરેજ સાથે આવે છે. તો 12GB + 256GB વેરિયન્ટની કિંમત CNY 1599 (લગભગ Rs 21,000) છે. તો 12GB + 512GB સ્ટોરેજ વાળા ટોપ મોડલની કિંમત 1,799 યુઆઇન (અંદાજે Rs 24,000) છે.
તો ઓપ્પો A6v 5G સ્માર્ટફોનનું માત્ર એક જ વેરિયન્ટ રજૂ કરવામાં આવ્યું છે. તેના 8GB RAM અને 256GB વેરિયન્ટની કિંમત CNY 1,199 ચાઇનીઝ યુઆન (લગભગ Rs 16,000) છે.
Oppo A6i+ 5G, A6v 5G ડિસ્પ્લે અને ડિઝાઇન
ઓપ્પોના બંને સ્માર્ટફોનમાં 6.75 ઇંચની HD+ LCD ડિસ્પ્લે છે, જે 120Hz રિફ્રેશ રેટ, 240Hz ટચ સેમ્પલિંગ રેટ અને 1,125 નિટ્સ પીક બ્રાઇટનેસ સપોર્ટ કરે છે. ડિસ્પ્લે 100% sRGB કલર અને 16.7 મિલિયન કલર્સ સપોર્ટ કરે છે.
Oppo A6i+ 5G, A6v 5G કેમેરા
ઓપ્પો A6i+ 5G અને Oppo A6v 5G બંને સ્માર્ટફોન MediaTek Dimensity 6300 પ્રોસેસર પર સંચાલિત થાય છે. જેની ક્લોક સ્પીડ 2.4GHz સુધી જાય છે. કેમેરાની વાત કરીયે તો બંને ફોનમાં 50MP પ્રાયમરી કેમેરા અને 2MP મોનોક્રોમ સેન્સર આવે છે. સેલ્ફી માટે ઓપ્પો A6i+ 5G ફોનમાં 8MP ફ્રન્ટ કેમેરા અને અપ્પો A6v 5G મોબાઇલમાં 5MP સેલ્ફી કેમેરો આવે છે.
આ પણ વાંચો | ફેબ્રુઆરીમાં નવા સ્માર્ટફોનનો વરસાદ, સેમસંગ થી એપલ અને વીવો થી ઓપ્પો કરશે મોટી ઘોષણા
Oppo A6i+ 5G, A6v 5G ફીચર્સ અને બેટરી
ઓપ્પો A6i+ 5G ફોનની સૌથી મોટી ખાસિયત તેની 7000mAh બેટરી છે, તો ઓપ્પો A6v 5G ડિવાઇસમાં 6500mAh બેટરી આપવામાં આવી છે. બંને ફોન 45W SuperVOOC ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. સુરક્ષા માટે સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સક આવે છે. આ ફોનમાં ભારતમાં ક્યારે લોન્ચ થશે તેની વિશે હાલ કોઇ સત્તાવાર જાણકારી ઉપલબ્ધ નથી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us