Pensionrs Day : પેન્શનર્સ દિવસ 17 ડિસેમ્બરના રોજ મનાવવામાં આવે છે. પેન્શન શબ્દ આવતા જ દરેક લોકો રિટાયરમેન્ટ પછીની રોજની જરૂરિયાતની ચિંતા કરે છે. દરેક લોકો ઈચ્છે છે કે, નિવૃત્તિ બાદ રોજની જરૂરિયાત પૂરી કરવા માટે એક ઈન્કમ ચાલુ રહે. હજુ પણ દેશની વસ્તીનો એક મોટો હિસ્સો પેન્શન સ્કીમના દાયરામાં નથી. તો જોઈએ પેન્શનની શરૂઆત ક્યારે અને કોના દ્વારા કરવામાં આવી.
તમને જણાવી દઈએ કે, 17 ડિસેમ્બરના રોજ પેન્શન દિવસ મનાવવામાં આવે છે, અને વર્ષ 1857માં બ્રિશ સાસન દરમિયાન બ્રિટિસ સરકાર દ્વારા નિવૃત્તિ બાદ કર્મચારીઓ માટે પેન્શન પ્રણાલી શરૂ કરવામાં આવી હતી. ભારતમાં બ્રિટિશ સરકારની આ યોજના બ્રિટનમાં ચાલતી પેન્શન પ્રણાલી સમાન જ હતી.
પેન્શન એટલે નિવૃત્તિ પ્લાન, જેમાં કર્મચારીઓની નોકરીના સમય દરમિયાન તેમને મળતી સેલરીમાંથી કેટલોક ભાગ નિવૃત્તિ પછીના જીવન માટે કાપવામાં આવે છે, અને તેમાં સરકાર દ્વારા કેટલીક રકમ ઉમેરી નિવૃત્તિ બાદ તેની ચૂકવણી કરવામાં આવે છે.
જોકે, સેવા નિવૃત્તિ બાદ અનેક કર્મચારીઓને પેન્શન મેળવવામાં પરેશાનીનો સામનો કરવો પડે છે, તેમને પેન્શન માટે પહેલા આમ તેમ ભટકવું પડતું હતુ, પેન્શનની આ સમસ્યાના નિવારણ ઉદ્દેશ્ય માટે પેન્શનર દિવસ મનાવવામાં આવે છે એવું કહેવાય છે.
પેન્શનની યોજના દ્વારા વૃદ્ધાવસ્થા દરમિયાન એવા સમયે આર્થિક રકમ મળે છે જ્યારે આવકનો નિયમીત કોઈ સ્ત્તોત નથી હોતો. સેવા નિવૃત્તિ પછી આ યોજનાથી એ સુનિશ્ચિત થાય છે કે, વૃદ્ધાવસ્થામાં જીવન જીવવાના અને પોતાની વધતી ઉંમરમાં કોઈના પર નિર્ભરતા રહેતી નથી અને કોઈ સમાધાન સાથે જીવવાનો વારો નથી આવતો, આ સુવિધા તે સમયે ખુબ કામ આવે છે. પેન્શન ની આ યોજનાથી લોકોને બચત કરવાનો મોકો મળે છે. જે સેવા નિવૃત્તિ પછી વાર્ષિક યોજના અંતર્ગત વળતર આપે છે.
સંયુક્ત રાષ્ટ્ર જનસંખ્યા પ્રભાગ અનુસાર, ભારતમાં જીવન અપેક્ષા વર્તમાન 65 વર્ષથી વધી 2050 સુધીમાં 75 વર્ષ જવાની આશા છે. દેશમાં સારા સ્વાસ્થ્ય અને સ્વચ્છતા પરિસ્થિતિઓના કારણે ઉંમર ધોરણ વધવા લાગ્યું છે. આ પરિણામ સ્વરૂપ સેવા નિવૃત્તિ પછીના વર્ષોની સંખ્યા વધી ગઈ છે. આ પ્રકારે જીવનનો વધતો ખર્ચ, વધતી ઉંમરને ધ્યાનમાં રાખતા નિવૃત્તિ પછી નિયમીત આવક જરૂરી બની ગઈ છે. વધારેમાં વધારે લોકો નિવૃત્તિ બાદ નિયમીત આવક પ્રાપ્ત કરતા રહે તે માટે સરકારે નેશનલ પેન્શન યોજના શરૂ કરી છે, જેનો લાભ સરકારી કર્મચારી સહિત પ્રાઈવેટ કર્મચારીઓ પણ ઉઠાવી શકે છે.
