સરકારે ખેડૂતો માટે ઘણી બધી લાભકારી યોજનાઓ શરૂ કરી છે,જેમાં એક છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના. ખેડૂતો માટેની સૌથી લોકપ્રિય સરકારી યોજનાઓમાં પીએમ કિસાન સન્માન નિધિનો સમાવેશ થાય છે. આ યોજના હેઠળ સરકાર પાત્રતા ધરાવતા ખેડૂતોના બેંક ખાતામાં દર વર્ષે 2000 રૂપિયાના 3 હપ્તા એટલે કે વાર્ષિક 6000 રૂપિયાની સહાય જમા કરે છે. જો તમે આ યોજના હેઠળ પાત્ર છો અને નોંધણી કરાવી છો તેમજ યોજનાનો લાભ લઈ રહ્યા છો, તો તમે વાર્ષિક 36,000 રૂપિયાની વધારાની રકમ મેળવી શકો છો અને તે પણ એક પણ રૂપિયો ખર્ચ્યા વગર. આમ કુલ તમે વાર્ષિક 42,000 રૂપિયા મેળવી શકો છો.
જાણો શું નિયમ છે
પીએમ કિસાન સન્માન નિધિ યોજના માટે બનાવેલા નિયમોમાં ખેડૂતોના ફાયદાને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. નિયમો અનુસાર, જો તમે પીએમ કિસાનમાં ખાતા ધારક છો, તો તમારું સીધું પીએમ કિસાન માનધાન સ્કીમમાં પણ રજિસ્ટ્રેશન થઇ જશે. પીએમ કિસાન માનધન એ કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે ચલાવવામાં આવતી એક પેન્શન યોજના છે. તેમાં 60 વર્ષની ઉંમર પછી નજીવી રકમ ચૂકવીને 3000 રૂપિયાનું માસિક પેન્શન મેળવી શકાય છે.
ખિસ્સામાંથી એક પણ રૂપિયો ખર્ચાશે નહીં
પીએમ કિસાનમાં ખાતાધારક હોવાનો મોટો ફાયદો એ છે કે ખેડૂતની કોઈપણ દસ્તાવેજ વગર માનધન સ્કીમ માટે નોંધણી કરવામાં આવશે. ઉપરાંત આ પેન્શન યોજના માટે જરૂરી યોગદાન તમારા પોતાના ખિસ્સામાંથી ચૂકવવું જરૂરી નથી. આ યોગદાન પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ આવતી સરકારી સહાયમાંથી જ કાપવામાં આવશે. આ માટે, તમારે અગાઉથી એક ફોર્મ ભરીને આપવું પડશે, જેમાં જણાવેલુ હશે કે માનધન સ્કીમની રકમ પીએમ કિસાન યોજનાની સહાયની રકમમાંથી કાપવી.
પીએમ કિસાન માનધનમાં યોગદાન પણ ઓછું છે. આ યોગદાન 18 થી 40 વર્ષની વયના ખેડૂતો માટે માસિક 55 થી 200 રૂપિયા છે. એટલે કે મહત્તમ હપ્તાના કિસ્સામાં પણ વાર્ષિક 2400 રૂપિયા જેટલું થશે. જ્યારે પીએમ કિસાન હેઠળ ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની સહાય મળે છે.
60 વર્ષની ઉંમર પછી વાર્ષિક 42 હજાર મળશે
પીએમ કિસાનમાં ખાતું ખોલાવવા ઉપરાંત, જો તમે પેન્શન સ્કીમ પીએમ કિસાન માનધનમાં પણ ખાતું ખોલાવ્યું છે, તો 60 વર્ષની ઉંમર પછી તમને વાર્ષિક 42 હજાર રૂપિયા મળશે. જેમા માસિક પેન્શન 3000 રૂપિયા એટલે કે વાર્ષિક 36000 રૂપિયા છે. જ્યારે પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ વાર્ષિક 6000 મળે છે. 60 વર્ષની ઉંમર પછી પેન્શન માટે હપ્તો કપાવવાનું બંધ થઈ જશે.
વધુ માહિતી ક્યાંથી મળશે
આ અંગેની તમામ માહિતી પીએમ કિસાન સન્માન નિધિની વેબસાઇટ http://www.pmkisan.gov.in પર આપવામાં આવી છે.
આ પણ વાંચોઃ જમીનની ફળદ્રુપતા વધારવા ગૌમૂત્ર અને છાણનો ઉપયોગ કરવા નીતિ આયોગના ટાસ્ક ફોર્સની ભલામણ
PM કિસાન માનધન યોજના શું છે?
પીએમ કિસાન માનધન એ નાના અને સીમાંત ખેડૂતોને માસિક પેન્શન આપવા માટે શરૂ કરાયેલી એક સરકારી યોજના છે, જેમાં આ યોજનાનો લાભ લેનાર લેનાર ખેડૂતને 60 વર્ષની ઉંમર પછી 3 હજાર રૂપિયા એટલે કે 36 હજાર વાર્ષિક પેન્શન દર મહિને આપવામાં આવે છે. આ યોજનામાં અત્યાર સુધીમાં લગભગ 19.5 લાખ લોકો જોડાયા છે. આમાં 18 વર્ષથી 40 વર્ષની વયનો કોઈપણ ખેડૂત રજીસ્ટ્રેશન કરાવી શકશે. ઉપરાંત તેની ઉંમર અનુસાર તેણે આ યોજનામાં માસિક હપ્તાની ચૂકવણી કરવી પડે છે. આ માસિક હપ્તાની રકમ 55 થી 200 રૂપિયા સુધી હોય છે.