Post Office Schemes For Women: પોસ્ટ ઓફિસની બચત યોજનામાં મહિલાઓના રોકાણ માટે ઘણા સારા વિકલ્પો ઉપલબ્ધ છે. રોકાણ કરવાની આ યોજનાઓથી ન માત્ર મહિલા રોકાણકર્તાઓને સામાજીક સુરક્ષા મળે છે પરંતુ સારૂ એવું રિટર્ન પણ મળે છે. કેટલીક યોજનાઓમાં તો બેંકો કરતા સારૂ રિટર્ન મળે છે. આજે અમે પોસ્ટ ઓફિસની એવી 5 સેવિંગ સ્કિમ વિશે જણાવીશુ જે મહિલાઓ માટે બેસ્ટ છે.
સુકન્યા સમૃદ્ધિ સ્કિમ – Sukanya Samriddhi Saving Scheme
સુકન્યા સમૃદ્ધિ સેવિંગ સ્કિમ ખાસ દીકરીઓના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે બનાવવામાં આવી છે. આ યોજનામાં રોકાણ દીકરીની ઉંમર 10 વર્ષ થાય તે પહેલા કરવામાં આવે છે. જેમાં રોકાણ કરવા પર વાર્ષિક 8.2% નુ વ્યાજદર મળે છે. ખાતું ખોલાવ્યા બાદ તેને વધુમાં વધુ 15 વર્ષ સુધી ચલાવી શકાય છે. સુકન્યા સમૃદ્ધિ યોજના પર વ્યાજદરની દર ત્રણ મહિને સમીક્ષા કરવામાં આવે છે. આ યોજના અંતર્ગત કરવામાં આવેલ રોકાણ પર કલમ 80સી અંતર્ગત ટેક્સમાં પણ છૂટ આપવામાં આવે છે.
પોસ્ટ ઓફિસની મંથલી ઈન્કમ સ્કીમ
મહિલાઓ માટે પોસ્ટ ઓફિસ મંથલી ઇન્કમ સ્કીમ બીજી સારી યોજના છે. આ યોજનામાં ન્યૂનતમ રોકાણ 1000 રૂપિયા છે અને તેના પર 7.4% નું વ્યાજ મળે છે. આ યોજના નિયમિત આવકનો સ્ત્રોત બનાવવામાં મદદ કરે છે.
આ પણ વાંચો : રામ નામથી ખુબ વેચાય છે આ ફળ, ઘણી બીમારીઓમાં છે ફાયકામંદ
મહિલા સન્માન બચત પત્ર
મહિલા સન્માન બચત પત્ર મહિલા રોકાણકારો માટે એક ખાસ જોખમ રહિત યોજના છે. જેમાં દરેક ઉંમરની મહિલાઓ રોકાણ કરી શકે છે. આ યોજનામાં એક ખાતામાં વધુમાં વધુ 2 લાખ રૂપિયા જમા કરાવી શકાય છે. અહીં વાર્ષિક 7.5% વ્યાજ મળે છે અને એક વર્ષ બાદ તમે પોતાની જમા રકમના 40% ઉપાડી શકો છો.
રાષ્ટ્રીય બચત પત્ર
રાષ્ટ્રીય બચત પત્ર એક સુરક્ષિત અને ઓછા જોખમવાળી યોજના છે, જે તમામ પ્રકારના રોકાણકારો માટે ઉપલબ્ધ છે. જેમાં ન્યૂનતમ 100 રૂપિયાછે અને તેને પાકવાની મુદત 5 વર્ષ છે. જોકે 1 ઓક્ટોબર 2024થી નવા એનએસસીમાં જમા પર કોઈ વ્યાજ મળતુ નથી, પરંતુ 30 સપ્ટેમ્બર 2024 સુધી જમા પર 7.5% વ્યાજ મળશે.
પોસ્ટ ઓફિસ પીપીએફ યજના
પોસ્ટ ઓફિસની પબ્લિક પ્રોવિડેંટ ફંડ (PPF) યોજના એક શ્રેષ્ઠ લોંગ ટર્મ રોકાણ યોજના છે. જેમાં ઓછામાં ઓછા 500 રૂપિયાનું રોકાણ કરી શકાય છે અને તેના પર વ્યાજ દર 7.1% છે. આ યોજના લાંબા ગાળાના રોકાણ માટે એક સુરક્ષિત અને લાભકારી વિકલ્પ છે. આ તમામ પોસ્ટ ઓફિસ યોજનાઓમાં રોકાણ કરીને મહિલાઓ પોતાનું ભવિષ્ય સુરક્ષિત કરી શકે છે અને આર્થિક રૂપે આત્મનિર્ભર બની શકે છે.