જૂની પેન્શન યોજના શું હતી?
જૂની પેન્શન સ્કીમ અથવા ‘OPS’ ની આકર્ષકતા – કેન્દ્ર અને રાજ્યોમાં સરકારી કર્મચારીઓ માટેનું પેન્શન જ્યારે કોઈ કર્મચારી રિટાયર થાય ત્યારે તેના મૂળભૂત પગારના 50 ટકા નક્કી કરવામાં આવ્યું હતું. તો 1 જાન્યુઆરી, 2004 થી સરકારી સેવામાં જોડાતા લોકો માટે નવી પેન્શન સિસ્ટમ અમલમાં આવી, આ પહેલા જુની પેન્શન સ્કીમ અસ્તિત્વમાં હોવાથી તેના પોતાના લાભો છે જે ખાતરીપૂર્વક અથવા ‘વ્યાખ્યાયિત’ છે. આને નિવૃત્ત માટે ‘વ્યાખ્યાયિત લાભ યોજના’ તરીકે વર્ણવવામાં આવી હતી.
ઉદાહરણ તરીકે, જો નિવૃત્તિ સમયે સરકારી કર્મચારીનો મૂળભૂત માસિક પગાર 10,000 રૂપિયા હોય તો, તો કર્મચારીને 5,000 રૂપિયા પેન્શનની ખાતરી આપવામાં આવતી. ઉપરાંત, સરકારી કર્મચારીઓના પગારની જેમ, કર્મચારીઓની સેવા માટે સરકાર દ્વારા જાહેર કરાયેલ મોંઘવારી ભથ્થા અથવા ડીએમાં વધારા સાથે પેન્શનરોની માસિક ચૂકવણીમાં પણ વધારો થતો જાય છે.
DA – મૂળભૂત પગારની ટકાવારી તરીકે ગણવામાં આવે છે – આ એક એવી પ્રકારનું ગોઠવણ છે જે સરકાર તેના કર્મચારીઓ અને પેન્શનરોને જીવનનિર્વાહના સતત વધતા ખર્ચ માટે પ્રદાન કરે છે. ડીએમાં વધારો વર્ષમાં બે વાર જાહેર કરવામાં આવે છે, સામાન્ય રીતે જાન્યુઆરી અને જુલાઈમાં. ડીએમાં 4 ટકાનો વધારો એટલે કે 5,000 રૂપિયા પ્રતિ માસ પેન્શન ધરાવતા નિવૃત્ત વ્યક્તિની માસિક આવક વધીને 5,200 રૂપિયા પ્રતિ માસ થઈ જાય છે.
આજની તારીખે, સરકાર દ્વારા ચૂકવવામાં આવતો લઘુત્તમ પેન્શન દર મહિને રૂ. 9,000 છે, અને મહત્તમ રૂ. 62,500 છે (કેન્દ્ર સરકારમાં ઉચ્ચતમ પગારના 50 ટકા, જે દર મહિને રૂ. 1,25,000 છે).
નવી પેન્શન યોજનાનું મૂળ શું હતું?
પ્રોજેક્ટ OASIS રિપોર્ટ દ્વારા પ્રસ્તાવિત નવી પેન્શન સિસ્ટમ પેન્શન સુધારાનો આધાર બની હતી – અને અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે મૂળરૂપે જે કલ્પના કરવામાં આવી હતી, તે સરકાર દ્વારા પોતાના કર્મચારીઓ માટે અપનાવવામાં આવી હતી.
કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે નવી પેન્શન યોજના (NPS) 22 ડિસેમ્બર, 2003ના રોજ જાહેર કરવામાં આવી હતી. કેટલાક અન્ય દેશોથી વિપરીત, એનપીએસ સંભવિત કર્મચારીઓ માટે હતી – આ 1 જાન્યુઆરી, 2004 બાદથી સરકારી સેવામાં જોડાનાર તમામ નવી ભરતી માટે ફરજિયાત બનાવવામાં આવી હતી.
નિર્ધારિત યોગદાનમાં કર્મચારી દ્વારા મૂળ પગાર અને મોંઘવારી ભથ્થાના 10 ટકા અને સરકાર દ્વારા એક સમાન યોગદાનનો સમાવેશ થાય છે – આ ટાયર 1 (NPS tier 1) હતું, જેમાં યોગદાન ફરજિયાત હતું. જાન્યુઆરી 2019 માં, સરકારે પોતાનું યોગદાન વધારી મૂળ પગાર અને મોંઘવારી ભથ્થાના 14 ટકા કર્યું.
અત્યારે વ્યક્તિઓ ઓછા જોખમથી લઈને વધારે જોખમ સુધીની અનેક સ્કીમો પસંદ કરી શકે છે, અને જાહેર ક્ષેત્રની બેંકો તથા નાણાકીય સંસ્થાઓ, તેમજ ખાનગી કંપનીઓ દ્વારા જાહેર કરવામાં આવેલા પેન્શન ફંડ મેનેજરોમાંથી પસંદ કરી શકે છે.
NPS હેઠળની યોજનાઓ નવ પેન્શન ફંડ મેનેજર દ્વારા ઓફર કરવામાં આવે છે – SBI, LIC, UTI, HDFC, ICICI, કોટક મહિન્દ્રા, અદિતા બિરલા, ટાટા અને મેક્સ દ્વારા પ્રાયોજિત છે. આ સસ્થાઓ દ્વારા ઓફર કરવામાં આવતી વિવિધ યોજનાઓની જોખમ પ્રોફાઈલ ‘ઓછા જોખમથી લઈ વધુ જોખમ’ સુધીની અલગ અલગ છે. SBI, LIC અને UTI દ્વારા શરૂ કરાયેલ NPS યોજના – કેન્દ્ર સરકાર માટે 10- ટકા રિટર્ન 9.22 ટકા રહ્યું; 5 વર્ષનું રિટર્ન 7.99% છે અને 1 વર્ષનું વળતર 2.34% છે. તો વધારે જોખમવાળી યોજનાઓ પર રિટર્ન 15 ટકા સુધી હોઈ શકે છે.
આ પણ વાંચો – 2013-14થી ભારતનું Number 1 Trade Partner હતુ ચીન, ગલવાનમાં લોહીયાળ અથડામણ બાદ ઝડપથી વધી આયાત
છેલ્લાં આઠ વર્ષોમાં, NPS એ મજબૂત ક્લાયન્ટ બેઝ બનાવ્યો છે, અને મેનેજમેન્ટ હેઠળની તેની અસ્કયામતોમાં વધારો થયો છે. ઑક્ટોબર 31, 2022 સુધીમાં, કેન્દ્ર સરકાર પાસે 23,32,774 ગ્રાહક હતા અને રાજ્યો પાસે 58,99,162 ગ્રાહક હતા. કોર્પોરેટ સેક્ટરમાં 15,92,134 ગ્રાહકો હતા અને અસંગઠિત ક્ષેત્રમાં 25,45,771 ગ્રાહકો હતા. NPS સ્વાવલંબન યોજના હેઠળ 41,77,978 ગ્રાહક હતા. 31 ઓક્ટોબર, 2022ના રોજ આ તમામ ગ્રાહકોની કુલ અસ્કયામતો 7,94,870 કરોડ રૂપિયા હતી.