Who is the richest among PM Modi and Rahul Gandhi: દેશ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીની તૈયારી કરી રહ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી માટે ઘણું બધું દાવ પર લાગેલું છે. આ વખતે જ્યાં પીએમ મોદી સતત ત્રીજી વખત સત્તામાં આવવાનો પ્રયાસ કરશે, ત્યાં રાહુલની ધીરજ અને દૃઢ નિશ્ચયની કસોટી થશે. ગત ચૂંટણી પહેલા બંને પક્ષોએ એકબીજા પર અનેક આક્ષેપો કર્યા હતા. 2014ની લોકસભાની ચૂંટણીમાં, ભારતીય જનતા પાર્ટીએ અનેક કથિત કૌભાંડો (2G, કોલસો, ઉડ્ડયન, CWG, વગેરે) પર કોંગ્રેસને ઘેરવાનો પ્રયાસ કર્યો, જ્યારે કોંગ્રેસે 2019ની ચૂંટણી માટે રાફેલનો મુદ્દો ઉગ્રતાથી ઉઠાવ્યો. એક તરફ જ્યાં પીએમ મોદી રાહુલ ગાંધીને સોનાની ચમચો લઈને જન્મ્યા હોવાની ટીકા કરે છે, ત્યાં રાહુલ ગાંધીએ પીએમને ‘સૂટ કી સરકાર’ના નામે ટોણો માર્યા છે. પરંતુ શું તમે જાણો છો કે, આ બંને પાસે વ્યક્તિગત રીતે કેટલા પૈસા છે અને સૌથી અમીર કોણ છે? જો ના તો, આ લેખ તમારા માટે છે
નરેન્દ્ર મોદીનો પગાર, નેટ વર્થ અને સંપત્તિ
વડા પ્રધાન કાર્યાલયની વેબસાઇટ પર માર્ચ 2022 સુધીમાં આવક અને સંપત્તિની વિગતો અનુસાર, પીએમ મોદી પાસે 2.23 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે, જેમાંથી મોટાભાગની બેંકોમાં જમા છે. PMOના ખુલાસા દર્શાવે છે કે, તેમની પાસે કોઈ સ્થાવર સંપત્તિ નથી. PMOની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર PM મોદી પાસે કુલ 2 કરોડ 22 લાખ રૂપિયાની સંપત્તિ છે. વડા પ્રધાનની જંગમ સંપત્તિમાં એક વર્ષ અગાઉની સરખામણીએ રૂ. 26.13 લાખનો વધારો થયો છે. 31 માર્ચ, 2022 સુધી ઉપલબ્ધ વિગતો મુજબ, વડાપ્રધાન પાસે 35,250 રૂપિયા રોકડા હતા. તેમના નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટની કિંમત 9,05,105 રૂપિયા હતી જ્યારે તેમની વીમા પોલિસીની કિંમત 1,89,305 રૂપિયા હતી. પીએમ મોદી પાસે કોઈ વાહન, બોન્ડ, શેર કે મ્યુચ્યુઅલ ફંડ નથી. જોકે, તેમની પાસે ચાર સોનાની વીંટી છે, જેની કિંમત 1.73 લાખ રૂપિયા છે.
રાહુલ ગાંધીનો પગાર, નેટ વર્થ અને અસ્કયામતો
રાહુલ ગાંધીએ જાન્યુઆરી 2017માં કહ્યું હતું કે, તેઓ (મોદી) મહાત્મા ગાંધીનું સ્થાન લેવા માંગે છે, પરંતુ 15 લાખ રૂપિયાના કપડાં પહેરે છે. મારી પાસે ફાટેલા ખિસ્સા સાથે ખાદીનો કુર્તો છે. છ વર્ષ પછી, રાહુલે છત્તીસગઢમાં તાજેતરમાં સમાપ્ત થયેલા કોંગ્રેસ અધિવેશનમાં કહ્યું કે, તેઓ 52 વર્ષના છે, પરંતુ તેમની પાસે ઘર નથી. 2019માં લોકસભા ચૂંટણી માટે નામાંકન સમયે વાયનાડ જિલ્લા કલેક્ટર સમક્ષ દાખલ કરાયેલ સ્વ-સોગંદનામા મુજબ, રાહુલ ગાંધી પાસે લગભગ 14.85 કરોડ રૂપિયાની સંપત્તિ છે, જે 2014ની સરખામણીમાં 4.85 કરોડ રૂપિયા વધુ છે.
2019માં ફાઈલ કરવામાં આવેલી એફિડેવિટ મુજબ, રાહુલ પાસે 5,80,58,799 રૂપિયાની જંગમ સંપત્તિ અને 7,93,03,977 રૂપિયાની સ્થાવર સંપત્તિ છે. સોગંદનામા મુજબ, રાહુલની સ્વ-સંપાદિત સંપત્તિનું કુલ મૂલ્ય 8,75,70,000 રૂપિયા હતું, જ્યારે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ પાસે બેંક થાપણોમાં 17,93,693 રૂપિયા હતા. 2019માં દાખલ કરાયેલ એફિડેવિટ મુજબ, રાહુલ પાસે 40,000 રૂપિયા રોકડ અને વારસામાં મળેલી સંપત્તિ 1,32,48,284 રૂપિયા છે અને શેર અને બોન્ડમાં 5,19,44,682 રૂપિયાનું રોકાણ છે. 2019ની ચૂંટણી પહેલા દાખલ કરવામાં આવેલા તેમના સોગંદનામા મુજબ, રાહુલના PPF અને પોસ્ટલ સેવિંગ્સનું કુલ મૂલ્ય રૂ. 39,89,037 હતું, જ્યારે તેમની પાસે રહેલી જ્વેલરી 330.300 ગ્રામ સોનાની હતી, જેની કિંમત રૂ. 2,91,367 હતી. વારસામાં મળેલી મિલકતના સંદર્ભમાં, રાહુલ નવી દિલ્હીના મહેરૌલીમાં પ્રિયંકા ગાંધી વાડ્રા સાથે સંયુક્ત રીતે 2.34 એકર ખેતીની જમીન ધરાવે છે. આ ઉપરાંત, રાહુલ ગુરુગ્રામમાં રૂ. 8,57,70,000ની કિંમતની 5838 ચોરસ ફૂટની કોમર્શિયલ બિલ્ડિંગ પણ ધરાવે છે.
આ પણ વાંચો – લોકસભા 2024 : આ ત્રણ દિગ્ગજ હશે PM મોદીના ‘યોદ્ધા’, પડદા પાછળ રમશે મોટી રમત, અમિત શાહે આપ્યો મોટો ટાર્ગેટ
મોદી Vs રાહુલ: કોણ વધુ ધનિક?
PMOની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અને ગત લોકસભા ચૂંટણી પહેલા રાહુલ દ્વારા દાખલ કરાયેલ સ્વ-સોગંદનામા અનુસાર, પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ વડાપ્રધાન મોદી કરતા આશરે 637.9 ટકા વધુ અમીર છે. પીએમ મોદી પાસે 2.23 કરોડ રૂપિયાની સંપત્તિ છે, જ્યારે રાહુલ પાસે 14.85 કરોડ રૂપિયાની સંપત્તિ છે. PMની માર્ચ 2022 સુધી 2.32 કરોડ રૂપિયાની જાહેર કરેલી સંપત્તિ 2020માં જાહેર કરાયેલા 2.85 કરોડ રૂપિયા અને 2019માં 2.49 કરોડ રૂપિયા કરતાં ઓછી છે. બીજી તરફ રાહુલની સંપત્તિ 2014માં 9.4 કરોડ રૂપિયાથી વધીને 14.8 કરોડ રૂપિયા થઈ ગઈ છે.